એપશહેર

યસ બેંક અને કોરોના ફેક્ટરથી શેરબજાર ઊંધા માથે પટકાયું, ખુલતાવેંત 1400 પોઈન્ટ ડાઉન

Mitesh Purohit | I am Gujarat 6 Mar 2020, 10:05 am
નવી દિલ્હીઃ કોરોનાની ગંભીર આર્થિક અસરોના ભય તેમજ ગુરુવારે સાંજે RBI દ્વારા યસ બેન્કમાં નાણાં ઉપાડવા અંગે મર્યાદા લાદવામાં આવ્યા બાદ આજે ભારતીય શેરબજારો ખૂલતાવેંત જ ડાઉન થઈ ગયા હતા.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:કોરોના વાયરસથી સંભવિત આર્થિક અસરોના પગલે ગઈરાત્રે અમેરિકાના ડાઉજોન્સમાં આશરે 950 પોઇન્ટનો કડાકો બોલાતા તેમ જ વૈશ્વિકસ્તરે કોરોના વાઈરસે ગંભીર સ્વરૂપ ધારણ કરતા આજે ભારતીય શેરબજારમાં પ્રારંભિક કામકાજમાં 1435 પોઇન્ટનો કડાકો બોલાઈ ગયો છે. સેન્સેક્સ 1,435 પોઇન્ટ એટલે કે 3.73 ટકા ગગડી 37035 પર જ્યારે નિફ્ટી 403 પોઇન્ટ તૂટી 10,865 પર ખુલ્લી હતી.ભારતીય શેરબજારમાં યસ બેન્કના શેરમાં ધબડકો જોવા મળ્યો છે. માર્કેટ ખૂલતા જ યસ ભેંકના શેરમાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના પગલે યસ બેંકનો શેર તૂટી પડતા રોકાણકારોના લાખો રૂપિયા બજાર ખૂલતાની સાથે જ ધોવાઇ ગયા હતા. શુક્રવારે BSEમાં સાર્વત્રિક વેચવાલીથી બેન્ચમાર્ક સેન્સેક્સ 1103.02 પોઈન્ટ્સ અથવા 2.87 ટકા ઘટીને 37,392.28 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 324.75 પોઈન્ટ્સ અથવા 2.88 ટકા ગગડીને 10,944.25 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 3.36 ટકા અને 2.80 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારે BSEમાં તમામ સેક્ટરો ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મેટલ, બેન્ક, ઓટો, રિયલ્ટી, ઓઈલ-ગેસ, પાવર અને ફાઈનાન્સ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે BSE પર ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ઈન્ડસઈન્ડ બેન્ક 11.32 ટકા, એસબીઆઈ 6.97 ટકા, ટાટા સ્ટીલ 5.50 ટકા, બજાજ ફાઈનાન્સ 4.47 ટકા, એક્સિસ બેન્ક 4.07 ટકા, M&M 4.04 ટકા, L&T 3.84 ટકા અને ICICI બેન્ક 3.43 ટકાનો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો