એપશહેર

રિવરફ્રન્ટ સહિત 16 સ્થળે ચેઈન સ્નેચિંગ કરનારા બે ઝબ્બે

I am Gujarat 26 May 2016, 11:09 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 16 15
રિવરફ્રન્ટ સહિત 16 સ્થળે ચેઈન સ્નેચિંગ કરનારા બે ઝબ્બે


– રિવરફ્રન્ટ સહિત ૧૬ જગ્યાએથી ચેઈન સ્નેચિંગ કરીને આતંક મચાવનારા બે રીઢા આરોપીઓને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમે પકડી પાડ્યાં છે. બે પૈકી આરોપી ઈમરાનશાં અગાઉ આઠ વર્ષમાં વાર ૧૦ વાહન ચોરીના ગુનામાં અલગ અલગ પોલીસના હાથે પકડાઈ ચૂક્યો હોય તેણે વાહન ચોરી કરવાનું બંધ કરીને ચેઈન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું હતું. SOGના ACP બી.સી. સોલંકીના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહેલા PI બી.ડી. જાડેજા અને ટીમે બાતમીના આધારે વિશાલા સર્કલ પાસે રીયલ રેસિડન્સમાં રહેતા ઈમરાનશાં યાસીનશાં ફકીર (દીવાન) (ઉં.૨૮) તથા વેજલપુર સંકલિત નગરમાં રહેતા શાહીદ ઉર્ફે દાઉદ મુનાવરહુસૈન સૈયદ (ઉં.૨૨)ને બાઈક તથા સોનાની ચેઈન સાથે પકડી પાડી કુલ ૬૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બન્નેની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલાત કરી હતી કે, રિવરફ્રન્ટ ઉપરાંત ગાયકવાડ હવેલી વિસ્તાર, સાણંદથી છારોડી સુધીના હાઈવે અને વિસનગરની મળીને કુલ ૧૬ જગ્યાએથી ચેઈન સ્નેચિંગ કરી છે. અછોડા તોડવામાં તેમની સાથે મુસ્તકીમખાન મોહમદખાન પઠાણ (રહે. વેજલપુર) પણ તેમની સાથે સંડોવાયેલો છે. આ અંગે પોલીસનું કહેવું છે કે, આરોપી ઈમરાનશાં અગાઉ વર્ષ ૨૦૦૯થી ૨૦૦૧૪ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ૧૦ વાર વાહન ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો