એપશહેર

નવા વિક્રમ સંવતમાં ટાટા સ્ટીલ સહિત 6 સ્ટોક્સ બાજી પલ્ટી નાખશે, ખરીદવા જેવા શેર્સને જાણી લો

Muhurt Trading Tips: એવું માનવામાં આવે છે કે આજના મુહૂર્ત ટ્રેડિંગના દિવસે જે શેર ખરીદ્યા હોય તે આખા વર્ષ દરમિયાન નફામાં રહેશે. અહીં આવા કેટલાક શેર વિશે જણાવ્યું છે જેને ખરીદવા માટે એક્સપર્ટ્સે સલાહ આપી છે. નવા સંવતમાં આ સ્ટોક્સ પર દાવ લગાવો. તેમાં એચસીએલ ટેક, ફેડરલ બેન્ક અને IRCTC જેવા શેરોનો સમાવેશ થાય છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 24 Oct 2022, 4:56 pm
Muhurt Trading Tips: શેરબજારમાં નિયમિત રોકાણ કરનારા લોકોને ખબર જ છે કે આજે મુહૂર્ત ટ્રેડિંગ (Muhurt Trading)નો દિવસ છે. દિવાળીના પર્વ નિમિત્તે લક્ષ્મી પૂજન (Lakshmi Puja)ના દિવસે બજારમાં મુહૂર્તના સોદા કરવામાં આવે છે. આ દરમિયાન બજાર માત્ર એક કલાક માટે ખુલે છે અને લોકો નવા વર્ષની શરૂઆત પંસંદગીના સ્ટોક્સમા લે-વેચ સાથે કરે છે. આજે વિક્રમ સંવત 2079ની શરૂઆત થઈ રહી છે ત્યારે તમારે નવા વર્ષ માટે સારા સ્ટોક્સ પસંદ કરવા જોઈએ.
I am Gujarat Tata steel
ટાટા સ્ટીલનો શેર નવા સંવતમાં ખરીદવાની સલાહ અપાય છે.


આ વખતે પણ BSE અને એનએસઈ (NSE) પર એક કલાક માટે મુહૂર્તના સોદા થશે. દિવાળીએ સાંજે 6.15 વાગ્યાથી 7.15 વાગ્યા સુધી સોદા થશે. એવું માનવામાં આવે છે કે આજના દિવસે જે શેર ખરીદ્યા હોય તે આખા વર્ષ દરમિયાન નફામાં રહેશે. અહીં આવા કેટલાક શેર વિશે જણાવ્યું છે જેને ખરીદવા માટે એક્સપર્ટ્સે સલાહ આપી છે. નવા સંવતમાં આ સ્ટોક્સ પર દાવ લગાવો
ગૌતમ અદાણી બીજા ઉદ્યોગપતિઓ કરતા અલગ કઈ રીતે છે? નવા પુસ્તકમાં રહસ્ય ખુલ્યું
ટાટા સ્ટીલ (Tata Steel)
એક્સિસ સિક્યોરિટીઝે ટાટા સ્ટીલનો શેર મુહૂર્ત ટ્રેડિંગ માટે સૂચવ્યો છે. આ શેર અહીંથી 20 ટકા વધી શકે છે. આ શેર માટે 120નો ટાર્ગેટ ભાવ છે.

IRCTC
રોકાણકારો હવે IRCTCનો શેર પણ ખરીદી શકે છે. આ શેર ખરીદવા માટે કોટક સિક્યોરિટીઝે સલાહ આપી છે. આ શેર અહીંથી 28 ટકા વધવાની શક્યતા છે. આ સ્ટોક માટે 950 રૂપિયાનો ટાર્ગેટ ભાવ અપાયો છે.

અરવિંદ ફેશન (Arvind Fashion)
આનંદ રાઠીએ અરવિંદ ફેશનનો શેર ખરીદવાની સલાહ આપી છે. આ શેર અહીંથી 32 ટકા ઉપર જઈ શકે છે. શેર માટે ટાર્ગેટ ભાવ 400થી 440 રૂપિયા છે. અરવિંદ ફેશનનો શેર હાલમાં બ્રેકઆઉટ થવાની અણી પર છે. આ શેરમાં અપટ્રેન્ડ ટકવાની શક્યતા છે.

CAMS
આનંદ રાઠીએ રોકાણકારોને મુહૂર્ત ટ્રેડિંગમાં આ શેર ખરીદવાની પણ સલાહ આપી છે. આ શેર અહીંથી 39 ટકા વધી શકે છે. આ સ્ટોક માટે ટાર્ગેટ ભાવ 3375 થી 3650 રૂપિયા છે. 2020માં લિસ્ટિંગ પછી શેરમાં ઘણો ઉછાળો આવ્યો છે.
માત્ર સાત રૂપિયાનો બેન્કિંગ શેર 1900ને પાર કરી ગયો, એક લાખના રોકાણ સામે 5.50 કરોડની કમાણી
ફેડરલ બેન્ક (Federal Bank)
એક્સિસ સિક્યોરિટીઝે ફેડરલ બેન્કનો શેર ખરીદવા માટે વારંવાર સલાહ આપી છે. આ શેર અહીંથી 24 ટકા વધી શકે છે. એક્સિસ સિક્યોરિટીઝે આ શેર માટે 165 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે.
બજાજ ફાઈનાન્સમાં નવા વર્ષમાં તોફાની તેજીની શક્યતાઃ નવો ટાર્ગેટ ભાવ જાણો
એચસીએલ ટેક. (HCL Tech)કોટક સિક્યોરિટીઝે એચસીએલ ટેકના શેરને ખરીદવાની સલાહ આપી છે. તાજેતરમાં ઘટાડા પછી આ શેરમાં 880 રૂપિયાની નજીક સપોર્ટ જોવા મળે છે. આ શેર 22 ટકા ઉપર જઈ શકે છે. શેર માટે ટાર્ગેટ ભાવ રૂ. 1250 છે.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story