એપશહેર

સાંજે 6.15થી 7.15 છે મુહૂર્ત ટ્રેડિંગ, ભૂતકાળમાં આ સેશનમાં રોકાણકારોને થયો છે ફાયદો

સેન્સેક્સે ઐતિહાસિક રીતે આ ખાસ ટ્રેડિંગ સેશનમાં પર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, જોકે સામાન્ય રીતે નીચું ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળે છે અને તે ટૂંકા ગાળા દરમિયાન ખૂબ ઓછા શેરમાં મૂવમેન્ટ આવે છે.

I am Gujarat 4 Nov 2021, 1:59 pm
નવી દિલ્હી: આજે ગુરુવારે દેશના સૌથી મોટા તહેવાર દિવાળી નિમિત્તે સ્ટોક એક્સચેન્જો BSE અને NSE માં સાંજે 6.15 થી 7.15 વાગ્યા સુધી વર્ષમાં એક વાર કરવામાં આવતું મુહૂર્ત ટ્રેડિંગ યોજાશે. કારણ કે આ દિવસ સાથે શુભ સમયમાં મુહૂર્ત કરીને હિન્દુ વેપારી સમુદાય પોતાના હિસાબ કિતાબ માટે એકાઉન્ટિંગ કેલેન્ડરના સંવતના પહેલા દિવસનું સ્વાગત કરે છે. આ દિવસે વેપારીઓ ખાસ એક કલાકના સત્રમાં શુભ મુહૂર્તમાં વર્ષનો પહેલો સોદો કરવાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખે છે, આ સેશનનો સમય ગ્રહોની સ્થિતિના આધારે નક્કી કરવામાં આવે છે, કારણ કે પરંપરા મુજબ દીવાના પ્રકાશમાં અને રંગોળીના રંગોની વચ્ચે નવી વ્યવસાયિક પ્રવૃત્તિ શરૂ કરવી શુભ માનવામાં આવે છે.
I am Gujarat today evening muhurt trading in share market historical data shows sensex performance high
સાંજે 6.15થી 7.15 છે મુહૂર્ત ટ્રેડિંગ, ભૂતકાળમાં આ સેશનમાં રોકાણકારોને થયો છે ફાયદો

મેષ રાશિ માટે યશ-કીર્તિ અને આર્થિક સુખ લઈને આવી રહ્યું છે વિક્રમ સંવત 2078
ટ્રેડિંગ સેશન અંગે ઈતિહાસ સૂચવે છે કે દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગ ડેના દિવસે ભાગ્યે જ રોકાણકારો નિરાશ થયા છે, જેમ કે છેલ્લા 15માંથી 11 આ મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ ઊંચા સ્તરે બંધ રહ્યો છે. BSE, જે છ દાયકાથી વધુ સમયથી આ પરંપરાનું પાલન કરી રહ્યું છે, તે આ વર્ષે 4.45 વાગ્યે ઑનલાઇન લક્ષ્મી પૂજનનું આયોજન કરશે, જે પછી સાંજે 5.30 વાગ્યે વેક્સીન વોરિયનરનું સન્માન કરવામાં આવશે. શેડ્યૂલ મુજબ, બ્લોક ડીલ સેશન સાંજે 5.45 થી 6 વાગ્યા સુધી ચાલશે. જે બાદ પ્રી-ઓપન સેશન સાંજે 6 વાગ્યાથી 6:08 વાગ્યાની વચ્ચે યોજાશે. જે પછી મુહૂર્ત ટ્રેડિંગનું સશન શરું થશે.
નવું વર્ષ ધન રાશિ માટે સુખ-શાંતિ લઈને આવશે, નવા સાહસમાં મળશે સફળતા
ટ્રસ્ટલાઇન સિક્યોરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ અપ્રજિતા સક્સેનાએ જણાવ્યું હતું. કે, "તહેવારની પૂર્વસંધ્યાએ આ પ્રતીકાત્મક ખરીદી તરીકે, રોકાણકારો પ્રારંભિક રોકાણની ટોકન ખરીદી કરી શકે છે જે તેમના રોકાણ પર લાંબા ગાળાનું વળતર આપી શકે છે. તેથી, નવા રોકાણકારો માટે બજારમાં પ્રવેશવાનો આ યોગ્ય સમય પણ છે." ઇક્વિટી ઈન્ડેક્સ ઐતિહાસિક રીતે આ ખાસ ટ્રેડિંગ સેશન પર ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, જો કે સામાન્ય રીતે નીચા ટ્રેડિંગ વોલ્યુમ જોવા મળ્યા છે અને તે ટૂંકા ગાળા દરમિયાન ઓછા શેરોમાં મૂવમેન્ટ જોવા મળે છે.
સિંહ રાશિ માટે નવી જવાબદારીઓ સાથે ભૌતિક સુખની વૃદ્ધિ કરનારું રહેશે નવું વર્ષ
ગયા વર્ષે, દિવાળી 14 નવેમ્બરે મનાવવામાં આવી હતી. તે દિવસે BSE સેન્સેક્સ 0.45 ટકા વધીને બંધ થયો હતો. 27 ઓક્ટોબર, 2019ના દિવાળીના દિવસે ઇન્ડેક્સ 0.49 ટકા વધ્યો હતો. 2018 માં, મુહૂર્ત ટ્રેડિંગ પર 30-પેક ઇન્ડેક્સ રોઝ 0.70 ટકા વધ્યો હતો. જ્યારે 2017, 2016, 2012 અને 2007માં મુહૂર્ત ટ્રેડિંગ સેશન દરમિયાન ઇન્ડેક્સમાં નજીવી ખોટ જોવા મળી હતી.

ઓક્ટોબર 28, 2008 એ ખાસ દિવસ હતો જ્યારે એક કલાકના મુહૂર્ત ટ્રેડિંગ સેશન દમરમિયાન સેન્સેક્સે 5.86 ટકા ચઢીને ઘણાને ચોંકાવી દીધા હતા. તે દિવસ માટે 9,008 પર સ્થાયી થયો, પરંતુ વૈશ્વિક નાણાકીય કટોકટી આવી પડતાં બાકીના વર્ષ માટે તે રેન્જબાઉન્ડ જ રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો