એપશહેર

દેવામાં ડૂબેલી VI દેવાળું ફૂંકવાના આરે, 15 કરોડ 2G યુઝર્સનું શું થશે?

કંપનીના કુલ 27 કરોડ જેટલા સબ્સક્રાઇબર્સ છે જેમાંથી 11.9 કરોડ વાયરલેસ બ્રોડબેન્ડ અને 3G/4G નેટવર્ક સાથે જોડાયેલા છે જ્યારે 15 કરોડ સબ્સક્રાઇબર્સ 2G નેટવર્સ સાથે જોડાયેલા છે, જે મોટાભાગના મજૂર વર્ગના છે

I am Gujarat 14 Aug 2021, 10:27 pm
નવી દિલ્હીઃ દેવામાં ડૂબી ચૂકેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયા (VI) માટે હવે મોટાભાગના રસ્તાઓ બંધ થઇ ચૂક્યા છે. એક સમયે ટેલિકોમ ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારી આ કંપનીએ બંધ થવાના કગારે પહોંચી ગઇ છે. નિષ્ણાંતોના મત મુજબ જો આમ બન્યું તો એની સૌથી મોટી અને ગંભીર અસર કંપનીના 2G સબ્સક્રાઇબર્સ પર પડશે. જેમની સંખ્યા 15 કરોડની આસપાસ છે અને મોટાભાગના લોકો મજૂર વર્ગના છે. જો Vodafone Idea દેવાળું ફેૂંકે તો અન્ય કંપનીઓ પોર્ટેબલ થવામાં ગ્રાહકોમાં વધારે પૈસા ખર્ચવા પડશે. રિલાયન્સ Jioમાં જવા માટે 4G ફોન ખરીદવો પડશે કારણ કે કંપની પાસે 2G નેટવર્ક નથી.
I am Gujarat vodafone idea collapse may harmfull for its crores subscribers
દેવામાં ડૂબેલી VI દેવાળું ફૂંકવાના આરે, 15 કરોડ 2G યુઝર્સનું શું થશે?


વોડાફોન આઇડિયાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી રિવ્યુ પીટિશનમાં કહ્યું છે કે, જો તે દેવાળું ફૂંકે છે તો સીધી અસર એના 27 કરોડથી વધુ સબ્સક્રાઇબર્સ પર પડશ. જેમાંથી 11.9 કરોડ વાયરલેસ બ્રોડબેન્ડ કે 3G કે 4G સબ્સક્રાઇબર્સ છે. જ્યારે બાકીના 15 કરોડ સબ્સક્રાઇબર્સ 2G નેટવર્ક સાથે જોડાયેલા છે. કંપનીના એક એક્ઝિક્યુટિવનું કહેવુ છે કે, VI બંધ થશે તો Airtel ટેરિફમાં વધારો કરશે જેથી VIના ગ્રાહકો એની સાથે જોડાય તો સર્વિસ માટે પેમેન્ટ કરી શકે.

કંપનીના 2G સબ્સક્રાઇબર્સમાં મોટાભાગના લોકો મજૂર વર્ગના છે. જે લોકો લો ક્વોલિટી ફોનનો ઉપયોગ કરી રહ્યા છે જેના કારણે નેટવર્ત પ્રોબ્લેમ આવશે. આ માટે એરટેલ એ આવા સબ્સક્રાઇબર્સથી દૂર રહેવું જોઇએ.

જોકે વોડાફોન આઇડિયા બંધ થાય તો એના 2G સબ્સક્રાઇબર્સ ને જ સૌથી વધુ પડકારો ઝેલવા પડશે. આ માટે નિષ્ણાંતો પણ કહી રહ્યા છે આ કેટેગરીના સબ્સક્રાઇબર્સ માટે Jio અને Airtel એ સસ્તા 4G હેન્ડસેટ અથવા 4G ફીચર ફોન લાવા પડશે. આ સાથે એમને સબસિડી પણ આપવી પડશે જેથી આ યુઝર્સ કંપનીના પ્લાન સરળતાથી ખરીદી શકે. જીયોએ ગગૂલ સાતે મળીને સસ્તો સ્માર્ટફોન બનાવ્યો છે. જે 3 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે.

આ પરિસ્થિતિને લઇને કેટલાક નિષ્ણાંતોનું માનવુ છે કે આવા ગ્રાહકોની સુરક્ષાની જવાબદારી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)ની છે અને આ મુદ્દે એ સક્રિય રહશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો