એપશહેર

બજારમાં કોઈ રાહત નહીં: સતત બીજા સેશનમાં તોતિંગ કડાકો

I am Gujarat 13 Mar 2020, 9:35 am
74604932મુંબઈ: શેરબજારમાં કોરોના ઈફેક્ટનો ઝટકો આજે પણ જારી રહ્યો હતો. શુક્રવારે સતત બીજા સેસનમાં સેન્સેક્સ 3099 પોઈન્ટ્સ ગુમાવીને ટ્રેડ થઈ રહ્યો હતો.
I am Gujarat news 635
બજારમાં કોઈ રાહત નહીં: સતત બીજા સેશનમાં તોતિંગ કડાકો


આજે સવારે પણ નીચે ગેપમાં ખૂલ્યા બાદ સેન્સેક્સ વધુ ગગડ્યો હતો. સવારથી જ શેરબજારમાં ઓલરાઉન્ડ લેવાલીથી બજારમાં સોપો પડી ગયો હતો. ટ્રાવેલ પર પ્રતિબંધ, યસ બેન્ક સંકટ, ક્રૂડના ભાવમાં ઘટાડો વગેરે પરિબળોને કારણે બજાર મંદીવાળાઓની પકડમાં આવી ગયું હતું અને રાહતના કોઈ અણસાર જણાતા ન હતા.

શુક્રવારે સવારે 9.25 વાગ્યે BSE બેન્ચમાર્ક સેન્સેક્સ 3099 પોઈન્ટ્સ અથવા 9.46 ટકા ગગડીને 29,678.20 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું હતું. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 996.10 પોઈન્ટ્સ અથવા 10.07 ટકાના તોતિંગ ઘટાડા સાથે 8,624.05 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 9.06 ટકા અને 9.23 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજારમાં સવારથી જ ગભરાટભરી વેચવાલી થતાં હાહાકાર મચી ગયો હતો. આજે સવારે IT, મેટલ, ટેકનો, એનર્જી, ઓટો, પાવર, રિયલ્ટી, બેન્ક અને કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં HCL ટેકનો 15.60 ટકા, ટેક મહિન્દ્રા 15 ટકા, કોટક બેન્ક 14.96 ટકા, TCS 14.37 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક 14.35 ટકા, એક્સિસ બેન્ક 13.47 ટકા, NTPC 13.35 ટકા, મારુતિ 13.20 ટકા, ITC 12.61 ટકા, હિરો મોટોકોર્પ 12.58 ટકા, SBI 12.48 ટકા, ONGC 11.42 ટકા અને M&M 11.31 ટકાનો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો