એપશહેર

Stock advice: ઓલટાઈમ હાઈ પર પહોંચીને પણ વધી શકે છે Tata Coffeeનો શેર

છેલ્લા એક વર્ષમાં આ શેર 91.15 રુપિયાના લૉથી બમણાથી પણ વધીને 254 રુપિયાનો ઓલટાઈમ હાઈ બનાવી ચૂક્યો છે

DSIJ 21 Jan 2022, 12:58 pm

હાઈલાઈટ્સ:

  • 4100 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની આ સેક્ટરની સૌથી મજબૂત સ્મોલકેપ કંપનીમાંની એક
  • ટેકનિકલ પેરામીટર્સ પણ આ શેરમાં હાલના લેવલથી મજબૂત તેજીના સંકેત આપી રહ્યા છે
  • શોર્ટ અને મીડ ટર્મમાં આ શેરે પોતાની પ્રતિસ્પર્ધી કંપનીઓ કરતાં સારું રિટર્ન કમાવી આપ્યું
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat coffee
પ્રતિકાત્મક તસવીર
ટાટા ગ્રુપની માલિકીની કંપની ટાટા કોફી સમગ્ર દેશમાં કોફી, ચા અને તેને લગતી પ્રોડક્ટ્સના ઉત્પાદન, ટ્રેડિંગ અને ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકળાયેલી છે. 4100 કરોડ રુપિયાનું માર્કેટ કેપિટલાઈઝેશન ધરાવતી આ કંપની આ સેક્ટરની સૌથી મજબૂત સ્મોલકેપ કંપનીઓમાંની એક માનવામાં આવે છે.
52 વીકમાં આ શેર 91.15 રુપિયાનો લૉ જ્યારે 254 રુપિયાનો હાઈ બનાવી ચૂક્યો છે. 20 જાન્યુઆરીએ તે 219 રુપિયાની સપાટી પર બંધ થયો હતો. તેણે આ દિવસે 224નો હાઈ જ્યારે 216નો લૉ બનાવ્યો હતો. છેલ્લા એક મહિનામાં આ શેર 199 રુપિયાથી વધીને 220ની સપાટીને વટાવી ચૂક્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ શેર 221 રુપિયાની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.

Expert's advice: ઈલેક્ટ્રિક વ્હીકલની વધતી ડિમાન્ડ વચ્ચે કયા શેર્સમાં છે કમાણીના ચાન્સ?
માર્કેટમાં હાલ સેન્ટિમેન્ટ ખરડાયેલું છે ત્યારે પણ આ શેરમાં પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે. વધુમાં તે પોતાની ડાઉનવર્ડ સ્લોપિંગ ટ્રેન્ડલાઈનને તોડવાની પણ તૈયારીમાં છે. જેને જોતા કહી શકાય કે આ શેર શેર 232 રુપિયાની સપાટીને ટેસ્ટ કર્યા બાદ 254 રુપિયાના પોતાના ઓલટાઈમ હાઈને સ્પર્શી શકે છે. છેલ્લા એક મહિનામાં જ આ શેરમાં 10 ટકા જેટલી તેજી જોવા મળી છે. જો એક વર્ષના તેના પર્ફોમન્સ પર નજર નાખીએ તો તે 90 ટકા જેટલું રિટર્ન જનરેટ કરી ચૂક્યો છે. આમ, શોર્ટ અને મિડ ટર્મમાં સારું પર્ફોમ કરીને તેણે બ્રોડર માર્કેટ અને પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં સારું રિટર્ન કમાવી આપ્યું છે.

આ સ્ટોકના ટેકનિકલ પેરામીટર્સ પણ તેમાં તેજીનો સંકેત આપી રહ્યા છે. તેની ADX વધીને 20 પર પહોંચી ગઈ છે, જે તેમાં સ્ટ્રોંગ ટ્રેન્ડ સૂચવે છે. આ ઉપરાંત, તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ (RSI) પણ 60 પર પહોંચ્યો છે. આ સ્ટોક શોર્ટ અને લોંગ ટર્મની મૂવિંગ એવરેજથી પણ ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તેની મૂવિંગ એવરેજ અપવર્ડ સ્લોપ બનાવી રહી છે, જે આ સ્ટોક હજુ પણ ઉપર જશે તેનો સંકેત આપે છે.

આ તમામ બાબતોને ધ્યાનમાં લેતા આ શેરને ટ્રેડર્સ પોતાના વોચલિસ્ટમાં રાખી શકે છે.

આ પ્રકારના વધુ આર્ટિકલ્સ વાંચવા માટે સબસ્ક્રાઈબ કરો દલાલ સ્ટ્રીટ ઈન્વેસ્ટમેન્ટ જર્નલ, નંબર-વન ઈક્વિટી રિસર્ચ અને ઈન્વેસ્ટમેન્ટ મેગેઝીન.

Disclaimer: This above is third party content and TIL hereby disclaims any and all warranties, express or implied, relating to the same. TIL does not guarantee, vouch for or endorse any of the above content or its accuracy nor is responsible for it in any manner whatsoever. The content does not constitute any investment advice or solicitation of any kind. Users are advised to check with certified experts before taking any investment decision and take all steps necessary to ascertain that any information and content provided is correct, updated and verified.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો