એપશહેર

Jio બની AGRની ચૂકવણી કરનારી પહેલી કંપની, ફસાયા છે 1.46 લાખ કરોડ રૂપિયા

વિપુલ પટેલ | I am Gujarat 23 Jan 2020, 11:13 pm
નવી દિલ્હી: રિલાયન્સ જિયો પહેલી અને વર્તમાનમાં એકમાત્ર ટેલિકોમ કંપની છે, જેણે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને 31મી જાન્યુઆરી 2020 સુધીની એડ્જેસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR)ની ચૂકવણી કરી દીધી છે. ગુરુવારે જિયોએ 195 કરોડ રૂપિયા જમા કર્યા છે. સુપ્રીમ કોર્ટે એજીઆરની બાકી રકમ ચૂકવવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી સુધીની હતી. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial વોડાફોન અને એરટેલે માગ્યો સમય જિયોએ સુપ્રીમ કોર્ટના 24 ઓક્ટોબર, 2019ના ચુકાદા મુજબ સરકારી રેવન્યુ ભાગીદારીની ચૂકવણી માટે 177 કરોડ રૂપિયાની જોગવાઈ કરી રાખી હતી. જિયોની પ્રતિસ્પર્ધી કંપની ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પાસેથી કુલ 88,624 કરોડ રૂપિયા લેવાના નીકળે છે અને કંપનીઓએ વિભાગ પાસે ચૂકવણી માટે વધુ સમય માગ્યો છે. ટેલિકોમ કંપનીઓને મળી તાત્કાલિક રાહત ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે બીજી ટેલિકોમ કંપનીઓને રાહત આપતા સંબધિત વિભાગોને કહ્યું છે કે, જો આ કંપનીઓ એજીઆરની ચુકવણી કરવામાં નિષ્ફળ રહે છે તો તેમની સામે આગામી આદેશ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે. ટેલિકોમ વિભાગમાં સભ્ય (નાણાં)ની મંજૂરી બાદ આ નિર્દેશ અપાયો છે. તે ટેલિકોમ વિભાગના એ બધા વિભાગોના ચીફ છે જે રેવન્યુ સાથે જોડાયેલા મામલા જુએ છે. એરટેલ અને વોડાના 88,624 કરોડ રૂપિયા બાકી ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ ટેલિકોમ વિભાગને પત્ર લખીને કહ્યું છે કે, 88,624 કરોડ રૂપિયાની બાકી રકમની ચૂકવણી નિર્ધારિત સમયમાં નહીં કરે. કંપનીઓ આ ચૂકવણી સંબંધમાં સમયમર્યાદા વધારવા અંગે સુપ્રીમ કોર્ટમાં થનારી સુનાવણીની રાહ જોશે. આ અરજી પર સુનાવણી આગામી સપ્તાહે શરૂ થશે. વોડાફોને ચૂકવવાના થાય છે 53 હજાર કરોડ રૂપિયા ટેલિકોમ કંપનીઓએ સરકારને લાઈસન્સ ફીના 92,642 કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ ચાર્જના 55,054 કરોડ રૂપિયા ચૂકવવાના છે. કુલ મળીને આ રકમ 1.47 લાખ કરોડ રૂપિયા છે. તેમાં એરટેલે 35,586 કરોડ અને વોડાફોન આઈડિયાએ 53,038 કરોડ રૂપિયા ચૂકવવાના નીકળે છે. શું હોય છે એજીઆર? એજીઆરનો અર્થ છે એડ્જેસ્ટ ગ્રોસ રેવન્યુ. ટેલિકોમ કંપનીઓએ રેવન્યુનો કેટલોક ભાગ સરકારને સ્પેક્ટ્રમ ફી જેને સ્પેક્ટ્રમ ચાર્જ (SUC) અને લાઈસન્સ ફીના રૂમમાં જમા કરાવવાનો હોય છે. ટેલિકોમ કંપનીઓનો ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) સાથે લાઈસન્સ એગ્રિમેન્ટ હોય છે. એગ્રિમેન્ટમાં જ એજીઆર સાથે સંલગ્ન શરતો હોય છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો