એપશહેર

IRCTCનું ડી-માર્ટ જેવું જ ધમાકેદાર લિસ્ટિંગ, શું તેના શેર રાખવા જોઈએ કે પ્રોફિટ બૂક કરી લેવો?

વિપુલ પટેલ | THE ECONOMIC TIMES 14 Oct 2019, 7:11 pm
અમિત મુદગિલ, નવી દિલ્હી: IRCTCનુંના શેરનું સોમવારે ડી-માર્ટ (એવન્યુ સુપરમાર્ટસ)ના શેર જેવું જ ધમાકેદાર લિસ્ટિંગ થયું છે. તેના શેરનું ઓફર પ્રાઈઝથી ઉપર 101 ટકાના પ્રીમિયમે લિસ્ટિંગ થયું છે. પણ, શું IRCTC અને ડી-માર્ટની સામ્યતા અહીં જ પૂરી થઈ જશે, કે પછી ડી-માર્ટની જેમ IRCTCનો શેર પણ લિસ્ટિંગ બાદ મજબૂતી જાળવી રાખશે? હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: https://t.me/iamgujaratofficial વિશ્લેષકો IRCTCના કેસમાં સાવચેતી રાખવાનું જણાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે, રોકાણકારોએ અગાઉના આઈપીઓની જેવું થવાની ધારણા રાખવાને બદલે પહેલા ત્રણ દિવસમાં આંશિક નફો બૂક કરી લેવો જોઈએ. IRCTC પાસે યૂનિક બિઝનેસ છે અને લાંબાગાળાની દ્રષ્ટિએ તે આકર્ષક દેખાય છે. વિશ્લેષકોનું જે લોકોને આઈપીઓમાં શેર લાગ્યા નથી, તેમણે શેરનો ભાવ નીચો આવે તેની થોડા દિવસ રાહ જોવી જોઈએ. IRCTCના બંપર લિસ્ટિંગે દલાલ સ્ટ્રીટને આશ્ચર્યમાં મૂકી દીધી છે, કેમકે ઘણા એનાલિસ્ટ્સ 600 રૂપિયાની આસપાસ આ શેરનું લિસ્ટિંગ થવાની ધારણા રાખતા હતા. આ શેરનું લિસ્ટિંગ 644 રૂપિયાના ભાવ પર થયું છે. ગ્રે માર્કેટનો અંદાજ 70 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાનો હતો. એચડીએફસી સિક્યુરિટીઝના દીપક જાસાણીએ જણાવ્યું હતું કે, ‘લોકો IRCTC અને ડી-માર્ટ વચ્ચે સરખામણી કરી રહ્યા હતા, જે લિસ્ટિંગ પહેલા વધતી રહી હતી. રેલવેનું એક અલગ જ આકર્ષણ છે, પણ એ વાત ન ભૂલવી જોઈએ કે આ એક PSU સ્ટોક છે, અને એટલે જ તેની સાથે જોખમ જોડાયેલું છે.’ તેમણે કહ્યું કે, ‘આજે નહીં તો, પહેલા ત્રણ દિવસમાં આંશિક નફો બૂક કરી લેવા અંગે વિચારવું જોઈએ, કેમકે આ જ સમય હશે કે જ્યારે જેમને શેર ખરીદવા હશે તે ખરીદી લેશે. ક્વાર્ટર કે બે મહિના પછી આ શેર કોઈપણ ખરીદી શકશે.’ નિર્મલ બેંગ સિક્યુરિટીઝના રિસર્ચ હેડ સુનિલ જૈનએ કહ્યું કે, ‘આ સ્ટોક ઘણો જ વધારે ઝડપથી ઉપર ગયો.’ તેમણે કહ્યું કે, ‘IRCTCએ સપ્ટેમ્બરથી સર્વિસ ચાર્જ ફરી લાગુ કર્યા છે, જે ટૂંકા ગાળામાં સારો નફો કરાવશે. અમારું માનવું છે કે, ઈસ્યૂ પ્રાઈઝ પર તેની અસર ન હતી. આ સ્ટોક યોગ્ય રીતે ઊંચી પ્રાઈઝે લિસ્ટ થયો છે અને અહીંથી હવે એક મર્યાદામાં જ ઊંચો જશે.’ હેમ સિક્યુરિટીના આસ્થા જૈનએ કહ્યું કે, આવતા એક વર્ષમાં સારું રિટર્ન આપવાની આ શેરમાં ક્ષમતા છે, એટલે રોકાણકારોને આંશિક નફો બૂક કરવાની સલાહ આપવામાં આવી રહી છે. આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટના એનાલિસ્ટ દેવાંગ ભાટએ કહ્યું કે, તેઓ આ શેર ખરીદવાની સલાહ નથી આપી રહ્યા, પણ જેમની પાસે શેર છે તેમને રાહ જોવાની સલાહ આપીશું, કેમકે પ્રોફિટ બૂકિંગ રોકાશે પછી IRCTCના શેરમાં 8-10 ટકા વધારો થવાની ક્ષમતા છે. શેરના ભાવ ઘટે ત્યારે ખરીદી કરી શકાય.’ ભાટે કહ્યું કે, ‘IRCTCનું બિઝનેસ મોડેલ ઘણું યૂનિક છે. તેની કેટરિંગ, ઈ-ટિકિટિંગ અને પેકેજ ડ્રિંકિંગ વોટરમાં મોનોપોલી છે. ઈ-ટિકિટિંગમાં હાલમાં થોડી અડચણ જોવા મળી રહી છે, કેમકે સરકારે નોન-એસી અને એસી ટિકિટ્સ પર 15 અને 30 રૂપિયા સર્વિસ ચાર્જ લેવા પર રોક લગાવી દીધી હતી. જોકે, હવે તે કદાચ ચાર્જ લઈ શકશે. તેનાથી નાણાંકીય વર્ષ 2021માં તેની આવક લગભગ ડબલ એટલે કે 240 કરોડ રૂપિયાથી 450 કરોડ રૂપિયા થઈ જશે.’ તેમણે કહ્યું કે, ‘PATમાં ઘણો ડેલ્ટા રહેલો છે. નીચા ટેક્સ રેટથી PAT લગભગ ડબલ થઈ જશે. પેકેજ્ડ ડ્રિંકિંગ વોટરના ફિલ્ડમાં IRCTC બીજા 10 પ્લાન્ટ્સ નાખવા જઈ રહ્યું છે. જેથી તેની કેપેસિટી લગભગ ડબલ થઈ જશે અને એ કારણે માર્કેટ શેર પણ 45 ટકાથી વધીને 85 ટકા થઈ જશે. મોનોપોલી બિઝનેસ, ગ્રેટ માર્કેટ શેર અને ઊંચા ડેલ્ટા માર્જિન્સ આ શેરના મહત્વના પરિબળો છે. ટૂંકા ગાળામાં કદાય ઓછું રિટર્ન મળે, પણ લાંબા ગાળા માટે આ શેર ઘણો સારો છે. ‘ LKP સિક્યુરિટીઝના રિસર્ચ હેડ એસ રંગનાથને જણાવ્યું કે, IRCTC ગ્રોથ માટેના સ્પષ્ટ રન-વે સાથે હાઈ ક્વોલિટી બિઝનેસ છે, જેની પાસે રોકાણકારોને આકર્ષવાની ઘણી બાબતો છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો