એપશહેર

OMCsના PEમાં વધુ ધોવાણની ધારણા

I am Gujarat 28 Sep 2018, 12:23 pm
65979696 આશુતોષ આર શ્યામ
I am Gujarat omcs pe
OMCsના PEમાં વધુ ધોવાણની ધારણા


ઇટી ઇન્ટેલિજન્સ ગ્રૂપ

ઓઇલના ભાવમાં સતત વધારાના કારણે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (ઓએમસી) માટે પ્રાઇસ અર્નિંગમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. આગામી છથી નવ મહિના રાજકીય ગતિવિધિથી ભરપૂર હશે તેથી માર્કેટિંગ માર્જિન દબાણ હેઠળ આવે તેવી શક્યતા છે. સરકારી માલિકીની ઓએમસીમાં હિંદુસ્તાન પેટ્રોલિયમ, બીપીસીએલ અને આઇઓસીનો સમાવેશ થાય છે જેના શેરમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 22થી 41 ટકા સુધી ઘટાડો થયો છે. જ્યારે આ ગાળામાં નિફ્ટી ચાર ટકા વધ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના છૂટક વેચાણમાંથી થતી આવકને માર્કેટિંગ માર્જિન કહેવામાં આવે છે અને કંપનીઓના કુલ સંચાલકીય નફામાં તેનો હિસ્સો 40થી 60 ટકા જેટલો હોય છે. શેરમાં ઘટાડો મુખ્યત્વે સ્ટોક ડિ-રેટિંગના કારણે થયો હતો કારણ કે માર્કેટિંગ કામગીરીમાં અર્નિંગના હિસ્સાને કોઈ અસર થઈ નથી. કંપનીઓ ક્રૂડ ઈંધણના ઊંચા ભાવનો બોજ ગ્રાહકો પર નાખવામાં સફળ રહી છે.

HPCL, BPCL અને IOCL તેમના 12 મહિનાના અંદાજિત અર્નિંગની સરખામણીમાં અનુક્રમે 6.03 ટકા, 7.5 ટકા અને 7.3 ટકા પર ટ્રેડ થાય છે જે દશ વર્ષના સરેરાશ પીઇ કરતાં 19થી 34 ટકા નીચે છે.

ઓઇલના વધતા જતા ભાવના કારણે માર્કેટિંગ માર્જિન પર ઓવરહેંગ વધે છે. કેટલાંક પરિબળો દર્શાવે છે કે મધ્યમ ગાળામાં ઓઇલના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે કારણ કે ઇરાન પર પ્રતિબંધ મુકાયા પછી ઉત્પાદનમાં ઘટાડો થયો છે. વેનેઝુએલામાં ઉત્પાદન ઘટ્યું છે અને એવરેજ ઓઇલ ઇન્વેન્ટરી પાંચ વર્ષના સરેરાશ સ્તર કરતાં નીચે ગઈ છે.

2018માં ભારતીય ક્રૂડ બાસ્કેટ 29.6 ટકા વધીને 2018માં અત્યાર સુધીમાં 80.74 ડોલર થયું છે તેમ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (પીપીએસી) જણાવે છે. ભારતીય ક્રૂડ બાસ્કેટમાં સોર ગ્રેડ ઓમાન અને દુબઈ સ્વીટ ગ્રેડ બ્રેન્ટ સામેલ છે જેનું ભારતીય રિફાઇનરીમાં પ્રોસેસિંગ થાય છે અને તેમાં ૭૫:૨૫નો ગુણોત્તર છે.

ઐતિહાસિક રીતે જોવામાં આવે તો રાજ્યોમાં ચૂંટણી આવે તે અગાઉ ઓએમસી ક્રૂડના ઊંચા ભાવનો બોજ ગ્રાહકો પર લાદી શકતી નથી. ઉદાહરણ તરીકે છેલ્લી ચાર ચૂંટણીઓ – બિહાર (નવેમ્બર 2015), યુપી (એપ્રિલ 2017), ગુજરાત (ડિસેમ્બર 2017) અને કર્ણાટક (મે 2018)ને ધ્યાનમાં લેવામાં આવે તો ઓએમસીએ કેટલાક દિવસો સુધી તેમના ભાવ સ્થગિત રાખ્યા હતા તેથી તેમના માર્કેટિંગ માર્જિનમાં ઘટાડો થયો હતો.

કર્ણાટકની ચૂંટણી અગાઉ ભાવ સ્થિર રાખવામાં આવ્યા હોવાથી ઓએમસીની આવકમાં ₹400 કરોડનું નુકસાન થયું હતું અને પેટ્રોલ માટે માર્કેટિંગ માર્જિન ₹3.4 પ્રતિ લિટરથી ઘટીને ₹0.6 પ્રતિ લિટર થયું હતું. ડીઝલ માટે માર્જિન 3.8 પ્રતિ લિટરથી ઘટીને 0.8 રૂપિયા પ્રતિ લિટર થયું હતું. આગામી બે મહિનામાં પાંચ રાજ્યોમાં મહત્ત્વની ચૂંટણી આવી રહી છે અને આગામી વર્ષમાં સામાન્ય ચૂંટણી આવે છે તેથી ઓએમસી તેના માર્કેટિંગ માર્જિનને વધારી શકે તેવી શક્યતા ઓછી છે.
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો