એપશહેર

NSEના ટ્વિટર હેન્ડલ પર મૌની રોયની તસવીર! યૂઝર્સ બોલ્યા-વીકેન્ડમાં કામ કરવાનું પરિણામ છે

નેશનલ સ્ટોક એક્સચેન્જે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી મૌની રૌયની બોલ્ડ તસવીરો ટ્વીટ કરી દીધી હતી.

I am Gujarat 10 Jan 2021, 7:15 pm
નવી દિલ્હી: નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી જો 'સેક્સી ડિવા', 'હોટ ગર્લ' જેવા હેશટેગની સાથે બોલિવુડ એક્ટ્રેસની 'મસ્ત' તસવીરો શેર થાય તો ચોંકવું સ્વાભાવિક છે. શનિવારે આવું જ બન્યું. એનએસઈના ટ્વીટર હેન્ડલ પરથી એક્ટ્રેસ મૌની રોયની હોટ તસવીરો એમ કહીને શેર કરવામાં આવી કે એક્ટ્રેસના આ લુક્સ આગ લગાવી દેશે. આ ટ્વીટ જોતાં જ ટ્વિટર પર યૂઝર તેના પર મજેદાર કોમેન્ટસ કરવા લાગ્યા અને એનએસઈની મજાક ઉડાવવા લાગ્યા.
I am Gujarat Mouni Roy NSE


લગભગ બે-અઢી કલાક પછી એનએસઈને 'ભૂલ'ની જાણ થઈ અને ટ્વીટ ડિલીટ થઈ ગઈ. એનએસઈએ તેને માનવીય ભૂલ જણાવી ટ્વિટર યૂઝર્સની માફી પણ માંગી લીધી. પરંતુ, આ ટ્વીટે વધુ યૂઝર્સનું ધ્યાન ખેચ્યું અને બધા યૂઝર્સ દેશના પ્રતિષ્ઠિત સ્ટોક એક્સચેન્જની આ 'ભૂલ' પર મજાક ઉડાવવા લાગ્યા. આમ તો, ઘટના શનિવારની હતી, પરંતુ રવિવારે પણ ટ્વિટર પર એનએસઈની મજાક ઉડાવવાનું ચાલું રહ્યું.

પોતાના હેન્ડલથી મૌની રોયની તસવીર શેર કરવા પર માફી માગતા એનએસઈએ ટ્વીટ કરી કે, 'આજે એનએસસીના હેન્ડલ પરથી 12.15 pm પર એક ન જોઈતી પોસ્ટ થઈ હતી. આ એક માનવીય ભૂલ હતી, જેને એનએસસીનું અકાઉન્ટ સંભાળતી એન્જસીએ કરી હતી. કોઈ હેકિંગ થયું ન હતું અમારા ફોલોવર્સને થયેલી અસુવિધા માટે અમે માફી માંગીએ છીએ.'

એનએસઈની આ ટ્વીટે ટ્વિટર યૂઝર્સનું ધ્યાન ખેચ્યું. જે લોકોએ મૌની રોયની તસવીરોવાળી ટ્વિટને જોઈ ન હતી, તેમને પણ રસ જાગ્યો કે, આખરે એ પોસ્ટમાં શું હતું. પછી તો શું, લોકો ડિલીટ થઈ ચૂકેલી ટ્વીટના સ્ક્રીનશોટ શેર કરી એનએસઈની મજાક ઉડાડવા લાગ્યા. કેટલાક યૂઝર્સે ઘણા જ ફની રિએક્શન આપ્યા તો કેટલાકે આ 'ભૂલ'ને ગંભીર જણાવી.

એક યૂઝરે લખ્યું કે, જ્યારે નોટિસ પીરિયડવાળા કર્મચારીને પૂરતું કંપેન્સેશન નથી મળતું, ત્યારે આવું જ થાય છે. કોઈએ લખ્યું કે, જ્યારે વીકેન્ડ પર પણ કર્મચારીને બોલાવશો તો આવું જ થશે.







કેટલાક ટ્વિટર યૂઝરે લખ્યું કે, માફીની શું જરૂર છે, તસવીરો તા સારી હતી .તો કેટલાક યૂઝર્સે આ ભૂલને ગંભીર અને શરમજનક જણાવતા સવાલ પણ ઉઠાવ્યો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો