એપશહેર

ફાર્મા, મેટલ અને PSU બેન્ક શેરો પોઝિટિવ સરપ્રાઇઝ આપી શકે

I am Gujarat 28 Nov 2019, 8:46 am
72258605 દિનેશ ઠક્કર, CMD, ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝ
I am Gujarat psu 37
ફાર્મા, મેટલ અને PSU બેન્ક શેરો પોઝિટિવ સરપ્રાઇઝ આપી શકે


બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 26નવેમ્બરે ઐતિહાસિક ઊંચાઈએ સ્પર્શ્યો હતો. મંદીવાળા સાથે ત્રણ સપ્તાહના સંઘર્ષ બાદ તેજીવાળાનો હાથ ઉપર રહ્યો છે. નિફ્ટી ત્રણ સપ્તાહથી 12,000 અને 11,750ની રેન્જમાં કોન્સોલિડેટ થતો હતો.

બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં 19 સપ્ટેમ્બરના નીચા સ્તરથી આશરે 13 ટકા તેજી આવી છે. અમેરિકા અને ચીન આગામી મહિનાના અંત સુધી વેપાર સમજૂતી કરશે તેવા સંકેત બાદ અમેરિકાનાં બજારો નવી ઊંચાઈએ પહોંચ્યાં હતાં. આ ઘટનાક્રમથી રોકાણકારો રિસ્ક ઓન મોડમાં આવ્યા હતા અને સેન્ટિમેન્ટ ઊંચકાયું હતું.

સરકારે રાજકોષીય ખાધને અંકુશમાં રાખવા ડિસઇન્વેસ્ટમેન્ટની જાહેરાત કરીને બજારને મદદ કરી છે. નિફ્ટીને વિક્રમ ઊંચા સ્તરે પહોંચતાં 116સેશન લાગ્યાં હતાં અને ઇન્ડેક્સના ટોચની 20 શેરોમાં 31થી 152 ટકા વળતર મળ્યું છે. જોકે ગવર્નન્સના મુદ્દા અને ડિફોલ્ટ જેવા પરિબળોને કારણે 200થી વધુ શેરો 10થી 98 ટકા સુધી ઘટ્યા છે. ગયા મહિના એફઆઇઆઇએ મોટી ખરીદી કરી હતી અને તેનાથી બજારને મદદ મળી હતી. ઓક્ટોબર-નવેમ્બરમાં એફઆઇઆઇએ ₹17,683.31 કરોડની શેર ખરીદ્યા હતા.

એફઆઇઆઇ ભારત જેવા અર્નિંગ માર્કેટને પસંદ કરી રહ્યા છે, કારણ કે ફેડ અને ઇસીબી દ્વારા હળવી નાણાનીતિને કારણે વિશ્વભરનાં બજારમાં લિક્વિડિટીમાં સુધારો થયો છે.

મજબૂત અર્નિંગ ગ્રોથને કારણે ઇન્શ્યોરન્સ અને એએમસી શેરોમાં તેજી આવી છે. ભારતના બજારમાં તેજીનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે લિક્વિડિટીમાં વધારો અને રિસ્ક-ઓન મોડ છે. આ તેજી વ્યાપક બને તે જરૂરી છે, કારણ કે મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરો હજુ પણ નીચા સ્તરે ટ્રેડ થાય છે. ત્રિમાસિક ધોરણે અર્નિંગનો એકંદર ટ્રેન્ડ મજબૂત રહ્યો નથી, તેથી ચાલુ વર્ષે અર્નિંગ ગ્રોથ નબળો રહેવાની ધારણા છે.

દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનો અંદાજ છે કે આર્થિક વૃદ્ધિ ઘટીને 4.2 ટકા થશે, જે વિક્રમ નીચી હશે. આપણને રિયલ્ટી ક્ષેત્રમાં ખરીદીનો રસ જોવા મળ્યો છે. જોકે આ ક્ષેત્રના શેરોની પસંદગી કરતી વખતે વિશેષ ધ્યાન રાખવું જોઈએ. ફાર્મા, મેટલ અને પીએસયુ બેન્ક જેવા શેરો નજીકના ગાળામાં પોઝિટિવ સરપ્રાઇઝ આપી શકે છે.

વિશ્વભરનાં બજારોમાંથી નેગેટિવ ન્યૂઝ આવી રહ્યા છે, પરંતુ બજાર નવી ઊંચાઈ સર કરી રહ્યાં છે. બજારમાં ચડાવ-ઉતાર આવે ત્યારે રોકાણકાએ વિશ્વાસ રાખીને રોકાણ જાળવી રાખવું જોઈએ. ચાલુ મહિને ત્રણ નિષ્ફળ પ્રયાસ બાદ નિફ્ટી 12,000ના મહત્ત્વના આંકને પાર કરવામાં અને તેનાથી ઊંચે બંધ આવવામાં સફળ થયો છે.

ડેરિવેટિવ્ઝના મોરચે જોઈએ તો 25 નવેમ્બરના સેશનમાં નિફ્ટી અને બેન્ક નિફ્ટી બંનેમાં લોંગ પોઝિશન વધી હતી. કોલ રાઇટર્સે 12,000ના સ્ટ્રાઇક પ્રાઇસે તેમની શોર્ટ પોઝિશન કવર કરી છે.

<b>ડિસ્ક્લેમર :</b>વિવિધ બ્રોકરેજ , વિશ્લેષકો અને ફંડ મેનેજરો દ્વારા આ પાના પર દર્શાવાયેલા વિચારો તેમના પોતાના છે. વાચકોએ આ ભલામણોનો અમલ કરતાં પહેલાં વ્યાવસાયિક સલાહકારોની સલાહ જરૂરી છે. ઈટી અહીં દર્શાવેલી પસંદગી માટે જવાબદાર નથી. www.economictimes.com પર ઈટીના સિદ્ધાંતોની આચારસંહિતા ચકાસવા વિનંતી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો