એપશહેર

અમદાવાદઃ દિવ્યાંગ વ્યક્તિએ 5 ટુ-વ્હીલર ચોરી કર્યા! જેલના સળિયા પાછળ ધકેલાયો

Yogesh Gajjar | I am Gujarat 13 Mar 2020, 8:44 am
અમદાવાદઃ રખિયાલમાં રહેતો અહેમદ શેખ પાછલા બે વર્ષથી જેલમાં છે. અહેમદ પર 5 ટુ-વ્હીલર્સ ચોરી કરવાનો આરોપ લાગ્યો છે. જોકે તેની મેડિકલ રિપોર્ટમાં તે 100 ટકા દિવ્યાંગ હોવાનો દાવો કરાયો છે. હવે તે હાઈકોર્ટમાં પહોંચ્યો છે, તેનો દાવો છે કે 100 ટકા દિવ્યાંગ હોવાથી તેનું આ ચોરીમાં સામેલ હોવું શક્ય નથી.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:ડિસેમ્બર 2019માં શેખની વિરુદ્ધ રામોલ, ઈસનપુર અને નરોડામાં એક-એક વાહન ચોરી કરવાની ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે નરોડા પોલીસમાં બે વાહન ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં અન્ય આરોપીઓના સ્ટેટમેન્ટ બાદ એક બાદ એક કેસમાં તેની ધરપકડ કરાઈ, જેમાં તેને વાહનચોર ટોળકીને સભ્ય બતાવાયો.તેની ધરપકડ કરાતા જ તેને કોર્ટ સમક્ષ લવાયો હતો, જ્યાં શેખના વકીલ એમ.એ સંગ્રામે બ્લાઈન્ડ પીપલ્સ અસોસિયેશન દ્વારા 2009 અને સિલિવ હોસ્પિટલ દ્વારા 2017માં અપાયેલું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. શેખે રિમાન્ડનો વિરોધ કર્યો પરંતુ મેટ્રોપોલિટન કોર્ટે તેને જાન્યુઆરીમાં જેલમાં મોકલી દીધો.આ પહેલીવાર નથી જ્યારે શેખ ગુનાહીત કેસમાં પકડાયો હોય. આ પહેલા 2017માં બાપુનગર પોલીસે તેને બે વાહન ચોરી કરવાના કેસમાં પકડ્યો હતો. તેમાંથી એક કેસમાં તેને નિર્દોષ છોડી મૂકાયો જ્યારે બીજા કેસમાં હજુ પણ તેના પર સુનાવણી ચાલે છે.રસપ્રદ છે કે જે કેસમાં શેખને છોડી મૂકાયો તેમાં પોલીસ પાસે તેની વિરુદ્ધ સ્પષ્ટ પુરાવા હતા જેમાં તેમણે તે 100 ટકા બ્લાઈન્ડ ન હોવાનો દાવો કર્યો હતો. પોલીસે કોર્ટને જણાવ્યું કે બાપુનગરના સીસીટીવી ફૂટેજમાં શેખ ટુ-વ્હીલર ચલાવતા દેખાય છે. પરંતુ શેખના વકીલે તે સહઆરોપી હોવાનું જણાવ્યું હતું. જોકે ફરિયાદીને પોતાનું વાહન પાછું મળી ગયું હોવાથી તે આ કેસને લાંબો કરવાના મૂડમાં નહોતો.શેખને આ કેસમાં કોઈ રાહત નહોતી મળી, આથી તેણે પાછલા મહિને હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરવાની અરજી કરી હતી. તેના વકીલ અનુરાગ રાઠોડે કોર્ટમાં જણાવ્યું કે, શેખ 100 ટકા બ્લાઈન્ડ છે અને રોજિંદા કાર્યો માટે પણ મદદની જરૂર પડે છે. તેને અન્ય આરોપીઓના નિવેદનના આધારે આ કેસમાં ફસાવવામાં આવ્યો છે, તેની વિરુદ્ધ કોઈ પૂરાવા નથી. વકીલની દલીલ સાંભળીને જસ્ટીસ એસ.એચ વોરાએ આ કેસમાં રાજ્ય સરકાર પાસે શેખ ગુનામાં કેવી રીતે સંકળાયેલો છે તે જવાબ માગ્યો છે, કેસની આગામી સુનાવણી 24 માર્ચે થશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો