એપશહેર

નાના શેરમાં ફાયદો મોટો, આજે પણ આ Penny Stocks માં અપર સર્કિટ લાગી

માર્કેટ સતત 7 સેશનથી રેડ ઝોનમાં ટ્રેડ કરી રહ્યું છે જોકે આ પેની સ્ટોક્સ્માં પણ સતત અપર સર્કિટ જોવા મળી રહી છે અને નાનકડા શેરમાં રોકાણકારો ન્યાલ થયા છે.

I am Gujarat 25 Jan 2022, 2:00 pm

હાઈલાઈટ્સ:

આજે અપર સર્કિટમાં બંધ થયેલા પેની સ્ટોક્સ પર નજીકથી નજર રાખો, આગામી સમયમાં મોટો ફાયદો થઈ શકે.

ચણા મમરાના ભાવે મળતા પેની સ્ટોક્સમાં રોકાણકારોના રુપિયા અનેકગણા કરવાની તાકાત હોઈ શકે છે.

જોકે શેર લેતા પહેલા તેની મૂવમેન્ટ, ફંડામેન્ટલ અને તેના કામકાજનો તલસ્પર્શી અભ્યાસ જરુરી છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat these penny stocks are locked in the upper circuit keep close eye on it for coming days
નાના શેરમાં ફાયદો મોટો, આજે પણ આ Penny Stocks માં અપર સર્કિટ લાગી
ભારતીય બજારે આ સપ્તાહના બીજા ટ્રેડિંગ સેશનમાં પણ રેડ ઝોનમાં પોતાની સફર ચાલુ રાખી હતી. BSE સેન્સેક્સ 246 પોઈન્ટ ઘટીને 57,245.33 ના સ્તરે છે. આજે દાલમિયા ભારત સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, બોમ્બે બર્મા ટ્રેડિંગ કોર્પ, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને એક્સિસ બેન્કનો શેર વધ્યા હતા. આ તમામ સ્ક્રીપ્સમાં 6%થી વધુનો વધારો થયો છે. આજે સવારે ટોપ લૂઝર શેરોમાં રામકો સિમેન્ટ્સ, દીપક નાઇટ્રાઇટ, એલ્ગી ઇક્વિપમેન્ટ્સ અને એપોલો પાઇપ્સ હતા, જેમાં પ્રત્યેક 4% કરતા વધુનો ઘટાડો થયો હતો.
Affle India ટૂંકા ગાળામાં આ શેરમાં આવી શકે છે તોફાની તેજી, આજે 8 ટકા ઉછળ્યો
નિફ્ટી 50 પણ 48 પોઈન્ટ ઘટીને 17,100.70 ના સ્તરે છે. બીજી તરફ, નિફ્ટી બેન્ક 273 પોઈન્ટ વધીને 37,220.75ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે અને નિફ્ટી મિડકેપ પણ એ જ રીતે 63 પોઈન્ટ વધીને 8,167.95ના સ્તરે હતો.
નિફ્ટી 50 ઇન્ડેક્સમાં, એક્સિસ બેંક, ભારતી એરટેલ, SBI બેંક, ઇન્ડસલેન્ડ બેંક અને JSW સ્ટીલના શેરમાં આજના સવારના સત્રમાં વધારો થયો છે. બીજી તરફ એશિયન પેઈન્ટ્સ, રિલાયન્સ, વિપ્રો અને HDFC બેન્કનો શેર 1% કરતા વધુ ઘટ્યો છે.
શેરબજારમાં સતત ઘટાડા વચ્ચે પણ આ પેની સ્ટોક્સમાં લાગી રહી છે અપર સર્કિટ
આજે અપર સર્કિટમાં બંધ થયેલા પેની સ્ટોકની યાદી નીચે મુજબ છે. આગામી સત્રો માટે આ કાઉન્ટર્સ પર નજીકથી નજર રાખો.

Sr NoStock NameLTPPrice gain (%)
1Antartica Ltd2.853.64
2MPS infotecnics1.553.33
3Consol Construction2.64
4Kaushalya Infra6.054.31

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝિન.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated and verified

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો