એપશહેર

ગયા વર્ષે આવેલો આ IPO, રૂપિયા 102 કિંમતનો શેર થઈ ગયો 1479, રોકાણકારોને કેટલી બમ્પર કમાણી થઈ

છેલ્લા દોઢ વર્ષમાં અનેક એવી કંપનીઓના પ્રારંભિક જાહેર ભરણા(IPO) આવ્યા અને કેટલીક કંપનીઓએ રોકાણકારોની મૂડી ડૂબાવી છે, જોકે એક એવી કંપની પણ છે કે જેણે રોકાણકારોને તેમની ધારણા કરતાં અનેક ગણું વળતર આપ્યું છે અને તેમને માલામાલ કરી દીધા છે.આ કંપનીનું નામ છે EKI energy services. આ કંપનીએ વર્ષ 2021માં IPO લોંચ થયા બાદ અત્યાર સુધીમાં 1349.02 ટકા વળતર આપ્યું છે.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 20 Nov 2022, 11:40 pm
Multibagger IPO: છેલ્લા એક-દોઢ વર્ષમાં ભલે અનેક કંપનીઓ તેમના પ્રારંભિક જાહેર ભરણા (IPO) સારું વળતર ન આપ્યું હોય, પણ વર્ષ 2021માં એક એવી કંપની પણ છે કે જેણે રોકાણકારોને અનેક ગણું વળતર આપ્યું છે. આ કંપનીનું નામ છે EKI energy services. આ કંપનીએ વર્ષ 2021માં IPO લોંચ થયા બાદ અત્યાર સુધીમાં 1349.02 ટકા વળતર આપ્યું છે.
I am Gujarat Investment
(પ્રતિકાત્મક તસવીર)


કેવું પર્ફોમન્સ રહ્યું છે

આ કંપનીનું જાહેર ભરણું માર્ચ,2021માં આવ્યું હતું. અને કંપનીએ શેરદીઠ ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 102 નક્કી કર્યો હતો. EKI energyનું 7 એપ્રિલ 2021ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે રૂપિયા 140 કિંમત પર લિસ્ટીંગ થયું હતું. શેરની આજને કિંમત રૂપિયા 1478.90 પહોંચી ગઈ છે. એટલે કે શેર તેના લિસ્ટીંગના આશરે એક વર્ષમાં 103 રૂપિયાના ઈશ્યુ પ્રાઈઝથી વધીને રૂપિયા 1,478.90 પર આવી ગયો છે. જેને લીધે શેરધારકોને આશરે 1349.02 ટકા વળતર મળી રહ્યું છે. અલબત ગયા વર્ષે આ કંપનીના શેરનો ભાવ 9 એપ્રિલના રોજ રૂપિયા 40.51 પર પહોંચી ગયો હતો. ત્યારબાદ તેમાં જોરદાર રિકવરી નિકળી છે.

રૂપિયા 12 હજારને પાર થઈ ગયો હતો શેર

કંપનીના શેરનું લિસ્ટીંગ થઈ ગયા બાદ રોકેડની જેમ આ શેરમાં તેજી આવી છે. જાન્યુઆરી, 2022માં આ શેરનો ભાવ રૂપિયા 12,500ને પાર થઈ ગયો હતો. જોકે ત્યારબાદ શેરમાં મોટાપાયે વેચવાલી જોવા મળી રહી છે. આ મલ્ટીબેગર સ્ટોરમાં છેલ્લા એક મહિનામાં 14.13 ટકા કરતા વધારે ઘટાડો થયો હતો, જ્યારે 2022માં તે 43 ટકા કરતાં વધારે ઘટાડો નોંધાવ્યો છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ ખાતે કંપનીના શેરનો ભાવ રૂપિયા 27.50 એટલે કે 1.83 ટક ગગડી રૂપિયા 1,478.90 રહ્યો છે. છેલ્લા બાવન્ન સપ્તાહની નીચી સપાટી રૂપિયા 1,002.75 અને છેલ્લા બાવ્વન સપ્તાહની ઉંચી સપાટી 3,149.99 નોંધાવેલી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો