એપશહેર

Tata ગ્રૂપનો આ શેર રેકોર્ડ હાઈ સ્તરે પહોંચ્યોઃ મોસ્ટ વેલ્યૂડ 100 કંપનીઓમાં થયો સમાવેશ

ટ્રેન્ટ (Trent)નો શેર સતત વધતો જાય છે અને આજે તેણે રેકોર્ડ ઉંચી સપાટી બનાવી હતી. આ સાથે જ આ શેર મોસ્ટ વેલ્યૂડ 100 કંપનીઓમાં સ્થાન મેળવે છે. બુધવારે આ શેરે 1,479ની સપાટી બનાવી હતી. તેના કારણે કંપનીની માર્કેટ કેપિટલ 50,000 કરોડને પાર કરી ગઈ હતી. પાંચ ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોકમાં 11 ટકા જેટલો વધારો થયો છે.

Authored byઅજિત ગઢવી | ET Bureau 17 Aug 2022, 5:17 pm

હાઈલાઈટ્સ:

  • બુધવારે આ શેરે 1,479ની સપાટી બનાવી. માર્કેટ કેપિટલ 50,000 કરોડને પાર કરી ગઈ
  • બજારમૂડીની દૃષ્ટિએ ટોચની 100 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે.
  • પાંચ ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોકમાં 11 ટકા જેટલો વધારો થયો છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat trent.
માર્કેટ કેપિટલની દૃષ્ટિએ ટ્રેન્ટે ઝોમેટોને પાછળ રાખી દીધી છે.
ટાટા ગ્રૂપની કંપની ટ્રેન્ટ (Trent)નો શેર સતત વધતો જાય છે અને આજે તેણે રેકોર્ડ ઉંચી સપાટી બનાવી હતી. આ સાથે જ આ શેર મોસ્ટ વેલ્યૂડ 100 કંપનીઓમાં સ્થાન મેળવે છે. બુધવારે આ શેરે 1,479ની સપાટી બનાવી હતી. તેના કારણે કંપનીની માર્કેટ કેપિટલ 50,000 કરોડને પાર કરી ગઈ હતી અને બજારમૂડીની દૃષ્ટિએ ટોચની 100 કંપનીઓમાં સામેલ થઈ ગઈ છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં આ સ્ટોકમાં 11 ટકા જેટલો વધારો થયો છે અને ચાલુ વર્ષમાં (યર-ટુ-ડેટ) આ શેર 39 ટકા વધ્યો છે.
કંપનીએ જણાવ્યું કે કોવિડના કારણે ગયા ક્વાર્ટરમાં તેના નાણાકીય દેખાવને અસર થઈ હતી. કોવિડની ત્રીજી લહેર વખતે પણ કેટલાક રિસ્ટ્રિક્શન હતા. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં ટાટા ગ્રૂપની રિટેલ કંપની ટ્રેન્ટે 115 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. જ્યારે એક વર્ષ અગાઉના ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 138 કરોડની ખોટ કરી હતી. ક્વાર્ટર દરમિયાન તેની કામગીરીમાંથી આવક 1803 કરોડ હતી. એક વર્ષ અગાઉ કોવિડના કારણે તેની કામગીરીને અસર થઈ હતી ત્યારની 482 કરોડની આવકની તુલનામાં તેમાં ત્રણ ગણો વધારો થયો છે. આ કંપની 51,912 કરોડની માર્કેટ કેપિટલ સાથે ટોચની 100 કંપનીઓમાં સ્થાન પામી છે. તેણે ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ કંપની ઝોમેટોને પાછળ રાખી દીધી છે. ઝોમેટોની માર્કેટ કેપિટલ રૂ. 49,184 કરોડ નોંધાઈ હતી.

ટ્રેન્ટ માટે Zudio બ્રાન્ડ ગ્રોથ એન્જિન સાબિત થઈ છે. નાણાકીય વર્ષ 2022-24માં તે 50 ટકાના ચક્રવૃદ્ધિદરે ગ્રોથ કરે તેવી શક્યતા છે. તેના વેસ્ટસાઈડ સ્ટોર્સમાં ફેશન એપેરલ, ફૂટવેર અને એસેસરિઝનું વેચાણ કરવામાં આવે છે. તેમાં પુરુષો, મહિલાઓ અને બાળકો માટેના વસ્ત્રો અને ફૂટવેરનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત તે ફર્નિશિંગ અને ડેકોરેશનની ચીજો પણ વેચે છે. ટાટાની ટ્રેન્ટ પાસે વેલ્યૂ ફેશન કોન્સેપ્ટ - ઝુડિયો જેવી બ્રાન્ડ, સ્ટાર માર્કેટ નામે હાઈપરમાર્કેટ અને સુપરમાર્કેટ સ્ટોર ચેઈન છે. આ ઉપરાંત તે ફેમિલી એન્ટરટેન્મેન્ટ કોન્સેપ્ટ લેન્ડમાર્ક પણ ધરાવે છે જેમાં રમકડાં, ફ્રન્ટલિસ્ટેડ બૂક્સ, સ્ટેશનરી અને સ્પોર્ટ્સ મર્ચન્ડાઈઝનો સમાવેશ થાય છે.

1998માં સ્થાપવામાં આવેલી ટાટાની કંપની ટ્રેન્ટ મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવે છે અને સમગ્ર ભારતમાં કામગીરી કરે છે. તે બ્રાન્ડેડ રિટેલ ઈન્ડસ્ટ્રીમાં અગ્રેસર સ્થાન ધરાવે છે. આ કંપની મુખ્યત્વે ચાર ફોર્મેટમાં પોતાના સ્ટોર્સને ઓપરેટ કરે છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story