એપશહેર

આ 4 બેંક આપે છે 8%થી વધુ વ્યાજ,સુરક્ષા અને સારું વળતર ઈચ્છતા હોય તો ફિક્સ ડિપોઝીટનો માર્ગ અપનાવો

દેશની મોટાભાગની બેન્ક અને NBFC તેના સિનિયર સિટીઝન ગ્રાહકોને જનરલ કસ્ટમર્સ પાસેથી એડિશનલ 50 બેસિસ પોઇન્ટ વ્યાજ આપે છે. છેલ્લા કેટલાક મહિનાથી RBI ચોક્કસ સમયાંતરે 4 વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો થયા બાદ તમામ પ્રાઈવેટ અને જાહેર બેન્કોએ FD પરના વ્યાજ દરમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 9 Nov 2022, 12:00 am
ફિક્સ્ડ ડિપોઝીટ (FD)માં રોકાણ કરવું તે અત્યારે સૌથી સારો વિકલ્પ માનવામાં આવે છે. FD કરવાના સંજોગોમાં તમને એક ચોક્કસ અવધિ બાદ ગેરન્ટેડ વળતર મળે છે. આ ઉપરાંત તમારી મૂડી પર કોઈ જ પ્રકારનું જોખમ હોતુ નથી. દેશની મોટાભાગની બેન્ક અને NBFC તેના સિનિયર સિટીઝન ગ્રાહકોને જનરલ કસ્ટમર્સ પાસેથી એડિશનલ 50 બેસિસ પોઇન્ટ વ્યાજ આપે છે. છેલ્લા કેટલાક મહિનાથી RBI ચોક્કસ સમયાંતરે 4 વખત રેપો રેટમાં વધારો કર્યો છે. રેપો રેટમાં વધારો થયા બાદ તમામ પ્રાઈવેટ અને જાહેર બેન્કોએ FD પરના વ્યાજ દરમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
I am Gujarat Bank
બેન્કો ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરો વધારી રહી છે (પ્રતિકાત્મક તસવીર)



બંધન બેન્ક આપી રહી છે 600 દિવસની FD પર 8 ટકા વ્યાજ
બંધન બેન્ક તેના સિનિયર સિટીઝન ગ્રાહકોને 600 દિવસની FD પર 8 ટકા વ્યાજ આપી રહી છે. આ ઉપરાંત બેન્ક 1 વર્ષથી 599 દિવસ અને 601 દિવસથી લઈ 5 વર્ષથી ઓછી FD પર 7.75 ટકા વ્યાજ આપે છે. જ્યારે બેન્ક તેના સિનિયર સિટીઝનને 1 વર્ષથી ઓછી અવધીની FD પર વધારાનું 75 બેસિસ પોઇન્ટ વ્યાજ આપશે. વધેલા તમામ વ્યાજ દર 7મી નવેમ્બરથી લાગૂ થયા છે.

સૂર્યોદય સ્મોલ ફાયનાન્સ બેન્કમાં 999 દિવસની FD પર 8.25 ટકા વ્યાજ
સૂર્યોદય સ્મૉલ ફાયનાન્સ બેન્ક તેના સામાન્ય ગ્રાહકોને 999 દિવસની FD પર 8.1 ટકા જ્યારે તેના સિનિયર સિટીઝન ગ્રાહકોને 8.25 ટકા વ્યાજ આપી રહી છે.

યુનિટી બેન્ક આપી રહી છે 8.30 ટકા વ્યાજ
યુનિટી બેન્કના સિનિયર સિટીઝન ગ્રાહકોને 1 વર્ષ 1 દિવસની FD પર સૌથી વધારે 8.30 ટકા, 1 વર્ષ 1 દિવસથી લઈ 18 મહિનાની FD પર 7.85 ટકા, 18 મહિનાથી 2 વર્ષ સુધીની FD પર 7.90 ટકા, 2 વર્ષથી લઈ 3 વર્ષ સુધીની FD પર 8.15 ટકા તેમ જ 3 વર્ષથી લઈ 5 વર્ષની FD પર 8.15 ટકા વ્યાજ આપી રહી છે.

આ અવધિ દરમિયાન FD પર મળશે 8 ટકા વ્યાજ
AU small finance Bank તેના સિનિયર સિટીઝન ગ્રાહકોને 2 વર્ષથી 3 વર્ષની FD પર 8 ટકા અને 3 વર્ષથી લઈ 45 મહિનાની FD પર 8 ટકા વ્યાજ આપી રહ્યા છે. બેન્કની અધિકૃત વેબસાઈટ પરથી મળેલી માહિતી પ્રમાણે આ વધારવામાં આવેલ વ્યાજ દર 10મી ઓક્ટોબરથી લાગૂ થશે.

Read Next Story