એપશહેર

RBI હજુ રેપો રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા, આવતા મહિને બેઠક

કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને ઉગારવા માટે ભારતીય રિઝર્વ બેંક આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપોરેટમાં હુજ 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે.

Agencies 27 Jul 2020, 12:32 am
મુંબઈ: તજજ્ઞો મુજબ, કોરોના વાયરસનો પ્રકોપ સામે ઝઝૂમી રહેલી અર્થવ્યવસ્થાને ઉગારવા માટે ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) આગામી મૌદ્રિક નીતિ સમીક્ષામાં રેપોરેટમાં હુજ 0.25 ટકાનો ઘટાડો કરે તેવી શક્યતા છે. આરબીઆઈના ગવર્નરની અધ્યક્ષતામાં મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસ ચાલનારી બેઠક ચાર ઓગસ્ટે શરૂ થવાની છે અને છ ઓગસ્ટે આ અંગે કોઈ જાહેરાત કરાશે.
I am Gujarat RBI


રિવર્સ રેપો રેટમાં 35bpsનો ઘટાડો થવાની આશા
કેન્દ્રીય બેંક કોવિડ-19 મહામારીના પ્રકોપથી અર્થવ્યવસ્થાને થનારા નુક્સાન અને લોકડાઉનની અસરને સીમિત કરવા માટે સતત પગલાં ઉઠાવી રહી છે. આ પહેલા MPCની બેઠક માર્ચ અને મે 2020માં થઈ ચૂકી છે, જેમાં પોલિસી રેપો રેટમાં કુલ 1.15 ટકાનો ઘટાડો કરાયો. ઈક્રાના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતિ નાયરે કહ્યું કે, 'અમે રેપો રેટમાં 0.25 ટકા અને રિવર્સ રેપો રેટમાં 0.35 ટકાના ઘટાડાની આશા રાખી રહ્યા છીએ.'

આ જ પ્રકારનો મત વ્યક્ત કરતા યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ રાજકિરણ રાયે કહ્યું કે, 'o.25 ટકા ઘટાડાની શક્યતા છે કે તે દરને યથાવત રાખી શકે છે.' નાયરે કહ્યું કે, જોકે, રિટેલ ઈન્ફ્લેશન MPCના લક્ષ્ય બે-છ ટકાના વર્તુળને પાર કરી ગઈ છે, પરંતુ તે ઓગસ્ટ 2020 સુધી પાછો આ મર્યાદાની અંદર આવવાની શક્યતા છે.

ડેટ રી-સ્ટ્રક્ચરિંગ પર રહે ફોકસ
ઉદ્યોગ સંઘ એસોચેમનું કહેવું છે કે, ઉદ્યોગોને થઈ રહેલી સમસ્યાઓને જોતા આરબીઆઈએ ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ પર વધુ ધ્યાન આપવું જોઈએ. એસોચેમએ કહ્યું કે, ઉદ્યોગમાં મોટા પ્રમાણ પર લોન ભરવામાં ચૂકને રોકવા માટે લોનને તાત્કાલિક રિસ્ટ્રક્ચર કરવાની જરૂર છે. જેવું કે આરબીઆઈના તાજેતરના રિપોર્ટમાં સ્પષ્ટ છે કે બેંકો અને લોનધારકો માટે રિસ્ટ્રક્ચરિંગ જરૂરી છે.

હાલ સિસ્ટમમાં પૂરતી લિક્વિડિટીએસોચેમના મહાસચિવ દીપક સૂદે કહ્યું કે, 'ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ' મોનેટરી પોલિસી સમિતિની મુખ્ય પ્રાથમિકતામાં સામેલ હોવું જોઈએ. જાહેર ક્ષેત્રના એક બેંકરે કહ્યું કે, હાલમાં પ્રણાલીમાં પૂરતી રોકડ છે અને દરોમાં ઘટાડાને આગળ વધારવામાં આવી રહ્યો છો. એવામાં દરોમાં વધુ ઘટાડાથી કોઈ હેતુ પૂરો નહીં થાય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો