એપશહેર

સેન્સેક્સ ડાઉન: રિયલ્ટી, મેટલ શેર્સ તૂટ્યા

I am Gujarat 16 Mar 2020, 2:03 pm
74650547મુંબઈ: કોરોના મહામારીના ભયથી સોમવારે વૈશ્વિક રાહે BSE સેન્સેક્સ 2000 પોઈન્ટ્સ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.
I am Gujarat news 640
સેન્સેક્સ ડાઉન: રિયલ્ટી, મેટલ શેર્સ તૂટ્યા


આજે સવારે 14.00 વાગ્યે BSE સેન્સેક્સ 1981.09 પોઈન્ટ્સ અથવા 5.81 ટકાના ઘટાડા સાથે 32,122.39 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 560.30 પોઈન્ટ્સ અથવા 5.63 ટકા ગગડીને 9394.90 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 4.48 ટકા અને 4.59 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારથી જ રિયલ્ટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ, ફાઈનાન્સ, બેન્ક, પાવર, ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક, ICICI બેન્ક, ટાઈટન, એક્સિસ બેન્ક, HDFC, બજાજા ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ITC, ONGC, SBIનો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો