એપશહેર

નિફ્ટીમાં 8,700 સુધીનો પ્રોત્સાહક ઉછાળો સંભવ

I am Gujarat 14 Jul 2016, 4:56 am
નિફ્ટી ઈન્ડેક્સમાં ૮,૨૫૦ના તાજેતરના નીચેના સ્તરેથી તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે અને બેન્ચમાર્કે ૮,૫૦૦ની સપાટી કૂદાવી હતી. નિફ્ટીમાં ૮,૫૦૦-૮,૫૫૦ નજીકની પ્રતિકાર સપાટી રહેશે અને આ મહત્વનો અવરોધ પાર કરવો જરૂરી રહેશે. વર્તમાન તેજીની પેટર્નમાં આ સ્તરે કૂદાવવું અત્યંત આવશ્યક બની રહે છે અને આ સ્તર ઉપર નિકળ્યા બાદ ઈન્ડેક્સમાં ૮,૬૫૦ અને ૮,૭૦૦ સુધીનું લેવલ ઝડપથી જોવા મળી શકે છે. આગામી કેટલાક સપ્તાહમાં સાનુકૂળ સંકેતો પાછળ નિફ્ટીમાં ૮,૭૦૦ સુધીનો ઉછાળો સંભવ છે.
I am Gujarat nifty may witness surge upto 8700
નિફ્ટીમાં 8,700 સુધીનો પ્રોત્સાહક ઉછાળો સંભવ


બેન્ક નિફ્ટીના ડેઈલી ચાર્ટ પર નજર કરતા ઈન્ડેક્સમાં તાજેતરની ઊંચી સપાટી ઉપર બંધ રહેવામાં સફળતા મળી હતી. બેન્ક નિફ્ટીમાં નજીકનો ટેકો જળવાઈ રહેતા મોમેન્ટમ સૂચકાંકો સકારાત્મક રહેવાના સંકેત આપે છે. ઈન્ડેક્સમાં મજબૂત ટેકા સાથે ઉપરમાં ૧૮,૬૫૦-૧૮,૭૦૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. આ લેવલ ક્રોસ થતા વધુ નક્કર સુધારા દ્વારા ૧૮,૮૫૦ અને ૧૮,૯૫૦નું સ્તર જોવાશે. ઘટાડે ૧૮,૫૦૦ આસપાસ ટેકો રહેશે. આ સ્તર આસપાસ બેન્ચમાર્ક ટકી રહેવામાં સફળ રહ્યો હતો અને ત્યારબાદ વધુ ઉછાળો જોવા મળ્યો હતો. એકંદરે તેજીનો કરંટ યથાવત્ રહેવાના પ્રોત્સાક સંકેતો મળે છે. નજીકના સમયગાળામાં ઓટો ક્ષેત્રેનું પ્રદર્શન દમદાર રહેવાની અપેક્ષા છે અને એમએન્ડએમમાં મધ્યમ ગાળામાં ટ્રેન્ડ રિવર્સલના સંકેતો મળી રહ્યા હોવાથી શેર પુન: તેજીના પાટે પુરપાડ દોડી શકે છે. તાજેતરમાં ઊંચી સપાટીએથી બ્રેકઆઉટ જોવા મળ્યા બાદ આ કાઉન્ટરમાં સુધારાનો નવો તબક્કો જોવા મળ્યો હતો અને આરએસસી રેશિયો તેમજ ભાવ ઊંચા રહેતા શેર આઉટપર્ફોર્મર સાબિત થયો હતો. ટોચેથી આંશિક ઘટાડો જોવા મળ્યો હતો જે કરેક્શનના ભાગરૂપે હતો પરંતુ ઓવરસોલ્ડ સ્તરેથી શેરમાં વધુ એક વખત પોઝિશન ઉભી થઈ રહી હોવાથી ટ્રેન્ડ રિવર્સલ નિશ્ચિત છે. શેરમાં ઉપરમાં નવી ટોચ બનવાની સંભાવના છે અને સકારાત્મક વેચાણ થકી એમએન્ડએમનો ટાર્ગેટ રૂ.1,650/1,750નો રહેશે.

મેક્લોઈડરસેલમાં ૧૯૦ની મહત્વની ટેકાની સપાટી છે. આરએસઆઈમાં ૪૫ના સ્તર આસપાર મલ્ટિપલ સપોર્ટ લેવલ જોવા મળ્યું છે અને સાપ્તાહિક ચાર્ટ મુજબ શેરમાં મર્યાદિત ઘટાડો જોવા મળશે. શેરમાં મજબૂત ટેકા સાથે દૈનિક ચાર્ટમાં બુલિશ પેટર્ન તેજીનો નવો દોર સુચવે છે. એનસીસીના કાઉન્ટરમાં સરેરાશ કરતા વધુ વોલ્યૂમ સાથે સપ્રમાણ પેટર્ન તૂટતા ટ્રેન્ડ રિવર્સલના સંકેત મળે છે. ટૂંકા ગાળામાં ૨૦ ટકાના ઉછાળા સાથે ખરીદીની સલાહ રહેશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો