એપશહેર

આરોપી ભાગેડુ અથવા ગેરહાજર હશે તો પણ તેની સામે કેસ ચલાવાશે

I am Gujarat 12 Jul 2016, 5:21 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat absonded accused in gujarat will be presecuted
આરોપી ભાગેડુ અથવા ગેરહાજર હશે તો પણ તેની સામે કેસ ચલાવાશે


સામાન્ય રીતે આરોપીની ગેરહાજરીમાં તેની સામે પુરાવો કે સાક્ષી તપાસવામાં આવતા નથી. જેના કારણે સંખ્યાબંધ કેસોનો સતત ભરાવો થાય છે અને લાંબો સમય સુધી કેસ પડતર રહે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે બે મહત્ત્વના પરિપત્ર જારી કર્યાં છે જે અનુસાર આરોપીની ગેરહાજરીમાં પણ હવે તેની સામે કેસ ચલાવી શકાશે. ઉપરાંત જો ફરિયાદી કેસમાં સમાધાન કરવા માગતો હોય તો તેણે પુરતા કારણો મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાના રહેશે.

ગુજરાત હાઇકોર્ટે બે મહત્ત્વના સર્ક્યુલર જારી કરી તમામ નીચલી કોર્ટને તેની નકલ મોકલી આપી તેનો અમલ કરવા તાકીદ કરી છે. જેમાં એક સર્ક્યુલર એવો છે કે, જેમાં ફરીયાદીએ ફરીયાદ પરત ખેંચવી હોય ત્યારે મેજિસ્ટ્રેટે છેવટનો હુકમ કરતા અને પરવાનગી આપતા પહેલાં ફરિયાદી પાસે પુરતા કારણો મેળવવા. તે યોગ્ય લાગે તો જ તેને કેસ પરત ખેંચવા પરવાનગી આપવી આ માટે સીઆરપીસીની કલમ 257નું પાલન કરાવવું.

જ્યારે બીજા સર્ક્યુલર મુજબ, આરોપી ગેરહાજર હોય અથવા તે ભાગી ગયો હોય અને લાંબા સમય સુધી ઝડપાય તેમ ન હોય ત્યારે ફરિયાદીને સાંભળી, સાક્ષીઓ આવ્યા હોય તો તેને તપાસી ઇન્સાફી કાર્યવાહી આગળ ચલાવવી. આ માટે સીઆરપીસીની કલમ 299 મુજબ પાલન કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, મોટા ભાગના કેસમાં આરોપીઓ હાજર રહેતા નથી અને તેના કારણે કેસ ચાલતો નથી. ત્યારે હાઇકોર્ટના બન્ને મહત્ત્વના સર્ક્યુલરને કારણે કેસો ઝડપી ચાલશે અને તેનો નિકાલ પણ ઝડપી લાવી શકાશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો