એપશહેર

સર્વિસિસ PMI જૂનમાં 8 મહિનાની ઊંચી સપાટીએ

I am Gujarat 6 Jul 2017, 11:10 am
નવી દિલ્હી:ભારતના સર્વિસિસ સેક્ટરની પ્રવૃત્તિ જૂન મહિનામાં આઠ મહિનાની ટોચે પહોંચી છે. નવા બિઝનેસ ઓર્ડરમાં વૃદ્ધિ અને માગમાં સુધારાને પગલે નિકાઇ માર્કિટ સર્વિસિસ PMI મે મહિનાના 52.2થી વધીને જૂનમાં 53.1 થયો છે.
I am Gujarat service activity jumps to eight month high in june backed by new orders
સર્વિસિસ PMI જૂનમાં 8 મહિનાની ઊંચી સપાટીએ


GST અગાઉ મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિ ધીમી પડી છે, પણ સર્વિસિસ સેક્ટર પર ખાસ અસર થઈ નથી. IHS માર્કિટના અર્થશાસ્ત્રી પોલિઆના દિ લિમાએ જણાવ્યું હતું કે, માગ માટે સાનુકૂળ માહોલ અને માર્કેટિંગ પ્રયાસોની સફળતાને કારણે સર્વિસિસ સેક્ટરની પ્રવૃત્તિમાં વધારો નોંધાયો હતો.

સેક્ટરની રોજગારીમાં સાધારણ વધારો નોંધાયો હતો અને તે ચાર વર્ષની ટોચે પહોંચી હતી. નિકાઇ ઇન્ડિયા કોમ્પોઝિટ PMI આઉટપુટ ઇન્ડેક્સ મેના ૫૨.૫થી વધીને જૂનમાં ૫૨.૭ની આઠ મહિનાની ટોચે પહોંચ્યો છે, જે 2016ના બીજા ક્વાર્ટર પછી સૌથી ઊંચી સપાટી છે.

દિ લિમાએ જણાવ્યું હતું કે, ડેટા સૂચવે છે કે, GDP વૃદ્ધિ 2017ના પ્રથમ ત્રણ મહિનાના નીચા સ્તરથી નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે તેવી શક્યતા છે.નાણાપ્રધાન અરુણ જેટલીને 2017-18માં ભારતની GDP વૃદ્ધિ 7.5 ટકા અને 2016-17માં 7.1 ટકા રહેવાનો અંદાજ છે.

સર્વિસિસ સેક્ટરમાં છમાંથી ચાર કેટેગરીમાં નવા ઓર્ડર વધ્યા છે. હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, રેન્ટિંગ અને બિઝનેસ પ્રવૃત્તિ સિવાયના સેગમેન્ટે સારું પ્રદર્શન કર્યું છે. જૂનમાં સૌથી સારી કામગીરી ફાઇનાન્શિયલ ઇન્ટરમિડિયેશનની રહી છે, જેનો વૃદ્ધિદર ઘણો સારો રહ્યો છે. દિ લિમાએ કહ્યું હતું કે, GSTની ગ્રાહક માગ પર પ્રતિકૂળ અસર થવાની શક્યતાને કારણે ગૂડ્ઝ ઉત્પાદકો અને સર્વિસ પ્રોવાઇડર્સનો ઉત્સાહ ઘટ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો