એપશહેર

હવે SBIના ગ્રાહકો કાર્ડ વિના પણ કરી શકશે પેમેન્ટ, જાણો તેના ફાયદા

Shailesh Thakkar | I am Gujarat 17 Oct 2019, 8:48 pm
નવી દિલ્હી: જો તમારી પાસે ભારતીય સ્ટેટ બેંક (SBI)નું કાર્ડ હોય તો આ ન્યૂઝ તમારા માટે ખુશખબરથી કમ નથી. SBI કાર્ડે ‘SBI કાર્ડ પે’ નામનું એક ફીચર લૉન્ચ કર્યું છે, જેમાં તમે પૉઈન્ટ ઑફ સેલ (POS) મશીન પર મોબાઈલ ફોન દ્વારા કૉન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકો છો. SBI Card Payની મદદથી ગ્રાહક પોતાના કાર્ડને માત્ર નિયર ફીલ્ડ કૉમ્યુનિકેશન્સ (NFC) ઈનેબલ્ડ POS મશીન ટેપ કરીને કૉન્ટેક્ટલેસ પેમેન્ટ કરી શકે છે. આમાં તમારે પિન નાખવાની જરૂર નથી. આવો કાર્ડની આ જાણકારી વિશે વિસ્તારથી ચર્ચા કરીએ. 1. Visa કૉન્ટેક્ટલેસ/માસ્ટરકાર્ડ્સથી પાવર્ડ કૉન્ટેક્ટલેસ SBI ક્રેડિટ કાર્ડ્સ રોજિંદી ખરીદગીની ચૂકવણી કરવા માટે એક ઝડપી અને સરળ ઉપાય છે. 2. SBI કાર્ડ પેનો યુઝ કરવા માટે કાર્ડહોલ્ડર્સે SBI કાર્ડ મોબાઈલ એપના લેટેસ્ટ વર્ઝન પર વન-ટાઈમ રજિસ્ટ્રેશન કરવું પડે છે. 3. કાર્ડના રજિસ્ટર્ડ થઈ ગયા બાદ યૂઝર્સ પોતાના મોબાઈલ ફોનને અનલૉક કરી તેને POS ટર્મિનલની નજીક લાવી પેમેન્ટ કરી શકે છે. 4. આ ફેસિલિટી વીઝા પ્લેટફોર્મ પર લૉન્ચ કરી દેવાઈ છે અને એન્ડ્રોયડ OS કિટકેટ વર્ઝન 4.4 અને તેના પર સૉફ્ટવેરવાળા કોઈપણ એન્ડ્રોયડ સ્માર્ટફોન પર કામ કરે છે. 5. પેમેન્ટ કરવા માટે કૉન્ટેક્ટલેસ SBI ક્રેડિટ કાર્ડનો આ રીતે કરો યુઝ – POS મશીન પર વીઝા કૉન્ટેક્ટલેસ/માસ્ટરકાર્ડ કૉન્ટેક્ટલેસ માર્ક/કૉન્ટેક્ટલેસ લોગો જુઓ. – પોતાના કૉન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડને POS મશીનની નજીક લઈ જાઓ. કાર્ડને POS મશીનથી 4 સેમીના અંતરે રાખવું જોઈએ. – લીલા રંગની ઈન્ડિકેટર લાઈટ થવી અથવા બીપનો સાઉન્ડ આવે એનો અર્થ કે ટ્રાન્ઝેક્શન પૂરું થયું છે. સ્ક્રીન પર એક મેસેજ પણ આવશે, જેમાં આ અંગે સૂચના મળશે. 6. કૉન્ટેક્ટલેસ ટ્રાન્ઝેક્શનથી કાર્ડ ગુમ થઈ જવાના અને કાર્ડ સાથે જોડાયેલી કોઈપણ છેતરપિંડીના ખતરાને ખૂબ જ ઓછો કરી દે છે. 7. એક દિવસમાં કૉન્ટેક્ટલેસ મોડથી 10 હજાર રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે અને દરેક ટ્રાન્ઝેક્શન મહત્તમ 2 હજાર રૂપિયાનું હશે. 8. જો 2 હજાર રૂપિયાથી વધુનું ટ્રાન્ઝેક્શન કરવું હોય તો તમારે ક્રેડિટ કાર્ડને મશીનમાં સ્વાઈપ કરવું પડશે અને ચાર આંકડાનો પિન નાખવો પડશે. 9. કૉન્ટેક્ટલેસ SBI ક્રેડિટ કાર્ડ બિગ બઝાર, સેન્ટ્રલ કૉસ્ટા કૉફી, મેકડૉનાલ્ડ્સ, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ફૂટપ્રિન્ટ્સ, ઈનૉકસ, પિઝા હટ, સહકારી ભંડાર, રિલાયન્સ સ્માર્ટ અને સ્ટારબક્સ જેવા સ્ટોર પર યુઝ કરી શકાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો