એપશહેર

Yes Bank Shares: યસ બેન્કના ત્રિમાસિક રિઝલ્ટ પછી હવે આ શેર ખરીદાય કે વેચવા જોઈએ?

Yes Bank Shares: યસ બેન્કે તેના ત્રિમાસિક રિઝલ્ટની જાહેરાત કરી છે જેમાં તેનો ચોખ્ખો નફો 32 ટકા ઘટીને 153 કરોડ નોંધાયો હતો. એક વર્ષ અગાઉના સમયગાળામાં યસ બેન્કે 225 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. આ બેન્કના રિઝલ્ટના કારણે રોકાણકારોને નિરાશા મળી છે. બજારના એક્સપર્ટ્સે આ શેર માટેના ટાર્ગેટભાવમાં ફેરફાર જાહેર કર્યા છે.

Authored byઅજિત ગઢવી | ETMarkets.com 25 Oct 2022, 12:03 pm
Yes Bank Shares: યસ બેન્કે તેના ત્રિમાસિક રિઝલ્ટની જાહેરાત કરી છે જેમાં તેનો ચોખ્ખો નફો 32 ટકા ઘટીને 153 કરોડ નોંધાયો હતો. એક વર્ષ અગાઉના સમયગાળામાં યસ બેન્કે 225 કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો. કંપનીની કોર નેટ ઈન્ટરેસ્ટની આવક 37 ટકા વધીને 1991 કરોડ થઈ હતી. જ્યારે તેની લોનમાં 11 ટકાનો ગ્રોથ નોંધાયો હતો. ICICI સિક્યોરિટીઝે આ રિઝલ્ટ અંગે જણાવ્યું કે અપેક્ષિત ક્રેડિટ કોસ્ટ 1.1 ટકા કરતા ઉંચો આવ્યો છે. આ લખાય છે ત્યારે યસ બેન્કનો શેર એક ટકા જેટલો ઘટીને 15.65 પર ચાલે છે. છેલ્લા એક મહિનામાં આ શેરમાં 0.65 ટકાનો વધારો થયો છે જ્યારે છેલ્લા છ મહિનાની અંદર આ શેર 13.45 ટકા વધ્યો છે.
I am Gujarat yes bank
યસ બેન્કના શેર પર રિઝલ્ટ પછી પ્રેશરમાં વધારો થયો છે.

HDFC બેન્કના શેર કાઢીને PSU બેન્કો ખરીદવા વિચારતા હોવ તો સાવધ રહો
2022માં અત્યાર સુધીમાં યસ બેન્કના શેરમાં 11 ટકાનો વધારો થયો છે જ્યારે છેલ્લા એક વર્ષમાં આ શેર 17 ટકા વધ્યો છે. યસ બેન્કના રિઝલ્ટે એક રીતે બજારને નિરાશા જ આપી છે અને તેના કારણે દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ સમયે આ શેરમાં ત્રણ ટકાનો ઘટાડો આવ્યો હતો.
Multibagger Diwali picks: આગામી દિવાળી સુધીમાં તમારી મૂડી ડબલ કરી નાખે તેવા પાંચ શેર કયા છે?
એક્સપર્ટ્સ કેટલો ટાર્ગેટ આપે છે
યસ બેન્ક (Yes Bank)ના પરિણામ પછી ICICI સિક્યોરિટીઝે યસ બેન્કના શેર માટે હોલ્ડ રેટિંગ આપીને 15.70 રૂપિયાનો ટાર્ગેટ ભાવ આપ્યો છે. બ્રોકરેજ માને છે કે કંપનીના ઓપરેટિંગ મેટ્રિક્સમાં ફેરફાર થયો છે અને ફ્રેન્ચાઈઝી વધારે સ્ટેબલ બની છે. જોકે, સપ્લાયને લગતા પડકાર યથાવત છે. અન્ય એક બ્રોકરેજે તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું કે પ્રોવિઝનમાં વધારો થવાના કારણે યસ બેન્કના નેટ અર્નિંગમાં 32 ટકાનો ઘટાડો થયો છે. એડવાન્સ્ડ ગ્રોથ 3.2 ટકાના સ્તરે હતો. શેરમાર્કેટના એનાલિસ્ટ નિર્મલ બંગ આ શેર માટે 14.80નો ટાર્ગેટ ભાવ આપે છે.
માત્ર સાત રૂપિયાનો બેન્કિંગ શેર 1900ને પાર કરી ગયો, એક લાખના રોકાણ સામે 5.50 કરોડની કમાણી
અન્ય એક બ્રોકરેજ હાઉસ યસ બેન્કના શેર માટે સેલ રેટિંગ આપે છે અને તેને રૂ. 14.80નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. કંપની તેની બ્રાન્ચની સંખ્યા વધારી રહી છે અને ટેકનોલોજી પાછળ પણ રોકાણ કર્યું છે. નાણાકીય વર્ષ 2023 સુધીમાં તે ફંડ એકત્ર કરવાની યોજના ધરાવે છે અને આ માટે આરબીઆઈની મંજૂરી મળે તેની રાહ જોવાય છે.
અંબિકા ફટાકડાઃ અમદાવાદના ચાર્ટર્ડ એકાઉન્ટે ફટાકડા ઉદ્યોગની સિકલ બદલી નાખી
20થી વધુ સેક્ટર્સની એક્સક્લુઝિવ અને ઊંડાણપૂર્વકની માહિતી મેળવવા માટે વાંચો ઈકોનોમિક ટાઈમ્સ. સબસ્ક્રાઈબ કરવા માટે ક્લિક કરો.
Disclaimer: આ લેખનો હેતુ માત્ર માહિતી આપવા માટેનો છે. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.
લેખક વિશે
અજિત ગઢવી
અજિત ગઢવી લગભગ 22 વર્ષથી પત્રકારત્વના ક્ષેત્રમાં છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સ સાથે ગ્રેજ્યુએશન કર્યા પછી આ યુનિવર્સિટીમાંથી જ માસ્ટર ઈન જર્નલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો છે. તેમણે અમદાવાદમાં ઈકોનોમિક ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર અને મેટ્રોમાં કામ કરવા ઉપરાંત રાજકોટના જયહિંદ, સાંજ સમાચાર અખબારોમાં કામ કર્યું છે. તેઓ પ્રિન્ટ અને ડિજિટલ મીડિયામાં ન્યૂઝ એડિટિંગ અને કન્ટેન્ટ ક્રિયેશનનો અનુભવ ધરાવે છે.... વધુ વાંચો

Read Next Story