એપશહેર

RBIએ વધુ એક સહકારી બેંકમાંથી રુપિયાની લેવડ-દેવડ પર લગાવી પાબંદી

I am Gujarat 18 Nov 2020, 8:03 am
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ) એ નાણાંની ચુકવણી અને લોનના વ્યવહારો માટે મહારાષ્ટ્રના જલના જિલ્લામાં આવેલી મન્તા અર્બન કોઓપરેટિવ બેંક પર છ મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે. મંગળવારે જ કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે શ્રેણીબદ્ધ પ્રતિબંધો લગાવી દીધા છે. ત્યારે વધુ એક સહકારી બેંક પર પ્રતિબંધથી વધુ એક બેંક કૌભાંડની શક્યતા વધી ગઈ છે.
I am Gujarat rbi imposed restriction on money withdrawal from mantha urban cooperative bank another bank crisis
RBIએ વધુ એક સહકારી બેંકમાંથી રુપિયાની લેવડ-દેવડ પર લગાવી પાબંદી


મંતા અર્બન કોઓપરેટિવ બેંક અંગે, આરબીઆઈએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે બેંકને કેટલીક સૂચનાઓ આપી છે, જે 17 નવેમ્બર 2020 ના રોજ બેંકના બંધ થયા પછી છ મહિના માટે અસરકારક રહેશે. આ સૂચનો અનુસાર આ બેંક આરબીઆઈની મંજૂરી વિના કોઈ લોન આપી શકશે નહીં, કે જૂની લોનોનું નવીકરણ કરી શકશે તેમજ કોઈ રોકાણ કરશે નહીં. નવી થાપણો સ્વીકારવા બદલ પણ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે કોઈ ચુકવણી કરી શકશે નહીં અથવા ચૂકવણી માટે કોઈ કરાર કરી શકશે નહીં.

લક્ષ્મીવિલાસ બેંક પર પણ પાબંદી

આ પહેલા કેન્દ્ર સરકારે તામિલનાડુમાં ખાનગી ક્ષેત્રની લક્ષ્મી વિલાસ બેંક પર એક મહિના માટે શ્રેણીબદ્ધ પ્રતિબંધો લગાવી દીધા છે. સરકારે બેંકના બોર્ડને સુપરસીડ કરી દીધું છે અને રુપિયાનો ઉપાડ કરવાની મર્યાદા નક્કી કરી છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં મહત્તમ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે. રિઝર્વ બેંકની સલાહ પર સરકારે આ પગલું ભર્યું છે.

કેટલાક મહિના પહેલા, બેંકના શેરહોલ્ડરોની વાર્ષિક સામાન્ય સભામાં બેંકના એમડી સીઈઓ સહિત 7 ડિરેક્ટરને બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. બેંક લાંબા સમયથી મૂડી સંકટ સાથે સંઘર્ષ કરી રહી હતી અને આ માટે સારા રોકાણકારોની શોધ કરવામાં આવી રહી હતી. મળતી માહિતી મુજબ જૂન ક્વાર્ટરમાં બેંકની કુલ થાપણ 21,161 કરોડ રૂપિયા હતી.

આરબીઆઈએ તાજેતરમાં જ આ બેંકની જવાબદારી પોતાના હાથમાં સંભાળી હતી. આરબીઆઈએ બેંક ચલાવવા માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી. અગાઉ આરબીઆઈની સૂચના પર, એસબીઆઈના ભૂતપૂર્વ અધિકારીને યસ બેંકમાં રોકડની કટોકટી વધ્યા પછી કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. 27 સપ્ટેમ્બરના રોજ આરબીઆઈ દ્વારા સીઓડીની નિમણૂક કરવામાં આવી હતી. તેમાં ત્રણ સ્વતંત્ર ડિરેક્ટર મીતા માખણ, શક્તિ સિંહા અને સતિષ કુમાર કાલરા સામેલ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો