એપશહેર

તમારી પાસે SBIનું ડેબિટ કાર્ડ છે? તો તમારા માટે આ જાણી લેવું જરૂરી છે

એસબીઆઈ બેંકે એટીએમ પર બેલેન્સ ઈન્ક્વાયરી અને સ્ટેટમેન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી ફેસિલિટી શરૂ કરી છે.

THE ECONOMIC TIMES 2 Sep 2020, 10:45 pm
નવી દિલ્હી: કોરોના કાળમાં બેન્કિંગ ફ્રોડના મામલામાં વધારો થયો છે અને તેને માટે બેંકોએ ઘણા ઉપાય પણ કર્યા છે. દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ એટીએમ પર બેલેન્સ ઈન્ક્વાયરી અને સ્ટેટમેન્ટ રિક્વેસ્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે એક નવી ફેસિલિટી શરૂ કરી છે. તે અંતર્ગત એસબીઆઈનો કોઈ ગ્રાહક એટીએમ દ્વારા પોતાના ખાતામાં બેલેન્સ ચેક કરશે તો તેના મોબાઈલ પર એક મેસેજ આવશે. તેનાથી ગ્રાહકને આ પ્રકારની રિક્વેસ્ટની જાણ થઈ જશે.
I am Gujarat SBI Card
SBIનો ગ્રાહક એટીએમ દ્વારા પોતાના ખાતામાં બેલેન્સ ચેક કરશે તો તેના મોબાઈલ પર એક મેસેજ આવશે.


એસબીઆઈએ પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલમાં આ નવી સુવિધા વિશે જાણકારી આપી છે. તે મુજબ, જ્યારે પણ ગ્રાહક બેલેન્સ ઈનક્વાયરી કે મિની સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ કરશે તો તેના મોબાઈલ પર એક SMS મોકલવામાં આવશે. તેમાં જણાવાશે કે તેના ડેબિડ કાર્ડથી આ પ્રકારના ટ્રાન્જેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એ રીતે ગ્રાહકે આવી રિક્વેસ્ટ નહીં કરી હોય તો તે એલર્ટ થઈ જશે. જો અકાઉન્ટ હોલ્ડરે આવી કોઈ રિક્વેસ્ટ નહીં કરી હોય તો તે તરત પોતાનું કાર્ડ બ્લોક કરાવી શકે છે.

બેંકનું કહેવું છે કે, જો ગ્રાહકે બેલેન્સ ઈન્ક્વાયરી કે મિની સ્ટેટમેન્ટની રિક્વેસ્ટ કરી ન હોય તો તેણે SMS એલર્ટને નજરઅંદાજ ન કરવો જોઈએ. તે તમારા બેંક અકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તે જાણવાનું ષડયંત્ર હોઈ શકે છે. આ અંગે તરત બેંકને જાણ કરવી જોઈએ અને કાર્ડને ફ્રીઝ કરાવવું જોઈએ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો