એપશહેર

મોટાભાગની કંપનીઓને નહીં મળે લોન રિસ્ટ્રક્ચરિંગનો ફાયદો

બેંકરોનું કહેવું છે કે, કુલ માત્ર 2-3 લાખ કરોડ રૂપિયાની લોન જ રિસ્ટ્રક્ચરિંગ માટે ક્વોલિફાય થશે.

TNN 7 Sep 2020, 5:21 pm
મુંબઈ: કોરોના કાળમાં નાણાકીય સંકટનો સામનો કરી રહેલી કંપનીઓ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા કોર્પોરેટ લોન રિસ્ટ્રક્ચરિંગ યોજના લઈને આવી છે. પરંતુ, કેન્દ્રીય બેંકે તેના માટે જે શરતો રાખી છે, તેનાથી મોટાભાગની કંપનીઓને તેનો ફાયદો મળવાની આશા નથી. બેંકરોનું કહેવું છે કે, માત્ર કુલ 2-3 લાખ કરોડ રૂપિયા રૂપિયાની લોન જ તેના માટે ક્વોલિફાય થશે. એટલે કે, એ કંપનીઓને તેનો ફાયદો નહીં મળે, જેણે કોરોના સંક્રમણ પહેલા ઈએમઆઈ ચૂકવવામાં ચૂક કરી હતી.
I am Gujarat RBI
RBIએ જે શરતો રાખી છે તેનાથી મોટાભાગની કંપનીઓને લોન રિસ્ટ્રક્ચરિંગનો ફાયદો મળવાની આશા નથી.


આરબીઆઈએ તેના માટે માપદંડ તૈયાર કરવા માટે કે વી કામતની આગેવાનીમાં એક સમિતિ બનાવી હતી. આ સમિતિએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે અને આ રિપોર્ટ રિલીઝ થયા બાદ બેંક તેને પોતાના બોર્ડમાં રાખશે. બેંકરોનું કહેવું છે કે, જે કંપનીઓએ માર્ચ 2020 પહેલા ઈએમઆઈની ચૂકવણીમાં ઢીલ કરવાનું વલણ રાખ્યું હતું, તે કંપનીઓને તેનો ફાયદો નહીં મળે. તેમના ખાતા એનપીએ જાહેર નથી કરાયા, તો પણ તેઓ આ સુવિધાથી વંચિત રહેશે. બેંકરોનું કહેવું છે કે, રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ માટે માત્ર 2-3 ટકા બેંક લોન જ ક્વોલીફાય થશે.

ઈન્ડિયા રેટિંગ્સ મુજબ, 7.7 ટકા બેંક લોન (8.4 લાખ કરોડ રૂપિયા)ના રિસ્ટ્રક્ચરિંગની જરૂર છે, જેમાંથી નોન-કોર્પોરેટ લોન માત્ર 1.9 ટકા છે. સાથે જ તેનું કહેવું છે કે, પુનર્ગઠન ન થનારી 5 લાખ રૂપિયાની લોન એનપીએ બનવાની આશંકા છે. આરબીઆઈએ કોવિડ રિઝોલ્યુશન ફ્રેમવર્ક અને એક્સપર્ટ કમિટીની રચના અંગે એક સર્કુલર બહાર પાડ્યો હતો. તે મુજબ, માત્ર એ લોનધારકોને તેના માટે પાત્ર માનવામાં આવશે, જેમનું અકાઉન્ટ 1 માર્ચ, 2020એ સ્ટાન્ડર્ડ શ્રેણીમાં છે અને તેમણે ચૂકવણીમાં 30 દિવસથી વધુ મોડું નથી કર્યું.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો