એપશહેર

અ'વાદઃ ગોતામાં AMCનો ખુલ્લો પાર્કિંગ પ્લોટ ચોરો માટે 'સ્વર્ગ'! આ વર્ષે 19 વાહનો ચોરાયા

Yogesh Gajjar | I am Gujarat 7 Dec 2019, 9:33 am
અમદાવાદઃ શહેરના એસ.જી હાઈવે પર સોલા ખાતે આવેલો AMCનો પાર્કિંગ પ્લોટ બાઈક ચોરો માટે સ્વર્ગ સમાન બની ગયો છે. અહીંથી અત્યાર સુધીમાં 19 ટુ-વ્હીલર્ચ ચારાઈ ગયા છે. દિવસના સમયે આ પ્લોટમાં 500 બાઈક્સ અને સ્કૂટર પાર્ક થાય છે. જોકે ખૂલ્લા પ્લોટમાં કોઈ સિક્યોરિટી કે સીસીટીવીની સુવિધા રાખવામાં આવી નથી. પરિણામે ચોર આરામથી આવીને પોતાને ગમતું વાહન પસંદ કરે છે અને લઈને છૂ મંતર થઈ જાય છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો: આ વિશે વાત કરતા સોલા પોલીસ ઈન્સ્પેક્ટર જે.પી જાડેજા કહે છે, આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ગોતા ચોકડી નજીક આવેલા AMCના પાર્કિંગ પ્લોટમાંથી 19 બાઈક ચોરી થયા છે. કંપનીની બસ કે એસ.ટી બસમાં મુસાફરી કરનારા લોકો રોજ અહીં પોતાનું વાહન પાર્ક કરીને જતા હોય છે અને ઘરે જતા સમયે વાહન લઈ જાય છે. આ ઉપરાંત સોલા સિવિલ હોસ્પિટલમાંથી 20 ટુ-વ્હીલર્સ અને 10 રીક્ષાની ચોરી થઈ છે. જાડેજા આગળ કહે છે, સોલા સિવિલની બિલ્ડીંગમાં 18 કેમેરા છે જેમાંથી પાછલા 11 મહિનાથી માત્ર 2 કેમેરા કાર્યરત છે. એકપણ કેમેરા પાર્કિંગમાં નથી જ્યાંથી વ્હીકલ ચોરી થાય છે. અમે લેખિત અને વાત કરીને ઘણીવાર કેમેરા ફરી કાર્યરત કરવા માટે કહ્યું છે. પરંતુ સત્તાધિકારીઓ સાંભળતા નથી. અમે કાયમી ત્યાં પોલીસને બેસાડી ન રાખી શકીએ. સોલા પોલીસ સ્ટેશનમાં આવતા વાહન ચોરીના કિસ્સામાં 22 ટકા વાહનો તો માત્ર સોલા સિવિલ અને AMCના પાર્કિંગ પ્લોટમાંથી ચોરાયા છે. ઈન્સ્પેક્ટર જાડેજા મુજબ, પોલીસે AMCનો સોલા પાર્કિંગ પ્લોટમાં સિક્ટોરિટી કેમેરા અથવા ગાર્ડને તહેનાત કરવા માટે લેખિત અરજી પણ કરી હતી, પરંતુ ચોરીની ઘટના વધવા છતાં પણ તેમના પરથી કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી. આ વિશે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મુકેશ ગઢવીએ કહ્યું, પોલીસની રિપોર્ટ મુજબ અમે જગ્યાની તપાસ કરીને સિક્યોરિટી ગાર્ડને તહેનાત કરીશું. અમે સ્થળ પર સીસીટીવી કેમેરા લગાવવા માટેની શક્યતાની પણ તપાસ કરીશું. ખુલ્લો પ્લોટ હોવાથી તે થોડું મુશ્કેલ છે પરંતુ અમે જલ્દીથી જલ્દી સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરીશું. ગોતાના આ પાર્કિંગ પ્લોટમાંથી ટુ-વ્હીલર ચોરી થવા સાથે ઘણીવાર હેલ્મેટ અને વ્હીકલમાંથી પેટ્રોલ ચોરી થવાની ઘટનાઓ પણ બની રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો