એપશહેર

US જવાની ઘેલછામાં અમદાવાદીએ પત્ની પાસે માગ્યા છૂટાછેડા, ન આપતાં ત્રાસ ગુજાર્યો

શિવાની જોષી | TNN 31 Jan 2019, 9:49 am
I am Gujarat amdavadi woman tormented for american dream
US જવાની ઘેલછામાં અમદાવાદીએ પત્ની પાસે માગ્યા છૂટાછેડા, ન આપતાં ત્રાસ ગુજાર્યો


USમાં સ્થાયી થવાની ઘેલછાએ તોડ્યો પરિવાર

અમદાવાદ: ઘાટલોડિયામાં રહેતી 35 વર્ષીય મહિલાએ મંગળવારે સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી. મહિલાની ફરિયાદ મુજબ તેનો પતિ યુએસની મહિલા સાથે પરણવા માટે છેલ્લા બે વર્ષથી ત્રાસ આપી રહ્યો છે. મહિલાએ પોલીસને જણાવ્યું કે, તેનો પતિ યુએસમાં સ્થાયી થવા માગે છે. મહિલાએ FIRમાં જણાવ્યું કે, “2004માં રાણીપમાં રહેતા વ્યક્તિ સાથે લગ્ન કર્યા. 2007માં મેં પુત્રને જન્મ આપ્યો. અમારું લગ્નજીવન સુખેથી ચાલતું હતું. 2015માં અમે મારી નણંદને મળવા યૂએસના શિકાગો ગયા.” અમારા ન્યૂઝ WhatsApp પર મેળવવા અહીં ક્લિક કરો

છૂટાછેેડા લેવા આપ્યો ત્રાસ

શિકાગોમાં ફરિયાદીની નણંદે પોતાના ભાઈને કહ્યું કે, એક NRI મહિલા છે જે યૂએસની નાગરિક છે. જો મહિલાનો પતિ યૂએસ નાગરિકને પરણે તો તેને પણ યૂએસની નાગરિકતા મળશે. બસ, ત્યારથી જ ફરિયાદીનો પતિ કથિત રીતે બદલાઈ ગયો. ફરિયાદી મહિલાનો પતિ ડિવોર્સ લેવા માટે તેને ત્રાસ આપવા લાગ્યો.

મહિલાને ઘરમાંથી કાઢી મૂકી

પ્રતિકાત્મક તસવીર ફરિયાદી મહિલાએ કહ્યું, “આ વિશે મેં મારા સાસુ-સસરાને વાત કરી તો તેઓ પણ મારા પર અત્યાચાર કરવા લાગ્યા. 25 ફેબ્રુઆરી 2016ના રોજ અમેરિકા જવાનું સપનું રોળવા બદલ પતિએ મને શાપ આપ્યો. તેણે મને ખૂબ મારી. જ્યારે મેં પ્રતિકાર કર્યો તો મારા પતિએ અમારા 12 વર્ષના વર્ષના દીકરાને બીજા રૂમમાં મોકલી મને ઘરમાંથી બહાર કાઢી મૂકી.”
લેખક વિશે
શિવાની જોષી
શિવાની જોષી છેલ્લા સાત વર્ષથી વધુ સમય કરતાં પત્રકારત્વના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી ગ્રેજ્યુએશન (બીકોમ) કર્યું છે. ત્યારબાદ ગુજરાત યુનિવર્સિટીના જ માસ કમ્યુનિકેશન, જર્નાલિઝમ એન્ડ પબ્લિક રિલેશન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી અને પત્રકારત્વના ક્ષેત્રે જોડાયા. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો