એપશહેર

2020માં સતત બીજા દિવસે શેરબજાર અપ, આજે સેન્સેક્સ 314 ઉછળ્યો

નવરંગ સેન | I am Gujarat 2 Jan 2020, 4:00 pm
મુંબઈ: ઈન્ફ્રાસ્ટ્ર્ક્ચરમાં આગામી સમયમાં 100 લાખ કરોડથી પણ વધુનું રોકાણ થશે તેવી સરકારની જાહેરાત બાદ શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સેન્સેક્સ 320 પોઈન્ટ્સ ઉછળીને 41,626 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 99.70 પોઈન્ટ્સ વધીને 12,282 પોઈન્ટ્સ પર બંધ આવ્યો હતો. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો બીએસઈ પર આજે સૌથી વધુ ઉછળનારા શેર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ ટોચ પર રહ્યો હતો. આ શેર 4.23 ટકાના ઉછાળા સાથે 4234 રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. ત્યારબાદ ટાટા સ્ટીલમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી. 4.02 ટકાના વધારા સાથે આ શેર આજે 486.55 રુપિયાના લેવલે બંધ આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સતત ધોવાઈ રહેલો એલ એન્ડ ટી પણ આજે ચોથો સૌથી વધુ વધનારો શેર રહ્યો હતો. આ શેર 2.59 ટકાના વધારા સાથે 1344 રુપિયા પર બંધ આવ્યો હતો. એનએસઈમાં આજે ટાટા મોટર્સમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. આ શેર 5.10 ટકા વધીને 193.85 રુપિયાના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ટાટા મોટર્સ હજુ થોડા સમય પહેલા જ 106 રુપિયાની પોતાની 52 સપ્તાહની સૌથી નીચી સપાટી પર આવી ગયો હતો, જ્યાંથી તેણે જોરદાર રિકવરી દર્શાવી છે. ટાટા સ્ટીલે પણ 320 રુપિયાની પોતાની 52 વીકની સૌથી નીચલી સપાટીથી સારી એવી રિકવરી દર્શાવી છે, આજે આ શેર 487 રુપિયાના સ્તરે બંધ આવ્યો હતો. બેંક શેર્સમાં પણ આજ જોરદાર વધારો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી 340.95 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. સૌથી વધુ વધનારા ઈન્ડેક્સ બેંક શેર્સમાં એસબીઆઈ, એચડીએફસી, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ, ઈન્ડસિન્ડ બેંક, એચડીએફસી બેંક ટોચ પર રહ્યા હતા. જોકે, કોટક બેંકના શેરમાં આજે 0.25 ટકાનો સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં આજે જોવા મળેલા જોરદાર ઉછાળાની વિરુદ્ધ આઈટી શેર્સમાં આજે નરમાઈ જોવા મળી હતી. ટીસીએસ તેમજ ઈન્ફોસિસ આજે ઘટાડા સાથે બંધ થયા હતા. આ ઉપરાંત બજાજ ઓટો, એશિયન પેઈન્ટ્સ, હીરોમોટો કોર્પમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો.
લેખક વિશે
નવરંગ સેન
નવરંગ સેન 2013થી ટાઈમ્સ ગ્રુપ સાથે સંકળાયેલા છે. ડિજિટલ જર્નાલિઝમમાં 14 વર્ષનો અનુભવ ધરાવતા નવરંગ સેને અગાઉ દિવ્ય ભાસ્કર તેમજ GSTVમાં કામ કર્યું છે. અર્થકારણ, રાજકારણ તેમજ ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ તેમના રસના વિષય છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો