એપશહેર

આ માસ્કને ટકરાતા જ મરી જશે વાયરસ, ગમે તેટલું ધોવાથી નહીં થાય ખરાબ

આ કંપનીએ બનાવ્યું એવું માસ્ક કે, તેના સંપર્કમાં આવતાની સાથે જ વાયરસ મરી જશે

I am Gujarat 24 Aug 2020, 10:54 pm
નવી દિલ્હી : કોવિડ-19 મહમારીની વર્તમાન સ્થિતિમાં ફેસ માસ્ક આપણી જિંદગીનો મહત્વનો ભાગ બની ગયું છે. લોકો દ્વારા કામકાજ ફરી શરૂ કરવા પર માસ્કનું મહત્વ ન માત્ર સુરક્ષાના દૃષ્ટિકોણથી વધી ગયું છે પરંતુ તે સુરક્ષા અન સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરવા માટે જરૂરી એક્સેસરી બની ગયું છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં રાખતા યૂનિમાસ્કે એન્ટિવાયરલ ઉપચાર સાથેનું માસ્ક બજારમાં રજૂ કર્યું છે. 100 ટકા કૉટનથી બનેલું આ માસ્ક સ્કિન ફ્રેન્ડલી હોવાની સાથે-સાથે ટકાઉ અને ઈકો-ફ્રેન્ડલી પણ છે.
I am Gujarat unimask launched antiviral treated mask virus die when come to its contact
આ માસ્કને ટકરાતા જ મરી જશે વાયરસ, ગમે તેટલું ધોવાથી નહીં થાય ખરાબ


આ નવા ફેબ્રિક પર એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ સાથે 100 ટકા ઉચ્ચ ગુણવત્તાવાળા કૉટન ફેબ્રિકના યુઝથી બનાવવામાં આવ્યા છે. માસ્કને ઑસ્ટ્રેલિયાથી તે હેલ્થગાર્ડ ટેક્નોલૉજીનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યું છે જેને સાર્સ-કોવ 2, H1N1, બેક્ટેરિયા અને અન્ય નુકસાનકારક વાયરસને ફેબ્રિક સાથે સંપર્કમાં આવવાની થોડી જ સેકન્ડમાં નષ્ટ કરવા માટે ઓળખવામાં આવે છે. આ ટેક્નોલૉજી ફેબ્રિકના સંપર્કમાં આવેલા વાયરસને 99.94 ટકા સુધી નષ્ટ કરવામાં કારગત છે.

495 રૂપિયાનું છે આ માસ્ક

આ માસ્કની કિંમત 495 રૂપિયા રાખવામાં આવી છે. આ માસ્ક ત્રણ જુદા-જુદા રંગો, સફેદ, વાઈન રેડ અને બ્લૂમાં ઉપલબ્ધ છે. આરામદાયક ઈયર લૂપ ફાસ્ટેનર્સ, લચકદાર નોઝ બ્રિજ અને આરામદાયક ચિન ઈલાસ્ટિકની સાથે તૈયાર આ માસ્ક દરેકના ચહેરા પર ફિટ આવી શકશે. આ માસ્ક ઑનલાઈન માર્કેટપ્લેસ પર ઉપલબ્ધ છે.

યૂનિમાસ્કના CEO કપિલ ભાટિયાએ નવી લાઈન-અપના લૉન્ચ પર કહ્યું કે, 'અમે એવા માસ્કની નવી રેન્જ સાથે પોતાના ગ્રાહકોના સ્વાસ્થ્યમાં યોગદાન આપવા માટે ખૂબ ઉત્સાહિત છીએ જેને પર્યાવરણ સ્થિતિઓને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. આ માસ્ક મજબૂત કોટન ફેબ્રિકથી બનાવવામાં આવ્યા છે અને તેમાં સમાન શ્રેણી અન્ય માસ્કની જેમ કોઈપણ પ્રકારનું નુકસાનદાયક કૉમ્પોનન્ટ એડ કરવામાં આવ્યું નથી. '

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો