એપશહેર

આર્થિક કૌભાંડઃ CBIના મોસ્ટ વોન્ટેડ ‘વિજય માલ્યા’ઓની યાદીમાં 90 ટકા ગુજરાતીઓ

I am Gujarat 24 Jul 2016, 12:33 am
નવગુજરાત સમય > અમદાવાદ
I am Gujarat cbi 90
આર્થિક કૌભાંડઃ CBIના મોસ્ટ વોન્ટેડ ‘વિજય માલ્યા’ઓની યાદીમાં 90 ટકા ગુજરાતીઓ


– બેન્કનું હજારો કરોડનું ફૂલેકું ફેરવીને વિદેશ ભાગી ગયેલા ‘વિજય માલ્યા’ જેવા જ કૌભાંડો આચરનારા ગુજરાતમાં પણ ઓછા નથી. મસમોટા આર્થિક કૌભાંડ કરીને વર્ષોથી વિદેશ ભાગ્યા બાદ દેશની સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન) જેવી વિશેષ સુરક્ષા એજન્સીના હાથ પણ લાગ્યા નથી. આંચકારૂપ બાબત એ છે કે, સીબીઆઈની ઈન્ટરપોલની યાદીના મોસ્ટ વોન્ટેડ પૈકી ગુજરાતીઓની પ્રોફાઈલ આર્થિક કૌભાંડોથી જ છલકાઈ રહી છે. થોડા દિવસ અગાઉ જ ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોઈઝ એસો.એ ગુજરાતમાં પણ વિજય માલ્યા જેવા અનેક ડિફોલ્ટરો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. દેશની સર્વોચ્ચ સુરક્ષા એજન્સી સીબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં અનેક આતંકવાદીઓના નામની વચ્ચે એવા કેટલાક ગુજરાતીઓના નામ પણ છે જેમણે ‘આર્થિક તબાહી’ મચાવી બેન્કોને તાળાં લગાવવાની નોબત લાવી દીધી હોય. આવા અનેક વિજય માલ્યા હાલ વિદેશમાં મહાલી રહ્યાં છે. સૂત્રોનું કહેવું છે કે, સીબીઆઈની મોસ્ટ વોન્ટેડ યાદીમાં જેટલા નામ ગુજરાતીઓના છે તે પૈકી લગભગ 95 ટકા ગુજરાતીઓની પ્રોફાઈલ ક્લિક કરતા તેમનો ગુનો ‘ફ્રોડ-ફોર્જરી’ જ ખૂલે છે. જેમને વર્ષોથી સીબીઆઈ શોધી રહી છે. બેન્ક હોય કે લોભામણી સ્કીમ લોકોને ચૂનો લગાડનારાઓની સંખ્યા આ યાદીમાં ઓછી નથી. હાલમાં જ ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોઇઝ એસોસિયેશન (એઆઇબીઇએ)એ જાહેરક્ષેત્રની બેન્કો, ખાનગી અને વિદેશી બેન્કોનાં 5,610 ખાતાંની માહિતી જાહેર કરી હતી. જેઓ વિલફૂલ ડિફોલ્ટરો (નાદાર) છે અને જેમણે રૂ.58,792 કરોડની લોન ભરપાઈ કરવાની બાકી છે. આ યાદીમાં ગુજરાતના સંખ્યાબંધ વિલફૂલ ડિફોલ્ટરોનાં નામ હતા. ગુજરાતીઓની છાપ વિશ્વભરમાં વેપારી તરીકેની છે ત્યારે અહીં આર્થિક કૌભાંડ કરનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી.
વિદેશમાંથી આરોપી પકડી લાવવામાં અમદાવાદ પોલીસ ‘અવ્વલ’ ગંભીર ગુના આચરીને વિદેશ ભાગી ગયા હોય તેવા સંખ્યા બંધ આરોપીઓના નામ વર્ષોથી સીબીઆઈની વોન્ટેડ યાદીમાં સચવાયેલા રહ્યાં છે. જેની સામે ગુજરાતમાં ગંભીર ગુના આચરીને વિદેશ ભાગ્યા હોય તેવા આરોપીઓને પકડીને પરત લાવવામાં અમદાવાદ પોલીસનો ગ્રાફ સૌથી ઊંચો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના તાબા હેઠળની SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે ગોધરાકાંડ પછીના અલગ અલગ તોફાનના કેસમાં વોન્ટેડ 6ને દુનિયાના અલગ અલગ દેશમાંથી પકડી લાવી છે. જ્યારે કૌભાંડી સુનિલ કક્કડની સાઉથ આફ્રિકના લાઈબીરિયાથી ધરપકડ કરાઈ હતી. એસઓજીએ અત્યાર સુધીમાં સાત એવા આરોપીઓની ધરપકડ કરી છે કે જે ગુના આચરીને વિદેશ ભાગી ગયા હોય.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો