એપશહેર

સ્ટેડિયમ પાસે જુગાર રમતા 8 વેપારી 3 લાખ સાથે ઝડપાયા

I am Gujarat 18 Jul 2016, 4:23 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat 8 3 2
સ્ટેડિયમ પાસે જુગાર રમતા 8 વેપારી 3 લાખ સાથે ઝડપાયા


નવરંગપુરા સ્ટેડિયમ પાસે તીર્થભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા એક વેપારી અને તેમના સાત મિત્રો જુગાર રમતાં રૂ. 3 લાખની રોકડ સહિત કુલ પાંચ લાખના મુદ્દામાલ સાથે પકડાયા છે. કોઈએ પોલીસ કન્ટ્રોલરૂમને ફોન કરતાં દરોડો પાડનાર નવરંગપુરા પોલીસે જુગાર રમવાના 739 કોઈન કબજે કર્યા હતા.
કન્ટ્રોલ રૂમના મેસેજના આધારે ઢળતી સાંજે નવરંગપુરા સ્ટેડિયમ પાસે વિપુલ દુધીયાવાળી ગલીમાં આવેલા તીર્થભૂમિ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર A-43માં નવરંગપુરા પોલીસે દરોડો પાડ્યો હતો. આ ફ્લેટમાં રહેતા રશ્મીનભાઈ શાહે રવિવારની રજા હોવાથી અને પરિવારના અન્ય સભ્યો બહાર જતાં મિત્રોને જુગાર રમવા માટે પોતાના ઘરે બોલાવ્યા હતા. પોલીસે જુગાર રમતાં રશ્મીનભાઈ સહિત કુલ આઠ શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસને જુગારના પટમાંથી રૂ. 3.12 લાખ ઉપરાંત જુગાર રમનારાંઓના ખિસ્સામાંથી અન્ય રકમ મળી કુલ રૂ. 3,46,300 ઉપરાંત 9 મોબાઈલ મળી કુલ 5,08,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. સર્વેલન્સ સ્કવોડના PSI બી.કે. ગોસ્વામીની ફરિયાદના આધારે પોલીસે જુગારીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે.

આઠ વેપારી શું કરે છે?
1) રશ્મીન ઉર્ફે લાલભાઈ કાન્તિલાલ શાહ, 58 (તીર્થભૂમિ એપાર્ટમેન્ટ, સ્ટેડિયમ પાસે) છૂટક વેપાર 2) ભદ્રેશ મનુભાઈ શાહ, 55 (દેવકીનંદન સોસાયટી, દર્પણ પાંચ રસ્તા પાસે) સ્ટેશનરી. 3) રાજેશ ભરતભાઈ શાહ, 44 (સેન્ટ્રોઈટ એપાર્ટમેન્ટ, નારણપુરા ચાર રસ્તા) પ્રિન્ટીંગ. 4) મયુર નવીનભાઈ દેસાઈ, 53 (રાજીવભાઈ એપાર્ટમેન્ટ, ઈશ્વરભુવન પાસે) સ્ટેશનરી. 5) દિનેશ નવીનચંદ્ર જૈન, 56 (સુરભી એપાર્ટમેન્ટ, નવરંગપુરા) શેરબજાર. 6) પારસ ભુરાલાલ શાહ, 49 (પંચવટી સોસા., આંબાવાડી) પેપર 7) મનોજ તુલસીરામ અગ્રવાલ, 50 (મણીચંન્દ્ર સોસા., થલતેજ) વેસ્ટપેપર 8) હર્ષદ નગીનદાર વોરા, 52 (રેવેરા હાર્મની, પ્રહલાદનગર) પ્રિન્ટીંગ

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો