એપશહેર

રૂ. 2.85 કરોડની ઠગાઈના કેસમાં બિલ્ડર મિહિર દેસાઈની ધરપકડ

I am Gujarat 16 Feb 2017, 12:32 am
ફાયનાન્સ કંપનીની FIRથી નવરંગપુરા પોલીસની કાર્યવાહી
I am Gujarat 2 85 2
રૂ. 2.85 કરોડની ઠગાઈના કેસમાં બિલ્ડર મિહિર દેસાઈની ધરપકડ


નવગુજરાત સમય > અમદાવાદ


પોતાની ઓફિસ ગિરવે મુકી ૨.૮૫ કરોડની લોન મેળવ્યા બાદ આ ઓફિસ બીજાને વેંચી દઈ છેતરપિંડી કર્યાની ફરિયાદમાં બિલ્ડર સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના ડીરેક્ટર મિહિર દેસાઈની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. ગત તા. ૨ જાન્યુઆરીએ મિહિર દેસાઈ અને તેમના પત્ની તોરલબહેન સામે ફાયનાન્સ કંપનીએ ફરિયાદ નોંધાવી હતી.

લો ગાર્ડન પાસે હાઈસ્ટ્રીટ-૧માં ઈન્ડીયા ઈન્ફોલાઈન હાઉસીંગ ફાઈનાન્સ લિ. કંપનીના મેનેજર વિનોદભાઈ યાદવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા. ૧૦-૭-૨૦૧૫ના રોજ સંભવ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ.ના ડીરેક્ટર મિહિર પ્રવિણચંદ્ર દેસાઈ અને તેમના પત્ની તોરલબહેન તેમની ઓફિસ ઉપર આવ્યા હતા. પોતે બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનું કામકાજ કરવા હોવાનું જણાવીને વેજલપુરમાં પિનાકલ કોમ્પલેક્સમાં આવેલી ઓફિસ નંબર ૬૦૧, ૬૦૨માં આવેલી ઓફિસ ઉપર ૨.૮૫ કરોડની લોન મેળવી હતી. શરૂઆતના આઠ મહિના ~ ૪,૩૮,૨૩૫નો હપ્તો નિયમીત ભર્યા પછી હપ્તા ભરવાનું બંધ કરાયું હતું.

આખરે, ફાયનાન્સ કંપનીએ મોર્ગેજ પ્રોપર્ટી અંગે સબ રજીસ્ટ્રાર કચેરીએ તપાસ કરતાં જાણકારી મળી હતી કે, મોર્ગેજ મુકાયેલી બે ઓફિસ પલ કોસ્કેમ પ્રા.લિ.ને તા. ૨૧-૧-૨૦૧૬ના રોજ મોર્ગેજ કરી અપાઈ હતી તથા તા. ૧૬-૩-૨૦૧૬ના રોજ કાનજીભાઈ પટેલ અને વિપુલભાઈ કે. પટેલને કબજા વગરનો બાનાખત કરાર કરી અપાયો હતો. આખરે, છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઈ હતી. નવરંગપુરાના PI આર.વી. દેસાઈએ જણાવ્યું કે, છેતરપિંડીની આ ફરિયાદના કેસમાં મોડી સાંજે બિલ્ડર મિહિર દેસાઈની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Read Next Story