એપશહેર

કોરોનાની રસીની અપેક્ષાએ પેટ્રોલ 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું, કિંમત 83 ને પાર

કોવિડ 19 ની રસી મળ્યા પછી વિશ્વનો વ્યવસાય ઝડપી થશે અને બળતણની માંગમાં વધારો થશે તેવી આશા

I am Gujarat 5 Dec 2020, 4:18 pm
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ વચ્ચે સરકારની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ શનિવારે પેટ્રોલના ભાવમાં 27 પૈસા અને ડીઝલના ભાવમાં 25 પૈસા વધારો કર્યો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ 82.86 રૂપિયાથી વધીને 83.13 રૂપિયા પ્રતિ લિટર થયું છે, જે બે વર્ષમાંનું ઉચ્ચતમ સ્તર છે.
I am Gujarat petrol price on 2 years high crossed 83 rupees per liter
કોરોનાની રસીની અપેક્ષાએ પેટ્રોલ 2 વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચ્યું, કિંમત 83 ને પાર


તેવી જ રીતે ડીઝલ પણ 73.07 રૂપિયાને બદલે 73.32 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યું છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલમાં તેજીની વચ્ચે ઘરેલું તેલ કંપનીઓ 20 નવેમ્બરથી ડીઝલ અને પેટ્રોલના ભાવમાં 13 વખત વધારો કરી ચૂકી છે. આ 16 દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ 2.07 રૂપિયા અને ડીઝલ 2.86 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે.

વૈશ્વિક બજારમાં ઓક્ટોબરના અંતથી ક્રૂડ તેલ 34 ટકા મોંઘું થઈ ગયું છે. 30 ડિસેમ્બરના રોજ બ્રેન્ટ ક્રૂડની કિંમત બેરલ દીઠ 36.9 ડોલર હતી, 4 ડિસેમ્બરના રોજ 49.5 ડોલર પહોંચી. બજારને લાગે છે કે કોવિડ 19 ની રસી મળ્યા પછી વિશ્વનો વ્યવસાય ઝડપી થશે અને બળતણની માંગમાં વધારો થશે.

પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો