એપશહેર

નિર્દોષ છુટેલા 27માંથી 11 જણાને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા

I am Gujarat 21 Jul 2016, 11:25 pm
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 27 11
નિર્દોષ છુટેલા 27માંથી 11 જણાને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા


– ગોધરાકાંડ બાદના તોફાનો પૈકી કડી પાસેના મેડાઆદરજના તોફાનોમાં પિતા-પુત્રીને જીવતા સળગાવી નાંખવાના કેસમાં નિર્દોષ છૂટેલા ૨૭ પૈકી ૧૧ને હાઇકોર્ટે દોષિત ઠેરવ્યા છે. હાઇકોર્ટના જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બી.એન.કારિયાની ખંડપીઠે ૧૧ આરોપીઓની સજાની સુનાવણી ચોથી ઓગસ્ટ પર રાખી છે. આ કેસની હકીકત એવી છે કે 200થી વધારેના ટોળાએ કાલુમીયા સૈયદના ઘરને ઘેરી લીધો હતો. તેથી જીવ બચાવવા તેમની પુત્રી, પત્ની, ભાઇ વગેરે નજીકમાં છુપાયા હતા. જેમાં કાલુમીયાં અને તેમની પુત્રી હસીના મોહલ્લાના એક ઘરે છુપાયા હતા. ટોળાંએ તેમને બહાર નીકાળીને હથિયારોથી પ્રહાર કર્યા બાદ જીવતા સળગાવી દીધા હતા. આ કેસમાં પોલીસે ૨૭ આરોપી સહિત ટોળા સામે ફરિયાદ નોંધી હતી. જો કે મહેસાણા ફાસ્ટટ્રેક કોર્ટે 6 સાક્ષીઓની જુબાનીને ગ્રાહ્ય ના રાખતા ૨૦૦૫માં તમામ 27 આરોપીઓને નિર્દોષ મુક્ત કર્યા હતા. જેની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી. અરજદાર તરફથી એડવોકેટ ઇકબાલ શેખે રજૂઆત કરી હતી કે,’આરોપીઓને નજરે જોનારા સાક્ષીઓના મહત્ત્વના પુરાવા હોવા છતાં નીચલી અદાલતે તેને ધ્યાને લીધા નથી. હાઇકોર્ટે બંને પક્ષોની દલીલો ધ્યાને લઇ આ તમામ આરોપી પૈકી 16 ને નિર્દોષ અને 11 ને દોષિત ઠેરવ્યા છે. દોષિત ઠેરવાયેલા લોકોમાં પટેલ મુકેશ અમ્રતલાલ, પટેલ દિનેશ જશવંતલાલ, પટેલ નરેન્દ્ર ચીમલાલ, પટેલ મુકેશ સોમાભાઇ, પટેલ ગીરીશ અંબાલાલ, પટેલ જનક રમેશભાઇ, પટેલ કીરીટ ચંદુભાઇ, પટેલ ગીરીશ ચુનીલાલ, પટેલ નિલેશ નારાણભાઇ, પટેલ મુકેશ મહેન્દ્રભાઇનો સમાવેશ થાય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો