એપશહેર

ત્રણ મહિનાના EMI ન ભરવા પર વ્યાજ માફ થશે? સુપ્રીમ કોર્ટ પહોંચ્યો મામલો

Yogesh Gajjar | I am Gujarat 12 Apr 2020, 3:39 pm
કોરોના વાયરસને રોકવા માટે કેન્દ્ર સરકારે 14 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ 24 માર્ચથી 21 દિવસ માટે દેશભરમાં લોકડાઉનની જાહેરાત કરી છે. પરંતુ આ લોકડાઉનના કારણે બધા કામ-ધંધા બંધ છે. લોકોની સામે પૈસાનું સંકટ આવી ગયું છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:લોકડાઉનની સ્થિતિને જોતા ભારતીય રિઝર્વ બેંકે પાછલા મહિને બધા પ્રકારના EMI પર ત્રણ મહિના સુધી છૂટ આપવાની જાહેરાત કરી હતી. જેથી લોકોને સમસ્યા ન થાય. પરંતુ નિયમ મુજબ, મોરેટોરિયમ સુવિધાનો લાભ લેવા પર ગ્રાહકોને લોન પર વ્યાજની ચૂકવણી કરવાની રહેશે.હવે વ્યાજનો આ મામલો સુપ્રીમ કોર્ટ પહોંચી ગયો છે. એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા અમિત સાહની આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને EMI પર વધારાનું વ્યાજ ન વસૂલ કરવાની માગણી કરે છે. જો સુપ્રીમ કોર્ટ અરજકર્તાના પક્ષમાં કોઈ નિર્ણય આપે છે તો પછી લોનના ગ્રાહકો માટે આ મોટી રાહત હશે.હકીકતમાં કોરોના વાયરસના કારણે મોરેટોરિયમ સમય દરમિયાન લોનનો હપ્તા ભરવામાં 3 મહિનાની છૂટ આપવામાં આવી છે. પરંતુ બેંકોની જાહેરાત મુજબ, આ સુવિધાનો લાભ લેનારા ગ્રાહકોએ બાદમાં આ ત્રણ મહિનાનું વ્યાજ પણ ચૂકવવું પડશે. આ વ્યાજમાં છૂટ આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. અરજીમાં કહેવાયું છે કે બેંક અને નાણાંકીય સંસ્થાઓને આદેશ આપવામાં આવે કે તેઓ ગ્રાહકો પાસેથી મોરેટોરિયમ સમયમાં વ્યાજ વસૂલ ન કરે.અરજી મુજબ, જ્યારે લોકોની નોકરીઓ પર સંકટ હોય અને તેમની આવકનું સાધન છીનવાઈ ગયું હોય તો સરકાર અને બેંકોએ માનવીય દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. અરજીકર્તાએ તર્ક આપ્યો છે કે નિયમિત EMI સાથે વધારાનું વ્યાજ ચૂકવવાનો કોઈ મતલબ નથી. આથી રાજ્યનું કર્તવ્ય છે કે સંકટના આ સમયમાં લોન ધારકોને છૂટ આપવામાં આવે.અરજીમાં કહેવાયું છે કે લોકડાઉનના કારણે લોકો ખૂબ જ પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે. જ્યારે સમગ્ર દેશ ઈમરજન્સીથી પ્રભાવિત છે, નાણાંકીય સંસ્થાઓને લાભ કરવાની અનુમતિ ન આપી શકાય. આથી કોર્ટ સાર્વજનિક હિતમાં બેંક અને નાણાંકીય સંસ્થાઓને મોરેટોરિયમ પીરિયડ દરમિયાન પોતાના ગ્રાહકો પાસેથી વ્યાજ ન વસૂલવાનો આદેશ આપે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો