એપશહેર

અમદાવાદઃ પાડોશમાં રહેતા આધેડે 4 વર્ષની બાળકી સાથે કર્યા અડપલાં, રંગે હાથ ઝડપાયો

મિત્તલ ઘડિયા | TNN 10 Dec 2019, 7:54 am
અમદાવાદઃ દેશમાં દીકરીઓ અને મહિલાઓ માટે સૌથી ‘સુરક્ષિત’ ગણાતા ગુજરાતમાં છેડતી અને બળાત્કારના કિસ્સાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે. શહેરના નાના ચિલોડા વિસ્તારમાં 50 વર્ષનો એક આધેડે 4 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં કરતાં રંગેહાથે ઝડપાયો હતો. જો કે નરોડા પોલીસની સતર્કતાથી તેને ગણતરીની કલાકોમાં ઝડપી પડાયો હતો.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે, આરોપી ભાઈલાલ ઓડે પીડિતાના ઘરે આવ્યો હતો અને તેની માતાને કહ્યું હતું કે તે નાની બાળકીને પોતાની સાથે રમાડવા લઈ જાય છે. બાળકીનો પરિવાર આધેડથી પરિચિત હોવાથી તેના ઈરાદા પર શંકા ગઈ નહીં અને બાળકીને તેની સાથે જવા દીધી.‘થોડા સમય પછી, શખ્સે છોકરીને કહ્યું કે તેણે પોતાના ઘરના ધાબા પર કેટલીક ચોકલેટ મૂકી છે. જે બાદ તે તેને લઈને ધાબા પર ગયો હતો અને પોતાના તેમજ બાળકીના કપડાં ઉતારી દીધા હતા. જે બાદ તેણે બાળકી સાથે અડપલાં કરવાનું શરૂ કર્યું હતું. તે જ સમયે બાળકીની માતા અચાનક જ ત્યાં પહોંચી ગઈ હતી અને શખ્સને રંગે હાથ ઝડપી પાડ્યો હતો’ તેમ નરોડા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર એચ.બી. વાઘેલાએ જણાવ્યું.આધેડને નગ્ન હાલતમાં જોઈને બાળકીની માતાએ મદદ માટે બૂમો પાડી હતી અને લોકો ભેગા થઈ જશે તેવા ડરથી તે સ્થળ પરથી રફુચક્કર થઈ ગયો હતો. જો કે તેની થોડા જ કલાકમાં ધરપકડ કરી લેવાઈ હતી તેમ વાઘેલાએ જણાવ્યું.આરોપીની સામે છેડતી તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ ચાલુ છે.ચાઈલ્ડ રાઈટ્સ પ્રોટેક્શન કમિટીના અધિકારીઓ દ્વારા બાળકીને મેકિડલ એક્ઝામિનેશન અને કાઉન્સેલિંગ માટે મોકલવામાં આવશે.ભૂલથી આ બાળકના 100 રૂપિયા ગટરમાં પડી ગયા, અજાણ્યા શખસે કરી મદદ
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story