એપશહેર

Atique Ahmed: અતીક અહેમદની વાન સાથે ગાય ટકરાતા પલટતાં બચી, અચાનક કાફલો રોકાતા માફિયા ફફડી ઉઠ્યો

Atique Ahmed News: અતીક અહેમદને લઈને સાબરમતીથી પ્રયાગરાજ જઈ રહેલી પોલીસની ગાડીઓ આજે સવારે હાઈવે પર અચાનક રોકાઈ ગઈ હતી. ત્યારે વાનમાં બેઠેલાં માફિયાને એન્કાઉન્ટરનો ડર સતાવવા લાગ્યો રહતો. અતીક અહેમદ જે વાહનમાં બેઠો હતો એની સાથે એક ગાયની ટક્કર થઈ હતી. જે બાદ ગાયનું મોત નીપજ્યું હતું. જ્યારે કાફલો બે મિનિટ માટે રોકાયો તો અતીક અહેમદ ફફડી ઉઠ્યો હતો.

Edited byમનીષ કાપડિયા | I am Gujarat 27 Mar 2023, 12:23 pm

હાઈલાઈટ્સ:

  • અતીકને જે વાનમાં લઈ જવામાં આવ્યો એની સાથે ગાય ટકરાઈ
  • કાફલો થોડી વાર રોકાઈ જતા અતીક ફફડી ઉઠ્યો હતો
  • વાન સાથે ગાય ટકરાયા બાદ ઘટના સ્થળે થયુ મોત
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat atiq ahmed police van accident with cow
હાઈવે પર અતીકની વાન સાથે ગાય ટકરાતા પલટી ખાતા બચી ગઈ હતી.
ઝાંસીઃ પૂર્વ સાંસદ અને બાહુબલી અતીક અહેમદને ઉમેશ પાલ હત્યા કેસમાં ગુજરાતની સાબરમતી જેલમાંથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ લઈ જવામાં આવી રહ્યો છે. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ અતીક અને તેની ગેંગ યોગી સરકારના રડાર પર છે. સીએમો યોગીએ વિધાનસભામાં પણ માફિયાને માટીમાં ભેળવી દેવાની જાહેરાત કરી હતી. જ્યાર પોલીસ તેને લઈને જઈ રહી હતી ત્યારે પણ અતીકને એન્કાઉન્ટરનો ડર સતાવી રહ્યો હતો. આજે સવારે એવી ઘટના બની કે અતીકની આંખોમાં પણ ડર જોવા મળ્યો હતો અને તે ફફડી ઉઠ્યો હત. કારણ કે તેની વાન પલટી ખતા બચી ગઈ હતી. એક ગાય સાથે ટક્કર વાગતા તેની વાન પલટી ખાતા બચી ગઈ હતી.
અતીકની ગાડી સાથે ગાય ટકરાઈ
સોમવારની સવારે મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશની બોર્ડર પાસે અતીકને લઈ જઈ રહેલો પોલીસ કાફલો અચાનક રોકાઈ ગયો હતો. શિવપુરથી ઝાંસી વચ્ચે અતકના વજ્ર વાહન સાથે અચાનક એક ગાયની ટક્કર થઈ હતી. એ પછી ડ્રાઈવરે તરત બ્રેક લગાવી હતી. સદનસીબે વાન પલટી ખાતા બચી ગઈ હતી. એટલું જ નહીં કાફલા સાથે ચાલી રહેલી પોલીસ અને મીડિયાની અનેક ગાડીઓ પણ તરત રોકાઈ ગઈ હતી.
અતીકને પ્રયાગરાજ લઈ જઈ રહેલા એ સ્પેશિયલ 45ની ટીમમાં કોણ-કોણ છે? ગુજરાતમાં કઈ જવાબદારી મળી!
કાફલો રોકાતા અતીક ફફડી ઉઠ્યો

સ્પીડમાં ચાલી રહેલાં કાફલો અચાનક અધવચ્ચે રોકાઈ જતા પહેલાં તો કાંઈ સમજાયુ નહોતું. જ્યારે આ કાફલો ખરાઈ ચેકપોસ્ટથી પસાર થયો કે અચાનક અતીક અહેમદની વાન સાથે એક ગાય આવી ગઈ હતી અને ટકરાઈ ગઈ હતી. જે બાદ ઘટના સ્થળે જ ગાયનું મોત નીપજ્યું હતું. જો કે, વાન પલટી ખાતા બચી ગઈ હતી. એ પછી થોડી વાર માટે સમગ્ર કાફલાને રોકી દેવામાં આવ્યો હતો. ત્યારે અતીક અહેમદ ફફડી ઉઠ્યો હતો. એ પછી કાફલો આગળ જવા માટે રવાના થયો હતો.
લગ્નની ના પાડતા મહિલાની કરી હત્યા, ફોન-કારના 2 આંકડાએ કેવી રીતે હત્યારા સુધી પહોંચાડ્યા?
અતીકને હતો એન્કાઉન્ટરનો ડર
ગુજરાતની સાબરમતી જેલમાં યુપી એસટીએફ અને પોલીસની ટીમ અચાનક પહોંચી હતી. કોઈને પણ આ ઓપરેશનની જાણ નહોતી. લાંબી કાર્યવાહી કર્યા બાદ મોડી સાંજે છ વાગે પોલીસ અતીકને જેલમાંથી લઈને બહાર આવી હતી. ત્યારે અતીકના ચહેરા પર ડર હતો. તેણે કહ્યું હતું કે આ લોકો તેને મારવા માગે છે. બાદમાં ચુસ્ત જાપ્તા સાથે અતીક અહેમદને રાજસ્થાન, મધ્ય પ્રદેશ થઈને લઈ જવામાં આવ્યો હતો.
Latest Crime News And Gujarat News
લેખક વિશે
મનીષ કાપડિયા
મનીષ કાપડિયા છેલ્લાં 13 વર્ષ કરતા પણ વધુ સમયથી પત્રકારત્વના ક્ષેત્રમાં કાર્યરત છે. કારકિર્દીની શરુઆતથી ક્રાઈમ, આર.ટી.ઓ., સ્પેશિયલ સ્ટોરીનું રિપોર્ટિંગ અને ફોટોગ્રાફીનો અનુભવ ધરાવે છે. આ સિવાય ન્યૂઝ એડિટિંગ અને પેજ મેકિંગનોનો પણ અનુભવ ખરો. ઉપરાંત ન્યૂઝ ચેનલમાં કોપી એડીટર, બુલેટિન પ્રોડ્યુસર અને શિફ્ટ હેન્ડલ કરવાનો પણ અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કૉલેજમાંથી ગ્રેજ્યુએશન (બી.એ.) કર્યુ છે. ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠમાંથી માસ્ટર ઓફ જર્નલિઝમ કર્યા પછી પત્રકારાત્વના ક્ષેત્રમા્ં જોડાયા. તેઓ સંદેશ, ગુજરાત સમાચાર, સંદેશ પૂર્તિ જેવા અખબારો તથા જીએસટીવી, વીટીવી, બુલેટિન ઈન્ડિયા જેવી ન્યૂઝ ચેનલ સાથે પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story