એપશહેર

GST કાઉન્સીલની આજે બેઠક, બાઈક-સ્કૂટરના ભાવમાં થઈ શકે છે ધરખમ ઘટાડો

દેશમાં સ્કૂટર અને બાઇક પર 28 ટકા જેટલો GST લાગે છે. જેમાં મોટો ઘટાડો કરતા 18 ટકા કરવામાં આવી શકે છે. આ પગલાથી આગામી સમયમાં સ્કુટર-બાઈકની કિંમતોમાં ધરખમ ઘટાડો આવી શકે છે.

I am Gujarat 27 Aug 2020, 10:09 am
નવી દિલ્હીઃ GST કાઉન્સિલની 41મી બેઠક આજે 11 વાગ્યે યોજાશે. આ બેઠકમાં GST કમ્પેનસેશન પર ચર્ચા થશે. સોનું વેચવા પર ત્રણ ટકા GST ચાર્જ અંગે પણ નિર્ણય લેવામાં આવી શકે છે. સાથોસાથ, ગોલ્ડને ઈ-વે બિલના વ્યાપમાં લાવવા અને ટૂ-વ્હીલર પર GST 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવી શકે છે.
I am Gujarat today gst council meeting tax on two wheeler may reduce to 18 percent from 28 percent
GST કાઉન્સીલની આજે બેઠક, બાઈક-સ્કૂટરના ભાવમાં થઈ શકે છે ધરખમ ઘટાડો


ટૂ-વ્હીલર પર 28% GST લાગે છે

આ અંગે નાણામંત્રીએ કહ્યું કે આ ખરેખર સારો વિચાર છે. જેના પર GST કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે કારણ કે ટૂ-વ્હીલર એ લક્ઝરી આઇટમ પણ નથી રહી અને તે નુકસાનકારક વસ્તુ પણ નથી. ટૂ-વ્હીલર પર અત્યારે 28% GST લાગે છે. CII તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે નાણામંત્રે ખાતરી આપી હતી કે ઓટો ઇન્ડસ્ટ્રી તરફથી આપવામાં આવલું સારું સૂચન છે. તેથી ટૂ-વ્હીલરના GST દરમાં ફેરફાર કરવાનું વિચારવામાં આવશે.

બાઇક અને સ્કૂટર 10 હજાર રૂપિયા સુધી સસ્તા થઈ શકે છે

મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણ એ ટૂ-વ્હીલર બનાવનારી કંપનીઓને રાહતના સંકેત આપ્યા છે. આજે મળનારી GST Councilની બેઠકમાં ઓટો ઇન્ડસ્ટ્રીની આ ડિમાન્ડ પર નાણા મંત્રી વિચારણા કરી શકે છે. જો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવામાં આવે તો બાઇક અને સ્કૂટર 10 હજાર રૂપિયા સુધી સસ્તા થવાની આશા છે.

ફેસ્ટિવ સિઝનમાં વેચાણમાં વધારો થશે

કોરોના વાઇરસ રોગચાળો અને લોકડાઉનને કારણે ઓટો ઇન્ડસ્ટ્રીને ઘણું નુકસાન વેટવું પડ્યું હતું. તેથી, હવે ઓટો કંપનીઓ ફેસ્ટિવ સિઝનનો પૂરો લાભ ઉઠાવવા જઈ રહી છે. આવી સ્થિતિમાં નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન પછી માનવામાં આવે છે કે ફેસ્ટિવલ પહેલાં ટૂ-વ્હીલર્સ સસ્તાં થઈ શકે છે. વાહનો સસ્તાં થયા પછી તેમની માગમાં વધારો થશે.

આ વસ્તુઓ મોંઘી થઈ શકે છે

સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, GST કાઉન્સિલની બેઠકમાં કેટલાક રાજ્યો દ્વારા સિન ગુડ્સ પર સેસ વધારવાના પ્રસ્તાવ પર ચર્ચા થઈ શકે છે. સિન ગુડ્સ પર સેસ વધવાની ભલામણ પંજાબ, છત્તીસગઢ, બિહાર, ગોવા, દિલ્હી જેવા રાજ્યોની સરકારે કરી છે. જો આવું થશે તો સિગરેટ, પાન મસાલા વધુ મોંઘા થઈ જશે.હાલના GST રેટ સ્ટ્રક્ચર અનુસાર, કેટલીક સિન ગુડ્સ જેમાં સિગરેટ, પાન મસાલા અને એરેટેડ ડ્રિન્ક્સ સામે લ છે, તેની પર સેસ લાગે છે. સિન ગુડ્સ ઉપરાંત કાર જેવી લક્ઝરી ઉત્પાદનો ઉપર પણ સેસ લાગે છે.

સોનાના ઘરેણાં વેચવા પર આપવો પડી શકે છે ટેક્સ

જૂના સોનાના ઘરેણાં કે સોનું વેચવા પર મળનારી રકમ પર આવનારા સમયમાં ત્રણ ટકા જીએસટી ચૂકવવો પડી શકે છે. જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ શકે છે. હાલમાં રાજ્યોના નાણા મંત્રીઓના એક સમૂહ (જીઓએમ)માં જૂના સોનું અને આભૂષણોના વેચાણ પર ત્રણ ટકા જીએસટી ચાર્જ લગાવવાના પ્રસ્તાવ પર લગભગ સહમત સધાઈ ગઈ છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો