એપશહેર

ટોરેન્ટ ફાર્મા ગ્લોકેમનું વિઝાગ સ્થિત યુનિટ ખરીદશે

I am Gujarat 1 Jul 2016, 3:48 am
અમદાવાદ સ્થિત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ગ્લોકેમ ઈન્ડસ્ટ્રીઝની વિઝાગ સ્થિત ઉત્પાદન સુવિધા તથા કેટલીક ડ્રગ માસ્ટર ફાઈલ્સ હસ્તગત કરવા વાટાઘાટો શરૂ કરી છે.
I am Gujarat torrent pharma to acquire glochems vizag based facility
ટોરેન્ટ ફાર્મા ગ્લોકેમનું વિઝાગ સ્થિત યુનિટ ખરીદશે


કંપનીએ હૈદરાબાદ સ્થિત ગ્લોકેમ ઈન્ડસ્ટ્રીઝનું વિઝાગ એપીઆઈ મેન્યુફેક્ચરિંગ યુનિટ તથા કેટલીક ડ્રગ માસ્ટર ફાઈલ્સ(ડીએમએફ) હસ્તગત કરવા માટે બંધનકર્તા કરાર કર્યો હોવાનું ટોરેન્ટ ફાર્માએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવ્યું હતું. ટોરેન્ટ ફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ઓપરેશન્સ)ના જણાવ્યાં અનુસાર આ સોદાથી કંપનીને બેકવર્ડ ઈન્ટીગ્રેશનમાં મદદ મળવાની સાથે સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી માગને પૂરી કરવા ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદ મળશે.

ટોરેન્ટ ફાર્મા પાંચ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ધરાવે છે. આ નવા યુનિટની ખરીદીની સાથે રેગ્યુલેટેડ માટેની તેની એપીઆઈ ફેસિલિટીઝની સંખ્યા ત્રણ થઈ જશે. આ યુનિટ યુએસએફડીએ તથા યુરોપિયન રેગ્યુલેટરી ઓથોરિટીઝ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. આ એક મલ્ટિ પ્રોડક્ટ યુનિટ છે જે એડવાન્સ્ડ ઈન્ટરમીડિયેટ્સ અને એપીઆઈ(એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઈન્ગ્રીડીયન્ટ)ના ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે.બીએસઈ પર ટોરેન્ટ ફાર્માનો શેર ગુરૂવારે ૧.૪૫ ટકા વધી રૂ. ૧૩૭૦.૭૫ એ બંધ રહ્યો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો