એપશહેર

TCSનો નફો 2.5% ઘટ્યો: માર્જિન પર દબાણ

I am Gujarat 19 Apr 2017, 9:02 am
<b>મુંબઈ/બેંગલુરુ:</b>રૂપિયાના મૂલ્યમાં વૃદ્ધિ તેમજ બેન્કિંગ અને રિટેલ બિઝનેસ સેગમેન્ટમાં નબળાઈને કારણે ટીસીએસે પણ બજારને નિરાશ કર્યું છે. અંદાજ કરતાં નીચા માર્જિન છતાં કંપનીએ ચાલુ નાણાકીય વર્ષ માટે 26-28 ટકા માર્જિનનું ગાઇડન્સ જાળવી રાખ્યું છે.
I am Gujarat tcs q4 net down 2 5
TCSનો નફો 2.5% ઘટ્યો: માર્જિન પર દબાણ


2016-17માં કંપનીનું માર્જિન 25.7 ટકા રહ્યું છે. કંપનીએ ચોથા ત્રિમાસિક ગાળામાં 99.2 કરોડ ડોલરનો નફો કર્યો છે, જે ત્રીજા ક્વાર્ટરની તુલનામાં 0.8 ટકાનો ઘટાડો દર્શાવે છે. સૂચિત ગાળામાં કંપનીની આવક એક ટકા વધીને 445.2 કરોડ ડોલર થઈ છે.

બ્લૂમબર્ગના સરવે અનુસાર વિશ્લેષકોને 46,159.8 કરોડ ડોલરની આવક પર 10,295.9 કરોડના નફાનો અંદાજ હતો. રૂપિયાની રીતે કંપનીનો નફો 2.5 ટકા ઘટીને રૂ.6,608 કરોડ થયો છે. સમાન ગાળામાં આવક એક ટકા ઘટીને રૂ.29,642 કરોડ થઈ છે.

TCSની કુલ આવકમાં સૌથી મોટા બિઝનેસ સેગમેન્ટ બેન્કિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિસ અને ઇન્શ્યોરન્સ (BFSI)નું યોગદાન અગાઉના 40.4 ટકાથી ઘટીને 39.9 ટકા થયું છે. રિટેલ સેગમેન્ટની આવક 13.5 ટકાથી ઘટીને 12.9 ટકા થઈ છે.

એન ચંદ્રસેકરન પાસેથી ફેબ્રુઆરીમાં હોદ્દો સંભાળનારા નવા સીઇઓ એન ગોપીનાથને જણાવ્યું હતું કે, 2018નું વર્ષ સુધારા તરફી રહેશે. અમને માગ સારી રહેવાનો અંદાજ છે. મુંબઈની એક બ્રોકરેજના એનાલિસ્ટે જણાવ્યું હતું કે, કંપનીએ માર્જિનની રેન્જનો લક્ષ્યાંક જાળવી રાખ્યો છે, પણ તે કેવી રીતે હાંસલ થશે એ જોવું રસપ્રદ બનશે. રૂપિયાની સ્થિતિ પ્રતિકૂળ છે અને માર્જિનવૃદ્ધિની શક્યતા ઓછી છે.

હરીફ કંપની ઇન્ફોસિસે ગયા સપ્તાહમાં આખા વર્ષ માટે રેવન્યુ ગ્રોથનું ગાઇડન્સ ઘટાડ્યું હતું અને કહ્યું હતું કે તે રક્ષણવાદી વિઝા નિયમોની અસર ઘટાડવા પગલાં લઈ રહી છે. ટીસીએસે અગાઉ જણાવ્યું હતું કે યુએસમાં તે વધારે સ્થાનિક લોકોની ભરતી કરીને વિઝાના ઉપયોગને સંતુલિત કરી રહી છે. ટીસીએસ તેના નિયર-શોર અને ગ્લોબલ ડિલિવરી સેન્ટરનો ઉપયોગ કરી રહી છે.

એનાલિસ્ટ્સ મુજબ એચ-1બી બિઝા પર લાગુ થયેલાં નિયંત્રણો ચાલુ રહેશે તો આઇટી ઉદ્યોગના માર્જિનમાં ત્રણ ટકા જેટલો ઘટાડો થઈ શકે છે. ટીસીએસે જણાવ્યું કે, તે ચાલુ વર્ષ માટે મધ્યમથી ઉચ્ચ સિંગલ ડિજિટ પગારવધારો અને ઓનસાઇટ કર્મચારીઓને બેથી પાંચ ટકા પગારવધારો આપશે. તેના ભરતીના આંકડામાં પણ ઘટાડો થશે.

ટીસીએસે કોન્સ્ટન્ટ કરન્સી બેસિસ પર ચોથા ક્વાર્ટરમાં 99.2 કરોડ ડોલરનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ક્રમિક ધોરણે 0.8 ટકા ઘટ્યો છે. કંપનીની આવક 445.2કરોડ ડોલર હતી જે ત્રીજા ક્વાર્ટર સામે એક ટકા વધી હતી. એનાલિસ્ટ્સ 102.95 કરોડ ડોલરના નફાની અપેક્ષા રાખતા હતા.

રૂપિયામાં કંપનીનો નફો 2.5 ટકા ઘટીને રૂ.6,608 કરોડ થયો હતો જ્યારે આવકવૃદ્ધિ એક ટકા વધીને રૂ.29,642 કરોડ થઈ હતી.શેરખાનના એવીપી રિસર્ચ સંજીવ હોતાએ જણાવ્યું કે અર્નિંગના પરફોર્મન્સ અંગે કોઈ પોઝિટિવ આશ્ચર્ય નથી. આવક અને માર્જિનનો દેખાવ અપેક્ષા પ્રમાણે જ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો