એપશહેર

વોલેટાઈલ માર્કેટમાંથી પણ તગડી કમાણી કરવી હોય તો વિજય કેડિયાની આ સલાહ માની લો

Vijay Kedia Investment Tips: શેરબજારના ખેલાડીઓ ક્યારેય વોલેટિલિટીથી ગભરાતા નથી હોતા. ઉલ્ટાનું તેઓ વોલેટાઈલ બજારમાંથી જ વધારે નફો કમાઈ શકતા હોય છે. જાણીતા રોકાણકાર વિજય કેડિયા આ વાતનું ઉદાહરણ છે. અત્યારે બજારમાં ઉથલપાથલ ચાલે છે ત્યારે તેમણે રોકાણકારોને કેટલીક સલાહ આપી છે જેના દ્વારા વોલેટાઈલ બજારમાં પણ ટકી શકાય છે અને નફો કરી શકાય છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 18 Sep 2022, 1:48 pm
Stock Investment Tips: શેરબજારના ખેલાડીઓ ક્યારેય વોલેટિલિટીથી ગભરાતા નથી હોતા. ઉલ્ટાનું તેઓ વોલેટાઈલ બજારમાંથી જ વધારે નફો કમાઈ શકતા હોય છે. જાણીતા રોકાણકાર વિજય કેડિયા આ વાતનું ઉદાહરણ છે. અત્યારે બજારમાં ઉથલપાથલ ચાલે છે ત્યારે તેમણે રોકાણકારોને કેટલીક સલાહ આપી છે જેના દ્વારા વોલેટાઈલ બજારમાં પણ ટકી શકાય છે અને નફો કરી શકાય છે. એક મુલાકાતમાં કેડિયાએ અત્યંત મહત્ત્વની વાત કરતા કહ્યું કે કોઈ ચીજ કાયમી નથી હોતી. તમારા ઈમોશન, તમારા વિચારો, લોકો, જીવન, FIIનું વેચાણ, ફુગાવો, યુદ્ધ અને મંદીનું બજાર એ બધું અમુક સમય પૂરતું ચાલે છે. તેથી તમે લાગણીઓ પર અંકુશ મેળવો તો કોઈ પણ બજારમાં કમાણી કરી શકાય છે.
I am Gujarat vijay kedia tips
વોલેટાઈલ બજારમાંથી કમાણી કરવા અંગે વિજય કેડિયાએ મહત્ત્વની ટિપ્સ આપી છે


કટોકટીમાં પણ કમાણી કરો
વિજય કેડિયા માને છે કે બજારમાં ટૂંકા ગાળાની કટોકટી આવે તે લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ માટે બહુ મોટી તક ઉભી કરે છે. કારણ કે આ સમયે તમે સારી ક્વોલિટીના શેરો અત્યંત ભારે ડિસ્કાઉન્ટ ભાવે ખરીદી શકો છો. લાંબા ગાળાના રોકાણકારો પોતાની પસંદગી પર ભરોસો કરવો જોઈએ. તેમણે ફુગાવો, FIIનું સેલિંગ, જિયોપોલિટિકલ તણાવ વગેરે ટૂંકા ગાળાના સેન્ટીમેન્ટની ચિંતા કરવી ન જોઈએ. વિજય કેડિયાએ આ મહિને એક ટ્વિટ પણ કરી હતી તેમાં તેમણે કહ્યું કે ભારતીય બજાર હવે એફઆઈઆઈના સેલિંગમાં અને રશિયા-યુક્રેન યુદ્ધની અસરમાંથી બહાર આવી ગયું છે. તેથી રોકાણકારો કોઈની સાથે એટેચમેન્ટ રાખવાની જરૂર નથી.

2021ના અંતમાં FIIએ બલ્કમાં વેચવાલી શરૂ કરી ત્યારે દલાલ સ્ટ્રીટમાં ગભરાટનો માહોલ હતો અને આ માહોલ 2022 સુધી ચાલુ રહ્યો હતો. પરંતુ હવે વિદેશી ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો પણ ભારતીય બજારમાંથી શેર ખરીદી રહ્યા છે. તેવી જ રીતે ચાલુ વર્ષે દલાલ સ્ટ્રીટમાં ભારે સેલ ઓફ પછી બજારે જોરદાર બાઉન્સ બેક કર્યો છે.

ડોલર ઈન્ડેક્સની બજાર પર અસરયુએસ ફેડની આગામી બેઠકમાં વ્યાજનો દર લગભગ એક ટકા વધે તેવી શક્યતા છે. તેના કારણે ડોલર ઈન્ડેક્સ લગભગ 110ના સ્તરે પહોંચ્યો છે. જેનાથી ઇક્વિટી અને ગોલ્ડ જેવી એસેટ પર પ્રેશર આવ્યું છે. વિજય કેડિયાની વાત માનીએ તો લોંગ ટર્મ ઈન્વેસ્ટર્સ પાસે આ કટોકટીનો સામનો કરવા માટે વધુ સારી તક છે. તેમના માટે આ કટોકટી કામચલાઉ છે અને ક્વોલિટી શેરો ખરીદવાનો યોગ્ય સમય છે. શુક્રવારે સેન્સેક્સમાં લગભગ 1100 પોઈન્ટનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો કડાકો આવ્યો હતો. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 6.18 લાખ કરોડનું ધોવાણ થયું હતું. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરો ઘટ્યા હતા અને માત્ર ઈન્ડસઈન્ડ બેન્કનો શેર વધ્યો હતો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story