એપશહેર

SIP: ટોચનાં 15 શહેરો કરતાં નોન-મેટ્રોમાં ઊંચો વૃદ્ધિદર

I am Gujarat 3 Jul 2017, 2:14 pm
મુંબઈ:એસઆઇપી મારફત રોકાણના સંદર્ભમાં દેશનાં ટોચનાં 15 શહેરો કરતાં નાનાં શહેરો આગળ નીકળી ગયાં છે. છેલ્લાં ત્રણ વર્ષમાં નોન મેટ્રોમાં એસઆઇપી મારફતના રોકાણમાં 30 ટકા CAGRએ વૃદ્ધિ જોવા મળી છે, એમ ક્રિસિલના ડેટામાં જણાવાયું છે.
I am Gujarat sip 15
SIP: ટોચનાં 15 શહેરો કરતાં નોન-મેટ્રોમાં ઊંચો વૃદ્ધિદર


મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીના સંચાલન હેઠળના રૂ.20 ટ્રિલિયનના ભંડોળમાં સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અથવા એસઆઇપી મારફતના રોકાણમાં વધારા તરફી ટ્રેન્ડ જોવા મળ્યો છે. ખાસ કરીને નાનાં શહેરોના રિટેલ રોકાણકારોના નાણાપ્રવાહમાં વધુ ઝડપથી વધારો થયો છે.

ક્રિસિલે તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, એસઆઇપી નાણાપ્રવાહમાં ઉછાળાની આગેવાની હેઠળ ટોચનાં 15 શહેરો સિવાયનાં શહેરો અથવા નોન મેટ્રોમાંથી રોકાણપ્રવાહ 30 ટકા CAGRએ વધ્યો છે. આની સામે ટોચનાં શહેરો (T15)માંથી નાણાપ્રવાહમાં 27 ટકાનો વૃદ્ધિ જોવા મળી છે. આ આંકડા માર્ચ 2017માં પૂરાં થતાં છેલ્લાં ત્રણ વર્ષ માટેના છે.

આ ઉપરાંત વ્યક્તિગત રોકાણકારો (રિટેલ વત્તા એચએનઆઇ)ની એસેટમાં B15 શહેરોમાં 35 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. આની સામે T15 શહેરોમાં આ સમયગાળામાં 28 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. આમાંથી મોટા ભાગનો ગ્રોથ એસઆઇપી મારફતનો છે. B15 શહેરોમાં રોકાણકારોની સંખ્યા અને એસેટમાં વધારા માટે ક્રિસિલે સેબીના નિર્ણયને કારણભૂત ગણાવ્યો છે.

સેબીએ ટોચનાં 15 શહેરો સિવાયના વિસ્તારના નાણાપ્રવાહ માટે ડેઇલી નેટ એસેટના આધારે 30 બેસિસ પોઇન્ટ્સ સુધીનો વધારાનો ખર્ચ રેશિયો વસૂલ કરવાની મ્યુચ્યુઅલ ફંડ હાઉસિસને છૂટ આપી હતી.

ક્રિસિલના અહેવાલ મુજબ નાણાકીય કટોકટી બાદ રિટેલ ઇન્વેસ્ટર ફોલિયોમાં ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લાં ત્રણ વર્ષમાં આ ટ્રેન્ડ બદલાયો છે અને હાલમાં તેની સંખ્યા 52.31 મિલિયન છે. મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન્ડસ્ટ્રીમાં હાલમાં 14 મિલિયન એસપીઆઇ એકાઉન્ટ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો