એપશહેર

કયા આધારો પર લોન મંજૂર કરે છે બેંક?

I am Gujarat 11 Jul 2016, 10:46 am
તમારો ક્રેડિટ સ્કોર વધુ હોય તો તમને લાગે છે કે તમારા માટે લોન લેવી સરળ છે, પરંતુ આ ધારણા ખોટી છે, કારણ કે ઘણી વાર 900માંથી 750 પ્લસ ક્રેડિટ સ્કોર હોવા છતાં લોન એપ્લિકેશન રિજેક્ટ થાય છે. એટલું તો નક્કી છે કે, લોન આપતા પહેલાં બેંક કે અન્ય સંસ્થાઓ ફક્ત ક્રેડિટ સ્કોર નહિ, પરંતુ ઘણી વાતો પર ધ્યાન આપે છે.
I am Gujarat why your loan can be rejected even after robust credit score 2
કયા આધારો પર લોન મંજૂર કરે છે બેંક?


રિપોર્ટમાં કોમેન્ટ પર નજર ક્રેડિટ રિપોર્ટમાં ગત લોન લેન્ડર્સની કોમેન્ટ હોય છે, જેની પર હવે લોન આપનાર ગંભીરતાથી વિચાર કરે છે. આ કોમેન્ટ્સમાં રિપેમેન્ટથી લઈને તમારા છેલ્લા વ્યવહારનો ઉલ્લેખ હોય છે. Written off, Settled અને Days past dues વગેરે જેવા નેગેટિવ રિમાર્ક્સ તમને આગળ જતાં લોન મેળવતા રોકી શકે છે.

… ત્યારે ઇમાનદારી પણ જોવાતી નથી જો તમે તમારી સેલરીનો મોટો ભાગ લોન ચૂકવવામાં આપી રહ્યા હોવ તો બેંક કે કંપનીઓ સમજશે કે તમને લોન ન આપવી જોઈએ, કારણ કે તમે આગળ જતા લોન ભરી નહિ શકો. તમે ગત લોનના રિપેમેન્ટ હંમેશાં સમયસર ભર્યા હોય તો પણ કોઈ ફર્ક પડતો નથી.

વારંવાર લોન લીધો હોય તોય ગરબડ જો તમે ગયા વર્ષે લોન લીધી હોય અને આ વર્ષે ફરી લોન માગી રહ્યા હોવ તો બેંક વિચારશે કે ક્યાંક તમે દેવાદાર તો નથીને. એટલે કે વારંવાર લોન લેવી પણ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. ભલે જ રિપેમેન્ટનો તમારો ટ્રેક રેકોર્ડ કેટલો પણ સાફસુથરો કેમ ન હોય.

ટેક્સ હિસ્ટ્રી બેંક કમસે કમ બે વર્ષના ટેક્સ પે કરનારા લોકોને પ્રાથમિકતા આપે છે. રિટર્ન ફાઇલ કરવથી પણ લોકોની ફાઇનાન્શિયલ હેબિટ વિશે જાણી શકાય છે.

પહેલાંની લોન પર પણ દારોમદાર લોન આપનારી બેંક કે કંપની અગાઉની લોનનો નેચર જુએ છે કે શું તે સિક્યોર્ડ હતા કે અનસિક્યોર્ડ. જો તમે સિક્યોરિટી કે ગેરેન્ટર મારફતે મળનારી લોન, એટલે કે ઓટો લોન કે હોમ લોન લઈ રાખી છે તો બેંકોને ખાસ ચિંતા હોતી નથી. જોકે પર્સનલ લોન કે ક્રેડિટ કાર્ડ લોન જેવી અનસિક્યોર્ડ લોન લઈ રાખી હોય તો બીજી લોન આપતા પહેલાં બેંક કે કંપનીઓ એ તપાસ કરશે કે તમારી લોનની અરજી કેટલી છે. જો સિક્યોર્ડ લોનની સરખામણીએ અનસિક્યોર્ડ લોનની ટકાવારી વધારે હોય તો શક્ય છે કે, બેંક તમને અનસેફ કેન્ડિડેટ જાહેર કરી શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો