એપશહેર

ટૉપ-20 નોકરીઓ કે જેની ભવિષ્યમાં વધશે માગ, વિદ્યાર્થીઓએ જાણવું જોઈએ

15 ઈન્ડસ્ટ્રી સેક્ટરના ચીફ એક્ઝિક્યુટિવ્સ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર્સની સાથે વાત કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

I am Gujarat 22 Oct 2020, 6:36 pm
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે એક રિપોર્ટ જાહેર કર્યો છે કે જેનું "Future of Jobs Report 2020" નામ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં એ વાત જણાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે આગામી 5 વર્ષમાં કોરોનાના કારણે કઈ નોકરીઓની માગ વધશે અને કઈ નોકરીઓની માગ ઘટશે. 15 ઈન્ડસ્ટ્રી સેક્ટરના ચીફ એક્ઝિક્યુટિવ્સ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર અને ચીફ હ્યુમન રિસોર્સ ઓફિસર્સની સાથે વાત કરીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં કેટલાંક વિકસિત અને વિકાસશીલ દેશોને સામેલ કરવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ કે આ રિપોર્ટમાં શું ખાસ છે.
I am Gujarat q3


આ રિપોર્ટમાં એવું જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2025 સુધીમાં વધી રહેલી ટેક્નોલોજીના કારણે નોકરીઓ અને સ્કિલમાં મોટો બદલાવ જોવા મળશે. ઈ-કોમર્સ બિઝનેસમાં વધારે તક જોવા મળશે અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને પણ પ્રોત્સાહન મળશે.

આગામી સમયમાં વધશે આ નોકરીઓની માગ

  1. ડેટા એનાલિસ્ટ (Data Analyst) અને વૈજ્ઞાનિક
  2. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્પેશિયાલિસ્ટ
  3. બિગ ડેટા સ્પેશિયાલિસ્ટ
  4. ડિજિટલ માર્કેટિંગ અને સ્ટ્રેટેજી સ્પેશિયાલિસ્ટ
  5. પ્રોસેસ ઓટોમેશન સ્પેશિયાલિસ્ટ
  6. બિઝનેસ ડેવલપમેન્ટ પ્રોફેશનલ્સ
  7. ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સ્પેશિયાલિસ્ટ
  8. ઈન્ફોર્મેશન સિક્યોરિટી એનાલિસ્ટ
  9. સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલપર
  10. ઈન્ટરનેટ અને થિંગ્સ સ્પેશિયાલિસ્ટ
  11. પ્રોજેક્ટ મેનેજર
  12. બિઝનેસ સર્વિસિસ અને એડમિનિસ્ટ્રેશન મેનેજર્સ
  13. ડેટાબેઝ અને નેટવર્ક પ્રોફેશનલ
  14. રોબોટિક્સ એન્જિનિયરિંગ
  15. સ્ટ્રેટેજિક એડવાઈઝર્સ
  16. મેનેજમેન્ટ અને ઓર્ગેનાઈઝેશનના સ્પેશિયાલિસ્ટ
  17. ફિનટેક (Financial Technology (Fintech)) એન્જિનિયર
  18. મશીનરીની ટેક્નિકલ જાણકારી રાખતા લોકો
  19. ઓર્ગેનાઈઝેશન ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
  20. રિસ્ક મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ

આ નોકરીઓની ભવિષ્યમાં માગ ઘટશે

  1. ડેટા એન્ટ્રી ક્લાર્ક
  2. એડમિનિસ્ટ્રેટિવ અને એક્ઝિક્યુટિવ સચિવ
  3. અકાઉન્ટિંગ, બુકકિપીંગ, પેરોલ ક્લાર્ક
  4. અકાઉન્ટન્ટ અને ઓડિટર્સ
  5. એસેમ્બલી અને ફેક્ટરીમાં કામ કરતા લોકો
  6. બિઝનેસ સર્વિસિસ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજર
  7. ક્લાયન્ટ ઈન્ફોર્મેશન અને કસ્ટમર સર્વિસ વર્કર
  8. જનરલ અને ઓપરેશન્સના મેનેજર
  9. મિકેનિક્સ અને મશીનરી રિપેર કરનાર
  10. મટીરિયલ રેકોર્ડિંગ અને બુક કીપિંગ ક્લાર્ક
  11. ફાઈનાન્શિયલ એનાલિસ્ટ
  12. પોસ્ટ સર્વિસ ક્લાર્ક
  13. સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ
  14. રિલેશનશિપ મેનેજર
  15. બેંક સાથે જોડાયેલા ક્લાર્ક
  16. ઘરે-ઘરે જઈને સામાન વેચતા સેલ્સમેન
  17. ઈલેક્ટ્રોનિક્સનું રિપેરિંગ કરનાર
  18. હ્મુમન રિસોર્સ સ્પેશિયાલિસ્ટ
  19. ટ્રેનિંગ ડેવલપમેન્ટ સ્પેશિયાલિસ્ટ
  20. નિર્માણ કાર્ય કરતા લેબર

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો