એપશહેર

ઝોમેટોના શેરે પહેલા જ દિવસે આ 18 વ્યક્તિઓને બનાવી દીધા કરોડપતિ

ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ શુક્રવારે શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી. આ સાથે જ 18 લોકો એક સાથે કરોડપતિ બની ગયા છે.

I am Gujarat 24 Jul 2021, 4:07 pm
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ શુક્રવારે શેર બજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી. તેની આ એન્ટ્રી સાથે જ 18 વ્યક્તિઓને ડોલર મિલિયોનર એટલે કે 10 લાખ ડોલરના માલિત બનાવી દીધા છે. દિવસના કારોબારના અંતે કંપનીના કો ફાઉન્ડર અને સીઇઓ દિપેન્દ્ર ગોયલની નેટવર્થ 4650 કરોડ રુપિયા (62.4 કરોડ ડોલર) થઈ ગઈ છે. ઝોમાટોમાં દિપેન્દ્રનો 5.5 ટકા ભાગ છે, જેમાં ઈસોપ્સ (Esops)નો પણ સમાવેશ છે.
I am Gujarat zomatos stock made these 18 individuals millionaires on the first day
ઝોમેટોના શેરે પહેલા જ દિવસે આ 18 વ્યક્તિઓને બનાવી દીધા કરોડપતિ

ચંદ્રમાની રાશિ કર્કમાં બુધનું મોટું રાશિ પરિવર્તન, 12 રાશિઓ પર થશે મોટી અસર
આ જ રીતે કંપનીના કો ફાઉન્ડર અને ચીફ ટેક્નોલજી ઓફિસર ગુંજન પાટીદારના શેર અને ઇસોપ્સની કિંમત રુ. 363 કરોડ પર પહોંચી ગઈ છે. આ જ રીતે અન્ય કો ફાઉન્ડર અને ન્યૂ બિઝનેસ હેડ મોહિત ગુપ્તાના ઇસોપ્સની કિંમત 195 કરોડ રૂપિયા થઈ ગઈ છે. 2019 માં કો ફાઉન્ડર બનાવવામાં આવેલા અને સપ્લાય ફંક્શનના હેડ તરીકે નિયુક્ત કરવામાં આવેલા ગૌરવ ગુપ્તાના સ્ટોક ઓપ્શન્સની કિંતમ પણ રુ .179 કરોડમાં પહોંચી ગઈ છે. તેવી જ રીતે તાજેતરમાં સહ-સ્થાપક બનાવવામાં આવેલા આકૃતિ ચોપરાના ઇસોપ્સની કિંમત 149 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. શુક્રવારે બજાર બંધ થયા પછી ઝોમાટોના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અક્ષત ગોયલના ઇસોપ્સની કિંમત 114 કરોડ રૂપિયા હતી.
30 વર્ષોમાં મોંઘવારી કેટલી વધી અને સામે તમારી સેલેરી કેટલી વધી? જવાબ રાહત આપશે
શેર માર્કેટમાં ધમાકેદાર એન્ટ્રી

શુક્રવારે ઝોમેટાના શેર તેની ઇશ્યૂ કિંમતના 50 ટકાથી વધુ પ્રીમિયમ ભાવ પર લિસ્ટિંગ થયા હતા. પાછળથી બીએસઈમાં તેની ઓપનિંગ કિંમત રુ.115 ની સરખામણીએ 9 ટકાના વધારા સાથે રુ.125.85 પર બંધ થયા. ગયા અઠવાડિયે ઝોમેટોનો આઈપીઓ 40.38 ગણો ભરાયો હતો. આ આઇપીઓથી ઝોમેટો કર્મચારીઓને ચાંદી-ચાંદી થઈ ગઈ છે. કંપનીના હેડ ઓફ ઇવેન્ટ્સ ચૈતન્ય માથુરના સ્ટોક ઓપ્શન્સની કિંમત 67 કરોડ રૂપિયા અને હ્યુમન રિસોર્સ અને ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ દામિની સોહનીના સ્ટોકની કિંમત રુ. 43 કરોડ થઈ ગઈ છે.

આ જ રીતે નોન પ્રોફિટ સંસ્થા ફિડિંગ ઇન્ડિયાના ફાઉન્ડર અંકિત ક્વાત્રાની ઈસોપ્સ હોલ્ડિંગ્સની કિંમત રુ. 105 કરોડ થઈ ગઈ છે. ઝોમેટોએ 2019માં ફીડિંગ ઇન્ડિયાને ટેકઓવર કરી હતી. કંપનીનાના ત્રણ મુખ્ય સ્ટોક ઓપ્શન્સ ટ્ર્સ્ટ છે. જેમાં Foodiebay Employees ESOP Trustની નેટવર્થ 3522 કરોડ રુપિયા થઈ ગઈ છે. જ્યારે માર્ચમાં બનાવવામાં આવેલા નવા ઈસોપ્સ ટ્ર્સ્ટની નેટવર્થ 6324 કરોડ રુપિયા છે.

શું હોય છે ઈસોપ (ESOP)

અનેક કંપનીઓ પોતાના કર્મચારીઓ ખાસ કરીને સીનિયર સ્ટાફને ખાસ પ્રક્રિયા હેઠળ પોતાના શેર ખરીદવાની તક આપે છે. આ પ્રક્રિયાને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન (ESOP) કહેવાય છે. આ પ્રક્રિયા અંતર્ગત કંપની એક રીતે પોતાના સ્ટાફને કંપનીના શેર ખરીદવાના હક આપે છે. કર્મચારી આ પ્રક્રિયા હેઠળ મળેલા અધિકારથી કંપનીના શેર ખરીદી શકે છે. જોકે આ માટે કોઈ બંધન નથી હોતું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો