એપશહેર

પાવર કંપનીઓને રાહત: NPAની અરજીઓ સુપ્રીમમાં જશે

I am Gujarat 12 Sep 2018, 12:23 pm
65778051 સરિતા સી સિંઘ
I am Gujarat power companies hail supreme court stay on rbi circular
પાવર કંપનીઓને રાહત: NPAની અરજીઓ સુપ્રીમમાં જશે


નવી દિલ્હી:પાવર કંપનીઓને રાહત આપતા સુપ્રીમ કોર્ટે પાવર એનપીએના કેસમાં વિવિધ હાઈ કોર્ટ્સ સમક્ષ ફાઇલ કરવામાં આવેલી તમામ અરજીઓ તેની સમક્ષ ટ્રાન્સફર કરવા મંગળવારે આદેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટ આરબીઆઇ અને અન્ય પાર્ટીઓને પાવર કંપનીઓ સામેની ઈનસોલ્વન્સી પ્રક્રિયામાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા માટે જણાવ્યું હતું. અત્યારે યથાવત્ સ્થિતિ જાળવી રાખવાનો અર્થ એ થયો કે આરબીઆઇના12 ફેબ્રુઆરીના પરિપત્રની અસર અટકી જશે. સુપ્રીમ કોર્ટમાં આરબીઆઇની અરજી પર નવેમ્બરમાં સુનાવણી થશે.

પાવર કંપનીઓએ આરબીઆઇના પરિપત્ર સામે સુપ્રીમ કોર્ટે આપેલા સ્ટેને આવકારતાં કહ્યું છે કે આ ચુકાદાથી 13 ગીગાવોટ જેટલા સ્ટ્રેસ્ડ પાવર પ્લાન્ટ્સ ઈનસોલ્વન્સીમાં જતા અટકી જશે.

એસોસિયેશન ઓફ પાવર પ્રોડ્યુસર્સના ડિરેક્ટર જનરલ અશોક ખુરાનાએ જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે પાવર સેક્ટરની સ્ટ્રેસ્ડ એસેટ્સને મોટી રાહત આપી છે. તેનાથી બેન્કર્સને લગભગ 13 ગીગાવોટના પ્રોજેક્ટ માટે રિઝોલ્યુશન પ્લાન ફાઇનલ કરવા સમય મળશે. આ પ્લાન હાલમાં અંતિમ તબક્કામાં છે અને કેબિનેટ સચિવના નેતૃત્વ હેઠળ એચએલઇસીને કરેક્ટિવ એક્શન અંગે રિપોર્ટ સોંપવાનો સમય મળશે જેના દ્વારા સરકાર સ્ટ્રેસ ફેક્ટર દૂર કરવા માંગે છે.”

વરિષ્ઠ એડવોકેટ મહેશ અગરવાલે ઇટીને જણાવ્યું હતું કે, “સુપ્રીમ કોર્ટે આરબીઆઇ અને પાર્ટીઓને ઈનસોલ્વન્સી પ્રક્રિયા અંગે યથાવત્ સ્થિતિ જાળવવી પડશે.” તેમણે કહ્યું કે આરબીઆઇની અરજી પર 14 નવેમ્બરે સુનાવણી થશે.

એસોસિયેશન ઓફ પાવર પ્રોડ્યુસર્સ, ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર્સ ઓફ ઇન્ડિયા, શિપઓનર્સ એસોસિયેશન અને ચેન્નાઈના ટેક્સટાઇલ એસોસિયેશનના સભ્યોને પણ રાહત મળી છે તેમ તેમણે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આરબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલી એક અરજી પર સુનાવણી કરી હતી જેમાં ફેબ્રુઆરીના પરિપત્ર સામે ફાઇલ કરવામાં આવેલા તમામ કેસ સુપ્રીમ સમક્ષ ટ્રાન્સફર કરવાની માંગણી કરવામાં આવી હતી. પ્રાઇવેટ પાવર કંપનીઓ, બેન્ક કર્મચારીઓ, ટેક્સટાઇલ એસોસિયેશને વિવાદાસ્પદ પરિપત્ર સામે જુદી જુદી હાઈ કોર્ટમાં ડઝન જેટલા કેસ દાખલ કર્યા હતા. કંપનીઓને આ રાહત મંગળવારે આપવામાં આવી છે જે વણઉકેલાયેલા કેસ ઈનસોલ્વન્સી કોર્ટમાં રિફર કરવા માટે બેન્કર્સ માટે છેલ્લો દિવસ હતો.

અગરવાલે જણાવ્યું કે, “આરબીઆઇના પરિપત્ર પછી જે કેસ એનસીએલટીમાં રિફર કરવામાં આવ્યા છે તેમાં યથાવત્ સ્થિતિ લાગુ થશે અને જેમાં અરજી ફાઇલ કરવામાં આવી નથી તેને એનસીએલટી સમક્ષ રિફર કરવામાં નહીં આવે.”
]]>

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો