એપશહેર

TRAIએ લોન્ચ કરી એપ, ગ્રાહકો સરળતાથી પસંદ કરી શકશે ચેનલ અને તેના પેકેજ

Hitesh Mori | I am Gujarat 26 Jun 2020, 6:59 pm
નવી દિલ્હી: DTH અને કેબલના ગ્રાહકોને ટીવી ચેનલની પંસદગી કરવાની પ્રક્રિયા વધુ સરળ બનાવવા માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ એક નવી એપ લોન્ચ કરી છે. આ એપ દ્વારા હવે ગ્રાહકો પોતાની જરૂરિયાત પ્રમાણે પોતાનુ સબ્સક્રિપ્શન પણ બદલી શકશે. આ એપ ગુગલ પ્લે સ્ટોર અને એપ્પલ એપ સ્ટોરમાં ઉપલબ્ધ છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરોરિપોર્ટ્સ પ્રમાણે, TRAIનું કહેવું છે કે, નવી વ્યવસ્થા બાદ પણ ગ્રાહકોને વેબ પોર્ટલ પર પોતાની પસંદગીની ટીવી ચેનલ કે બુકે (Bouquets) પસંદ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં ટ્રાઈએ પોતાની Channel Selector App બનાવવાનો નિર્ણય કર્યો. જે Distributed Platform Operators પાસેથી સીધા ડેટા પ્રાપ્ત કરશે.
TRAI અનુસાર, આ એપ દ્વારા ગ્રાહકોએ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલશે, જેનાથી તેની ઓળખ થશે. આ એપની મદદથી ગ્રાહકો પોતાના સબ્સક્રિપ્શન સાથે જ ઓપરેટર દ્વારા આપવામાં આવેલા બુકે અને અન્ય ચેનલોને એક સાથે જોઈ શકાશે. તેની મદદથી તે બિનજરૂરી ચેનલોને પણ હટાવી શકશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો