એપશહેર

Income tax વેબસાઈટમાં ટેકનીકલ ફોલ્ટ! સોશિયલ મીડિયા પર રિટર્ન તારીખ વધારવાની માંગ

લોકોએ મોટી સંખ્યામાં ફાઈનાન્શિયલ ઈન્કમ ટેક્સની સમયમર્યાદા વધારવાની માગણી કરી છે.

I am Gujarat 26 Dec 2020, 11:30 pm
નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઈટમાં શનિવારે આવેલી ટેક્નીકલ ખામીનો ગુસ્સો યૂઝર્સે સોશિયલ મીડિયા પર ઉતાર્યો હતો. જેના કારણે ટ્વીટર પર #Extend_Due_Dates_Immediately ટોપ ટ્રેન્ડિંગમાં આવી ગયો હતો. લોકોએ મોટી સંખ્યામાં ફાઈનાન્શિયલ ઈન્કમ ટેક્સની સમયમર્યાદા વધારવાની માગણી કરી છે.
I am Gujarat twitter users demanded extension of income tax return submission date due to technical problem in itr website
Income tax વેબસાઈટમાં ટેકનીકલ ફોલ્ટ! સોશિયલ મીડિયા પર રિટર્ન તારીખ વધારવાની માંગ


અનેક યૂઝર્સે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારી વેબસાઈટનો સ્ક્રિનશોટ પણ શૅર કર્યો છે. નોંધનીય છે કે ટેક્સ વિભાગે 31 ડિસેમ્બર સુધી પેનલ્ટી વગર જ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરનારી વેબસાઈટનો સ્કીનશોટ પણ શેર કર્યો છે. નોંધનીય છે કે ઈન્કમ ટેક્સ વિભાગે 31 ડિસેમ્બર સુધી પેનલ્ટી વગર જ ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની સમયમર્યાદા નક્કી કરી છે.

ઈન્કમ ટેક્સ રિટર્નની સમયમર્યાદા વધારવાને લઈને નીરવ ગાંધી નામના એક યૂઝરે ટ્વીટ કરી હતી કે અમે મરી જઈશું.


અનનોન નામના એક ટ્વિટર યૂઝરે લખ્યું કે મને લાગે છે કે નિર્મલા સીતારમણ રિટર્ન ફાઈલ કરવાની તારીખ એટલા માટે આગળ નથી વધારી રહ્યા કારણકે તેના પરિવારમાં દરેકે પહેલા જ રિટર્ન ફાઈલ કરી દીધું છે.


એક ટ્વિટર યૂઝરે 'ફિર હેરાફેરી'ની તસવીર શૅર કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 'મેરે કો અઈસા ધક ધક હોરેલા હૈ'


કોના માટે જરુરી છે રિટર્ન ભરવું?
એવા વ્યક્તિ, જેની ઉંમર 60 વર્ષની છે. તેનો વાર્ષિક પગાર (Salary) અથવા તો બીજા સોર્સથી આવક 2.50 લાખ રુપિયા વધારે છે. આવા વ્યક્તિને નાણાંકિય વર્ષ સમાપ્ત થયા પછી આવતા વર્ષે Income Tax Return ભરવું જરુરી છે. આ સાથે જ તેના પર કોઈ ટેક્સ ભરવાનો હોય તો જેની ઉંમર 60 વર્ષથી 80 વર્ષ વચ્ચે છે અને આવક 3 લાખ રુપિયા સુધી છે તો તેને ટેક્સ ભરવાનો નહિં રહે. આ પ્રકારે 80 વર્ષથી વધારે ઉંમરના સુપર સીનિયર સીટિઝન માટે 5 લાખ સુધી આવક ટેક્સ ફ્રી (Tax Free) છે.

અઢી લાખ રુપિયાથી ઓછી આવક હોય તો શું?
આમ તો, જેની આવક (Annual Income) 2.50 લાખ રુપિયાથી ઓછી હોય તો આવા લોકો ITR ફાઈલ (Income Tax Return Filing) કરી શકો છો. અહીં એ વાતનું ધ્યાન આપો કે ITR ફાઈલ (ITR Filing) કરવી અને ટેક્સ ભરવો (Tax deposit) બન્ને અલગ અલગ વાત છે. ITR કોઈપણ વ્યક્તિ ફાઈલ કરી શકે છે પરંતુ ટેક્સ આવક પ્રમાણે હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો